Post Views: 42
રીપોર્ટ:ફેઝાન ખાન દાહોદ
દાહોદના મોટી સારસી ગામમાં “સ્વચ્છતા હી સેવા – ૨૦૨૪” અંતર્ગત સફાઇ વિષયને લઇને ચિત્ર સ્પર્ધા કરવામા આવી
દાહોદ : દેશમાં લોકો સ્વચ્છાગ્રાહી બને અને આપણો દેશ સ્વચ્છ રહે તે હેતુથી સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં ગત તા. ૧૭ થી “ સ્વચ્છતા હી સેવા અભિયાન “ શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સમગ્ર રાજ્યમાં સ્વચ્છતાને લગતા વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત દાહોદ જિલ્લામાં પણ રોજ-બ-રોજ સ્વચ્છતાને અનુલક્ષીને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
ત્યારે દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મોટી સારસી ગામમાં “સ્વચ્છતા હી સેવા” – ૨૦૨૪” અંતર્ગત પ્રાથમિક શાળાના બાળકો દ્વારા શાળાની બહાર અને આસ-પાસના માર્ગો પર ગ્રામ પંચાયત દ્વારા લોક ભાગીદારી થકી સફાઈ કામગીરી કરવામાં આવી હતી. તેમજ સફાઇ વિષયને લઇને ચિત્ર સ્પર્ધા પણ કરવામાં આવી હતી.
તમારા ધંધા રોજગારની જાહેરાત વિડિઓ અને ફોટોમાં ઇન્સ્ટાગ્રામ,ફેસબુક,યુટ્યૂબ,ટ્વીટ્ટર, અને વેબ સાઈટ જેવા સોશિયલ મીડિયાના ડિજિટલ પ્લેટફાર્મ ઉપર બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે નીચે આપેલા નંબરો ઉપર કોન્ટેક્ટ કરો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોટો અને વિડિઓની સ્ટોરી પણ મુકવામાં આવશે સાથેજ સમાચારોની જાણકારી આપવા માટે પણ અમારો સંપર્ક કરો
Editor in Chief:Naeem Munda, Mo, 9879867333,9427846262
Editor:Faizan Khan, Mo:8818888590