Post Views: 44
રીપોર્ટ:નઈમ મુન્ડા દાહોદ
પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષ સ્થાને પીપેરો ખાતે જિલ્લા કબડ્ડીની સ્પર્ધા યોજાઈ
સરકારની રમત ગમતને પ્રોત્સાહક નીતિઓ થકી દેશને ઉત્તમ ખેલાડીઓ મળી રહ્યાં છે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ
દાહોદ:- રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, સ્પોટર્સ ઓથરિટી ઓફ ગુજરાત, જિલ્લા રમતગમત અઘિકારીની કચેરી, દાહોદ દ્વારા આયોજિત અને રાજ ઉત્તર બુનયાદી વિધાયલ, પીપેરો ધાનપુર ખાતે ૬૮ મી અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા જિલ્લાકક્ષા કબડ્ડી સ્પર્ધા રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડનાં અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.
આ પ્રસંગે રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ એ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા આપણી પરંપરાગત રમતોને પ્રોત્સાહન મળે તથા ગ્રામીણ પ્રજામાં રહેલી સુષુપ્ત શકિતઓને જાગૃત કરી તેને યોગ્ય દિશામાં વાળી શકાય છે વધુમાં તેમણે ઉમેર્યું કે દાહોદ જિલ્લાનાં ખેલાડીઓ ખૂબ પ્રતિભાશાળી છે તેઓ રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ ઉત્તમ પ્રદર્શન કરીને દાહોદને ગૌરવ અપાવ્યું છે.
કાર્યક્રમમાં મંત્રી બચુભાઈ ખાબડ અને ઉપસ્થિત મહાનુભાવોએ ઉત્તમ પ્રદર્શન કરનારા ખેલાડીઓનું મંચ ઉપરથી બહુમાન કર્યું હતું. મહાનુભાવોએ વિવિધ સ્પર્ધાઓનો પ્રારંભ કરાવ્યો હતો અને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. જેમાં દાહોદ જિલ્લાની અંડર-૧૪ ભાઈઓ -૧૦૮ ખેલાડીઓ, અંડર -૧૭ ભાઈઓ -૧૦૮ ખેલાડીઓ,અને અંડર -૧૯ ભાઈઓ -૧૦૮ ખેલાડીઓ ભાગ લીધેલ છે.જે તમામ વય જૂથના કુલ ૩૨૪ ખેલાડી ભાઈઓએ ભાગ લીધેલ છે.
જિલ્લા રમત ગમત અધિકારી અમરસિંહ રાઠવાએ સ્વાગત પ્રવચન કર્યું હતું
આ વેળાએ તાલુકા પંચાયત પ્રમુખ અભેસિંહ મોહનીયા,કારોબારી અધ્યક્ષ, એપીએમસી ચેરમેન બળવંતસિંહ.બી.ખાબડ, સહિતના પદાધિકારીઓ સહિત રમતવીરો તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.
તમારા ધંધા રોજગારની જાહેરાત વિડિઓ અને ફોટોમાં ઇન્સ્ટાગ્રામ,ફેસબુક,યુટ્યૂબ,ટ્વીટ્ટર, અને વેબ સાઈટ જેવા સોશિયલ મીડિયાના ડિજિટલ પ્લેટફાર્મ ઉપર બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે નીચે આપેલા નંબરો ઉપર કોન્ટેક્ટ કરો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોટો અને વિડિઓની સ્ટોરી પણ મુકવામાં આવશે સાથેજ સમાચારોની જાણકારી આપવા માટે પણ અમારો સંપર્ક કરો
Editor in Chief:Naeem Munda, Mo, 9879867333,9427846262
Editor:Faizan Khan, Mo:8818888590