બ્રેકીંગ ન્યુઝ
દાહોદ:નરાધમ હત્યારા આરોપીને પોલીસે સાથે રાખી બાળકીની હત્યા કેવી રીતે નીપજાવી હતી તેનું રીકન્ટ્રક્શન ... દાહોદ:પીડીત પરીવારને સાંત્વના પાઠવવા વિરોધ પક્ષના નેતાઓનો તાતો લાગ્યો દાહોદ:ચેતર વસાવા પીડીત પરીવારની મુલાકાત લેવા પહોંચ્યા દાહોદ:શાળાના આચાર્યએ ૬ વર્ષની દીકરી જોડે દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ,પ્રિન્સિપાલન... દાહોદ:હિટ એન્ડ રન અકસ્માતમાં મૃત્યુ પામનાર પરીવારોને 2 લાખના સહાય ચેક અર્પિત કરાયા દાહોદ:ઔધોગિક તાલીમ સંસ્થા કેન્દ્ર ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ દાહોદ:સ્વચ્છતાહી સેવા અભિયાન અંતર્ગત સફાઈ વિષયને લઈ ચીત્ર સ્પર્ધા યોજાઈ દાહોદ:મંત્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કબડ્ડીની સ્પર્ધા યોજાઈ દાહોદ:જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં કલેક્ટરનો આદેશ, પડતર અરજીઓ પ્રત્ય... દાહોદ:નમ આંખે બાપ્પાને વિદાય આપતા ભક્તો...

દાહોદ:ખાડારાજથી વાહન ચાલકોને છુટકારો અપાવવા કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન

રીપોર્ટ:નઈમ મુન્ડા દાહોદ

દાહોદ સ્માર્ટ સીટીમાં તુટેલા રસ્તાઓની વચ્ચે વરસાદી ઇનિંગમાં વધુ રોડ રસ્તાઓનું ધોવાણ થતા અને ખાડાઓને લઈને શહેર કોંગ્રેસે થોડીવાર માટે રસ્તા રોકી અને વિરોધ દર્શાવ્યો હતો

દાહોદ શહેર સ્માર્ટ સીટી તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે જેમાં દસ જેટલા રોડ સ્માર્ટ બનાવવાનું આયોજન છે જેમાં કેટલાક રોડ સ્માર્ટ સીટી તરીકે બનાવી પણ દેવામાં આવ્યા છે પરંતુ ઘણા ખરા રોડોમાં ભુગર્ભ ગટર વોટર સ્ટ્રોમ તેમજ અન્ય ગુચવણોના કારણે રોડ બનાવવાના બાકી છે અને શહેરના પડાવથી લઈ બિરસા મુંડા ચોકથી લઈને બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન સુધીનો રોડ અત્યંત ખરાબ પરિસ્તિથીમાં છે જેમાં નહેરૂ બગીચાના ભાગથી લઈને બસ સ્ટેશન સુધીનો એક તરફનો માર્ગ બનાવી દેવામાં આવ્યો છે પરંતુ બસ સ્ટેશનથી લઈને બિરસા મુંડા ચોક યાદગાર ચોક પોસ્ટ ઓફિસ નગરપાલિકા અને પડાવ વિસ્તાર સુધીનો માર્ગ તુટેલી ફૂટેલી હાલતમાં હોઈ અને વરસાદી ઇનિંગની વચ્ચે તુતેલા રસ્તાઓની હાલત વધુ ખરાબ થવાથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે અને વરસાદી ઋતુ પછીજ રોડ બનવાના હોવાથી પાલિકા દ્રારા મેટલ નાખી ખાડાઓનું પુરણ કરાયું છે પરંતુ શહેર કોંગ્રેસે ગણેશ ચતુર્થી ગણેશ વિસર્જન તેમજ ઈદે મિલાદુન્નબીના પર્વોને લઈને ખાડા અને ટેકરા વાળા રોડ રસ્તાઓને લઈ વિરોધ પ્રદર્શન માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં બિરસા મુંડા સર્કલ આગળ શહેર કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ભેગા થયા હતા અને પ્લે કાર્ડ બતાવી વિરોધ દર્શાવાયો હતો જેમાં પ્લે કાર્ડમાં દર્શાવ્યા મુજબ ભાજપ સંચાલિત દાહોદ નગરપાલિકાનો વિકાસ વાળો ખાડા પથ, આ ખાડો દાહોદ નગરપાલિકાની ગ્રાન્ટમાંથી જેવા પ્લેકાર્ડ લઈને કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યક્રતાઓ આવતા જતા વાહન ચાલકોને બતાવી રહ્યા હતા અને ત્યારબાદ બિરસા મુંડા સર્કલ વાળો રસ્તો કે જે બસ સ્ટેશન જાય છે તે રસ્તાની વચ્ચે વિરોધ દર્શાવતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા જોકે પોલીસે ઘટના સ્થળે પહોંચી રોડ વચ્ચે વિરોધ કરી રહેલા કોંગ્રેસી કાર્યકર્તાઓને હટાવી રોડ શરૂ કરી ટ્રાફિક જવા દેવામાં આવ્યો હતો અને વિરોધ કરી રહેલા કોંગ્રેસી લોકોને પોલીસે સમજાવ્યા હતા અને ખુલ્લો કરાવવામાં આવ્યો હતો જોકે વરસાદી ઋતુ હોય વરસાદી ઋતુમાં રોડ રસ્તાઓ ડામર કે RCC ના બનાવી નથી શકતા તેને લઈને શહેર કોંગ્રેસે મોકાનો ફાયદો ઉઠાવી વિરોધ પ્રદર્શન માટે માર્ગ પસંદ કર્યો હતો અને શહેરના વાહન ચાલકો માટે કોંગ્રેસે તુટેલા ફુટેલા રોડ રસ્તાઓ અને આવનાર તહેવારોને ધ્યાનમાં લઈ શહેર વાસીઓની સુખાકારી માટે દયા ખાધી હોય તેમ માની થોડી વાર માટે વિરોધ દર્શાવી માત્ર દેખાવો કર્યા હતા જેમાં શહેરની જનતાને પણ આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં જોડાવા માટે આહવાન કરાયું હતું પરંતુ માત્ર કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યક્રતાઓ જ આવતા તેઓએ શહેરની જનતા વગર તુટેલા ફુટેલા રોડ રસ્તાઓને લઈને થોડીવાર માટે વિરોધ દર્શાવ્યો હતો

તમારા ધંધા રોજગારની જાહેરાત વિડિઓ અને ફોટોમાં ઇન્સ્ટાગ્રામ,ફેસબુક,યુટ્યૂબ,ટ્વીટ્ટર, અને વેબ સાઈટ જેવા સોશિયલ મીડિયાના ડિજિટલ પ્લેટફાર્મ ઉપર બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે નીચે આપેલા નંબરો ઉપર કોન્ટેક્ટ કરો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોટો અને વિડિઓની સ્ટોરી પણ મુકવામાં આવશે સાથેજ સમાચારોની જાણકારી આપવા માટે પણ અમારો સંપર્ક કરો

Editor in Chief:Naeem Munda, Mo, 9879867333,9427846262

Editor:Faizan Khan, Mo:8818888590

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

पत्रकार बंधु भारत के किसी भी क्षेत्र से जुड़ने के लिए सम्पर्क करें