બ્રેકીંગ ન્યુઝ
દાહોદ:નરાધમ હત્યારા આરોપીને પોલીસે સાથે રાખી બાળકીની હત્યા કેવી રીતે નીપજાવી હતી તેનું રીકન્ટ્રક્શન ... દાહોદ:પીડીત પરીવારને સાંત્વના પાઠવવા વિરોધ પક્ષના નેતાઓનો તાતો લાગ્યો દાહોદ:ચેતર વસાવા પીડીત પરીવારની મુલાકાત લેવા પહોંચ્યા દાહોદ:શાળાના આચાર્યએ ૬ વર્ષની દીકરી જોડે દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ,પ્રિન્સિપાલન... દાહોદ:હિટ એન્ડ રન અકસ્માતમાં મૃત્યુ પામનાર પરીવારોને 2 લાખના સહાય ચેક અર્પિત કરાયા દાહોદ:ઔધોગિક તાલીમ સંસ્થા કેન્દ્ર ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ દાહોદ:સ્વચ્છતાહી સેવા અભિયાન અંતર્ગત સફાઈ વિષયને લઈ ચીત્ર સ્પર્ધા યોજાઈ દાહોદ:મંત્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કબડ્ડીની સ્પર્ધા યોજાઈ દાહોદ:જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં કલેક્ટરનો આદેશ, પડતર અરજીઓ પ્રત્ય... દાહોદ:નમ આંખે બાપ્પાને વિદાય આપતા ભક્તો...

દાહોદ:બે દિવસ સુધી આ રસ્તાઓ બંધ રહેશે અપાયું ડાઇવર્ઝન

રીપોર્ટ:-નઈમ મુન્ડા દાહોદ

દાહોદમા ગણેશજીની મુર્તીઓના વિસર્જનના અનુસંધાને દાહોદ શહેર તથા જીલ્લાની પ્રજાને ટ્રાફિક મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે તેમજ ટ્રાફિક રેગ્યુલેશનની જરૂરિયાત હોઈ કાયદો અને વ્યવસ્થા જાળવણી સારૂ ટ્રાફિક ડાયવર્ઝન અંગે જાહેરનામુ

દાહોદ : આગામી તા.૧૬/૦૯/૨૦૨૪ ના રોજ ગણેશજીની મુર્તીઓનું વિસર્જન થનાર છે જેના અનુસંધાને દાહોદ શહેર તથા જીલ્લાની પ્રજાને પોતાની રોજીંદી કામગીરી દરમ્યાન ટ્રાફીકમાં મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે તેમજ ટ્રાફિક રેગ્યુલેશનની જરૂરિયાત હોઈ, તથા કાયદો અને વ્યવસ્થા જાળવણી સારૂ નીચે મુજબના મુદ્દા અનુરૂપે ટ્રાફિક ડાયવર્ઝન આપવા પોલીસ અધિક્ષકશ્રી દાહોદનાઓએ તા. ૧૬/૦૯/૨૦૨૪ ના રોજ કલાક:૧૨/૦૦ થી તા. ૧૭/૦૯/૨૦૨૪ ના રોજ કલાક:૦૫/૦૦ વાગ્યા સુધી દિન-૦૨ માટે ટ્રાફિક નિયમન કરવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવા દરખાસ્ત કરેલ છે,
રૂટ ડાયવર્ઝન દાહોદ શહેર :-
– ઝાલોદ તરફથી દાહોદ શહેરમાં આવતા વાહનો ખરોડ હાઇવે તરફથી સતિ તોરલ હોટલ તરફ જઇ શકશે.
– રાબડાલ તરફથી આવતા વાહનો શહેરમાં પ્રવેશી શકશે નહી.
– રોડ ઇન્દોર હાઇવે થી રળીયાતી અર્બન બેંક થઇ અનાજ માર્કેટ ગેટ નં.૩ સુધી માલ વાહક વાહનો પ્રવેશી શકશે. તથા ફોર વ્હીલર વાહનો મંડાવાવ રોડ થઇ ચાકલીયા રોડ થઇ ગોદી રોડ તરફ જઇ શકશે. અનાજ માર્કેટ ગેટ નં.૩ થી મંડાવાવ સર્કલ તરફ કોઈ વાહનો પ્રવેશી શકશે નહી.
– ચાકલીયા તરફથી આવતા વાહનો દાહોદ શહેર ખાતે પ્રવેશી શકશે નહી.જે વાહનો ગોદી રોડ થઈ ઝાલોદ રોડ તરફ જઇ શકશે.
– એમ.જી.રોડ ફક્ત ગણપતિ વિસર્જનના પ્રોસેશન માટે જ શરૂ રહેશે.અન્ય કોઇ વાહનો માટે અવર-જવર પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.
– ગોધરા, લીમખેડા રોડ તરફથી આવતી બસો સતી તોરલ થઈ ખરોડ ત્રણ રસ્તા થઈ વન ચેતના થઇ બસ સ્ટેશન પ્રવેશ કરી શકશે.ઇન્દોર હાઇવે કતવારા, ગરબાડા,જેસાવાડા તરફથી આવતી બસો સતી તોરલ થઈ ખરોડ ત્રણ રસ્તા થઈ વન ચેતના થઇ બસ સ્ટેશન પ્રવેશ કરી શકશે.ઝાલોદ, લીમડી તરફથી આવતી બસો ખરોડ ત્રણ રસ્તા થઈ વન ચેતના થઇ બસ સ્ટેશન પ્રવેશ કરી શકશે.
– દાહોદ શહેર અંદર પ્રવેશતા તમામ માર્ગો પર ફોર વ્હીલ તથા ફોર વ્હીલથી ઉપરના તમામ વાહનો પ્રવેશ કરી શકશે નહી.(પડાવ ચોકી નં.૨,વનખંડી હનુમાન મંદીર જવાના નાકે, મુવાલીયા ક્રોસીંગ, છાપરી ત્રણ રસ્તા, ગોદી રોડ વિસ્તાર, પંચમુખી હનુમાન મંદીર પાસે)
રૂટ ડાયવર્ઝન લીમખેડા :-
– ગોધરા તરફથી લીમડી,ઝાલોદ તથા બાસવાડા (રાજસ્થાન) તરફ જતા તમામ ભારે વાહનો તેમજ એસ.ટી.બસોને લીમખેડા બજારમાં નહીં પ્રવેશવા અને બારોબાર અમદાવાદ-ઇન્દોર હાઇવે રોડ ઉપર દાહોદ નજીક સતી તોરલ હોટલથી લીમડી તરફ જવાના રસ્તે ડાયવર્ઝન આપવામાં આવે છે.
– લીમડી,ઝાલોદ તથા બાસવાડા (રાજસ્થાન) તરફથી ગોધરા તરફ જતા તમામ ભારે વાહનો તેમજ એસ.ટી.બસોને લીમડી બાયપાસ હાઇવે રોડથી ડાયવર્ઝન આપી દાહોદ નજીક સતી તોરલ હોટલથી અમદાવાદ-ઇન્દોર હાઇવે રોડથી ગોધરા તરફ જવા સારૂ ડાયવર્ઝન આપવામાં આવે છે.
-તમામ એસ.ટી. બસોને લીમખેડા બજારમાં નહીં પ્રવેશવા અને લીમખેડાના પેસેન્જરોને ચડવા ઉતરવા માટે લીમખેડા પાલ્લી ગામે ધાનપુર બાયપાસ હાઇવે ચોકડી ખાતે સ્ટોપેજ આપવામાં આવે છે.
રૂટ ડાયવર્ઝન લીમડી:-
– લીમડી ગામેથી લીમખેડા ગામ તરફ જતાં તમામ આવતા-જતાં વાહનો દાહોદ શહેર તરફ થઇને જશે. (લીમડી તથા લીમખેડા ટાઉનમાં ગણપતિ વિસર્જનના કારણે)
– ઝાલોદ ગામ બાજુથી લીમડી-દાહોદ શહેર તરફ જનારા તમામ વાહનો લીમડી ગામમાં ન પ્રવેશી અને બાયપાસ હાઇવે રોડે થઇ ખેડા બાયપાસ થઇ એટલે કે,દાહોદ તરફથી બાયપાસ હાઇવે રોડેથી લીમડી બસ-સ્ટેશન તરફના રોડે વાહનો અવર-જવર થાય
– દાહોદ તરફથી લીમડી તરફ આવતા વાહનોમાં એસ.ટી.બસ ખેડા બાયપાસ થઇ લીમડી બસ-સ્ટેશનઅને પરત ખેડા બાયપાસ થઇ ઝાલોદ તરફ અવર-જવર થાય તે રીતે.
– ચાકલીયા ગામ તરફથી લીમડી ગામ તરફ આવતા વાહનો લીમડી ચાકલીયા ચોકડીથી ઝાલોદ તરફ જતાં રોડે થઈ બાયપાસ હાઇવે થઇ દાહોદ તરફ જશે.
તા. ૧૬/૦૯/૨૦૨૪ ના રોજ કલાક: ૧૨/૦૦ થી તા. ૧૭/૦૯/૨૦૨૪ ના રોજ કલાક:૦૫/૦૦ સુધી આ જાહેરનામું અમલમાં રહેશે.
નોંધ- આ હુકમ ધી મોટર વ્હીકલ્સ એકટ, ૧૯૮૮ની કલમ ૧૧૨(૩)માં જણાવેલ વાહનો, પોલીસ-સુરક્ષા દળના વાહનો તથા આપતકાલીન સેવાઓ સાથે સંકળાયેલ વાહનો તથા તેમજ રોડ ઉપર અવર-જવર કરતા ઈમરજન્સી વાહનો સામાન્ય સંજોગોમાં એમ્બ્યુલન્સ,ગર્ભવતી સ્ત્રીઓને અને ગંભીર બિમાર વ્યક્તિઓને લઈ જતા વાહનોને લાગુ પડશે નહીં.સરકારી સેવામાં હોય તેવા અધિકારીશ્રીના વાહનો તેમજ સરકારી સેવામાં હોય તેવા વ્યક્તિઓના વાહનોને આ લાગુ પડશે નહી.
-: શિક્ષા :-
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શખ્સ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૨૨૩ તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.

તમારા ધંધા રોજગારની જાહેરાત વિડિઓ અને ફોટોમાં ઇન્સ્ટાગ્રામ,ફેસબુક,યુટ્યૂબ,ટ્વીટ્ટર, અને વેબ સાઈટ જેવા સોશિયલ મીડિયાના ડિજિટલ પ્લેટફાર્મ ઉપર બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે નીચે આપેલા નંબરો ઉપર કોન્ટેક્ટ કરો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોટો અને વિડિઓની સ્ટોરી પણ મુકવામાં આવશે સાથેજ સમાચારોની જાણકારી આપવા માટે પણ અમારો સંપર્ક કરો

Editor in Chief:Naeem Munda, Mo, 9879867333,9427846262

Editor:Faizan Khan, Mo:8818888590

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

पत्रकार बंधु भारत के किसी भी क्षेत्र से जुड़ने के लिए सम्पर्क करें