રીપોર્ટ:ફેઝાન ખાન દાહોદ
જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ લીમખેડા તાલુકાના ક્ષતિગ્રસ્ત રસ્તાઓની પેચવર્ક કામગીરી હાથ ધરાઇ
દાહોદમાં થયેલા ભારે વરસાદને કારણે થયેલા રસ્તાઓના નુકસાનની રિપેરીંગ, રીસરફેસીંગ, મેટલવર્કની થઈ કામગીરી
દાહોદ : સમગ્ર દાહોદમાં ભારે વરસાદની સ્થિતિ બાદ જયારે વરસાદે વિરામ લેતાં જિલ્લા વહીવટી તંત્રના તમામ વિભાગના અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે નુકસાનીનો સર્વે હાથ ધરી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં લોકોના પડી ગયેલ કાચા મકાનો, પશુઓ તેમજ અન્ય નુકસાનીનો સર્વે હાથ ધરી તેનું ચુકવણું પણ કરવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદના કારણે દાહોદ જિલ્લાના મોટાભાગના તાલુકા, શહેર અને ગામોને જોડતા નાના-મોટા રોડ તેમજ રસ્તાઓ ઉપર પાણી ભરાવાના કારણે રસ્તાઓને નુકસાન થવા પામ્યું હતું.