રીપોર્ટ:-નઈમ મુન્ડા દાહોદ
દાહોદમાં ભારે વરસાદના પગલે અસરગ્રસ્ત રસ્તાઓને પુન:કાર્યાન્વિત કરવા યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ
દાહોદ:- દાહોદમાં ભારે વરસાદના કારણે જનજીવનને અસર થઇ છે. કોઝ- વે, નાળા કે પુલ પર પાણી ફરી વળવાના કારણે અનેક માર્ગો અસરગ્રસ્ત થયા છે ત્યારે માર્ગોની અડચણો દુર કરીને તેને પૂર્વવત કરવા યુધ્ધના ધોરણે દિવસ-રાત કામગીરી કરવામાં આવી રહી છે.