રીપોર્ટ:-નઈમ મુન્ડા દાહોદ
ભારે વરસાદના કારણે દાહોદ જેશાવાડા મુખ્ય માર્ગે ઝાડ પડી જતા યુધ્ધના ધોરણે હટાવી રસ્તો ખુલ્લો કરતું દાહોદ જિલ્લા વહીવટી તંત્ર
દાહોદ:- હાલમાં સમગ્ર દાહોદ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે શહેર અને ગ્રામ્ય વિસ્તારોને ભારે અસર થવા પામી છે. ભારે વરસાદ અને પવનની પરિસ્થિતીના દાહોદ જેશાવાડા મુખ્ય માર્ગ ઉપર ઝાડપડવાની ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતા વન વિભાગના અધિકારી શ્રી, તેમની ટીમો દ્વારા ઝાડ હટાવવાની કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. વાહન વ્યવહારને કોઈપણ પ્રકારની અસર ન થાય તેની પુરેપુરી તકેદારી રાખી આ માર્ગ યુદ્ધના ધોરણે ખુલ્લો કરવામાં દાહોદ જિલ્લા વહીવટી તંત્ર પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.