Post Views: 24
રીપોર્ટ:-ફેઝાન ખાન
દાહોદ જિલ્લાના બોર્ડર વિલેજ વિકાસ યોજના હેઠળ લાભાર્થી કાનુબેન માવીને ત્રણ ભેંસ લીધી
પશુપાલકોને પશુ ખરીદી માટે સરકાર દ્વારા રૂ. ૪૫,૦૦૦/- ની સહાય
સરકારએ સહાય કરતાં અમને હવે કોઈ જાતની ચિંતા રહી નથી-લાભાર્થી કાનુબેન માવી
દાહોદ : વર્ષ:૨૦૨૪-૨૫ અંતર્ગત મુખ્યમંત્રી બોર્ડર વિલેજ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ પ્રાયોજના વહીવટદારની કચેરી, દાહોદ દ્વારા પશુપાલન શાખા મારફતે બોર્ડર વિલેજના શિક્ષિત બેરોજગાર આદિજાતિ લાભાર્થીઓને દુધાળા પશુ આપવાની યોજના હેઠળ પશુપાલકોને પશુ ખરીદીની યુનિટ કોસ્ટ રૂપિયા ૭૦,૦૦૦/- પૈકી સરકાર દ્વારા રૂ. ૪૫,૦૦૦/- ની પશુ ખરીદી માટે સહાય પૂરી પાડવામાં આવે છે તેમજ લાભાર્થી દ્વારા રૂ.૨૫,૦૦૦/- લોકફાળા પેટે ભોગવવામાં આવે છે.
જે અંતર્ગત પશુપાલકો દ્વારા પોતાની પસંદગીના દુધાળા પશુની ખરીદી કરી તેની માવજત કરી તેમાથી દૂધ ઉત્પાદન મેળવી અને ગામમાં આવેલી દૂધ ઉત્પાદક સહકારી મંડળી ખાતે દૂધ ભરવામાં આવે છે.જેમાંથી તેઓને દર દસ દિવસે દૂધ ભરવાનો પગાર પણ મળતો હોય છે. આમ, આ યોજના થકી બેરોજગાર યુવક/યુવતીઓ માટે રોજગારીનો એક નવીન તક મળી છે.
અહીં વાત કરી રહ્યા છીએ દાહોદ જિલ્લાના જુના પાણી ગામના લાભાર્થી કાનુબેન માવીની. હા, વાત બિલકુલ સાચી જ છે. ગુજરાત રાજ્ય અને દાહોદ જિલ્લાના છેવાડાનું ગામ જુના પાણી ગામની ધોરણ ૧૨ પાસ કાનુબેન માવી કે જેઓ ઘરના ૭ સભ્યો સાથે રહે છે. ફક્ત ખેતી થકી પોતાનું ગુજરાન ચલાવતા આ પરિવારને સરકારની ભેંસ માટેની યોજનાની જાણ થતા તેઓએ આ યોજના હેઠળ ભેંસ મળતા ખુશ – ખુશાલ થઇ ગયા છે.
તેમણે જણાવ્યું હતું કે, “બોર્ડર વિલેજ વિકાસ યોજના” માં મે ભેંસ લેવા માટે અરજી કરી હતી. જેના માટે અમે ફક્ત ૬ હજાર ભર્યા હતા. આજે મે મારી પસંદગીની ભેંસ મેળવી છે. મેં પહેલી વાર ભેંસ લીધી છે. હું તેની સારી સંભાળ રાખીશ અને દૂધના વેચાણ થકી મારા પરિવારનું પાલન કરીને મારૂ જીવન ધોરણ ઉપર લાવવાનો પ્રયત્ન કરીશ.
તેઓ વધુ ઉમેરતાં કહે છે કે, સરકારની યોજનાનો લાભ મળતા મને આંનદ થાય છે કે હવે ઘરે રહી પશુપાલન કરી શકીશ. મારે રોજગારી માટે બહારગામ જવું પડશે નહિ, મારા બાળકોને ઘરનું ચોખ્ખું દૂધ મળી શકશે અને આર્થિક આવક વધતા બાળકોને નિયમિત શાળાએ મોકલી શકુ છું અને સાથોસાથ તેઓની સામાજિક જવાબદારીઓ પણ સારી રીતે નિભાવી શકું છું.
વધુમાં તેઓ જણાવે છે કે,પશુપાલનની સાથે સાથે ખેતી કામ કરૂ છું જેથી પરિવારના સભ્યોને શુદ્ધ ખોરાક મળી રહે છે. ભેંસના દૂધનો ઉપયોગ ખોરાક તરીકે કરવાથી બાળકોમાં કુપોષણ દૂર થાય છે વધુમાં સગર્ભા/ધાત્રી માતાઓને પણ દૂધનો આહારમાં ઉપયોગ કરવાથી પોષણક્ષમ આહાર તરીકે ખૂબ જ મદદરૂપ થાય છે.
આમ,દાહોદ જિલ્લાને એસ્પીરેશન ડીસ્ટ્રીકટમાં સમાવેશ કરાયો છે. જેમાં જિલ્લાના આદિજાતિ લાભાર્થીઓના આરોગ્યલક્ષી, શિક્ષણલક્ષી, પોષણલક્ષી તેમજ કૃષિલક્ષી તમામ સૂચકઆંકને (ઈન્ડીકેટર) યોજના થકી સુધારો થયો છે.
Editor & Chief Naeem Munda
Editor Faizan Khan
તમારા ધંધા રોજગારની જાહેરાત બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે સંપર્ક કરો સમાચારો માટે અમારો સંપર્ક કરો
9427846262…9879867333