દાહોદ જિલ્લાની તમામ તાલુકા ગ્રામ પંચાયત કચેરી ખાતે વિવિધ વિભાગના હેલ્પલાઈન નંબરની માહિતી આપતી યાદી પ્રસિદ્ધ કરાઈ
દાહોદ જિલ્લામાં તમામ વિભાગની સેવા ગ્રામ્ય વિસ્તારો સુધી પણ પહોંચે તેમજ જે – તે વિભાગીય સેવાનો લોકો લાભ મેળવી શકે તે શુભ હેતુથી દાહોદ જિલ્લાની તમામ ગ્રામ પંચાયત કચેરી ખાતે ગુજરાત સરકારના વિવિધ લોકોપયોગી ટોલ ફ્રી હેલ્પલાઈન નંબરની માહિતી પ્રસિદ્ધ કરવાની પહેલ કરવામાં આવી છે.
જેમાં પાણી પુરવઠા સેવાનો ટોલ ફ્રી નંબર ૧૯૧૬, વીજળી પુરવઠા સેવા ટોલ ફ્રી નંબર ૧૯૧૨૪, ફાયર બ્રિગેડ સેવા ટોલ ફ્રી નંબર ૧૦૧, આરોગ્ય સેવા ટોલ ફ્રી નંબર ૧૦૮, પોલીસ સેવા ટોલ ફ્રી નંબર ૧૦૦, ટ્રાફિક પોલીસ સેવા ટોલ ફ્રી નંબર ૧૦૩, રોડ અકસ્માત સેવા ટોલ ફ્રી નંબર ૧૦૭૩, મહિલા સુરક્ષા પોલીસ સેવા ટોલ ફ્રી નંબર ૧૮૧, પશુ એમ્બયુલન્સ સેવા ટોલ ફ્રી નંબર ૧૯૬૨, સાયબર ક્રાઇમ સેવા ટોલ ફ્રી નંબર ૧૯૩૦, આરોગ્ય એમ્બયુલન્સ સેવા ટોલ ફ્રી નંબર ૧૦૩, લાંચ રીશ્વત સેવા ટોલ ફ્રી નંબર ૧૦૩૧, ચાઈલ્ડ હેલ્પ લાઈન નંબર ૧૦૯૮ તેમજ ડિઝાસ્ટર નંબર ૧૦૭૭ પર નાગરિકોએ કોલ કરી જે – તે સંબંધિત વિભાગની સેવા પ્રાપ્ત કરી શકશે. આ તમામ ટોલ ફ્રી નંબરની માહિતી નાગરિકો તમામ તાલુકા પંચાયત કચેરી ખાતેથી મેળવી શકશે.
Editor & Chief Naeem Munda Editor Faizan Khan
તમારા ધંધા રોજગારની જાહેરાત બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે સંપર્ક કરો સમાચારો માટે અમારો સંપર્ક કરો 9427846262…9879867333