Post Views: 350
રીપોર્ટ:-નઈમ મુન્ડા દાહોદ
દાહોદમા ઓગસ્ટ માસ નિમિતે રેશનકાર્ડના લાભાર્થીઓને તા.૩૧-૦૮-૨૦૨૪ સુધી અનાજ વિતરણ કરવામા આવશે
દાહોદ : દાહોદ જીલ્લાના અંત્યોદય, બીપીએલ તથા NFSA કાર્ડધારકોને જણાવવાનું કે. માહે ઓગષ્ટ-૨૦૨૪ ના તહેવારોને ધ્યાને લઈ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના તરફથી વિનામુલ્યે વિતરણ થનાર તથા રાજય સરકારની ચણા, તુવેરદાળ, ખાદ્ય તેલ, ખાંડ તથા મીઠાના રાહતદરે વિતરણ સંબંધી વિતરણની વિગતો નીચે મુજબ રહેશે. જેની સૌને જાણ થવા જણાવવામાં આવે છે તથા માહે ઓગષ્ટ-૨૦૨૪નું વિતરણ તા.૦૧/૦૮/૨૦૨૪ થી તા.૩૧/૦૮/૨૦૨૪ સુધી વ્યાજબી ભાવની દુકાનો પર થનાર છે.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અતંર્ગત અંત્યોદય કુટુમ્બો (એ.એ.વાય.) તેમજ અગ્રતા ધરાવતા કુટુમ્બો (પી.એચ.એચ.) કેટેગરી ધરાવનારને વ્યકતિ તેમજ કાર્ડ દીઠ ઓગષ્ટ-૨૦૨૪ માસના ઘઉં, ચોખા, બાજરી અને જુવારના વિનામુલ્યે વિતરણ કરવામા આવશે. ઉપરાંત રાજય સરકારની સરકારની ચણા, તુવેરદાળ, ખાદ્યતેલ, ખાંડ અને મીઠાના રાહતદરે વિતરણ સંબંધિત યોજનાઓની આવશ્યક ચીજવસ્તુ (ઉપલબ્ધી મુજબ) N.F.S.A. કુટુંબો, જન્માષ્ટમીના તહેવાર નિમિતે ખાદ્યતેલ (સીંગતેલ) કાર્ડ દીઠ ૧ લિ. પાઉચ , અંત્યોદય કુટુંબો (AAY), બીપીએલ કુટુંબો (AAY) ને જન્માષ્ટમીના તહેવાર નિમિતે વધારાની ખાંડ મળવા પાત્ર થશે એમ જિલ્લા પુરવઠા અધિકારી દાહોદ દ્વારા જણાવાયુ છે.
Editor & Chief Naeem Munda
Editor Faizan Khan
તમારા ધંધા રોજગારની જાહેરાત બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે સંપર્ક કરો સમાચારો માટે અમારો સંપર્ક કરો
9427846262…9879867333