દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને લઈને પોલીસવડાએ સર્વ ધર્મના લોકો સાથે શાંતિ સમિતિની બેઠક યોજી
આગામી 9મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દુનિયાભરના આદિવાસી સમાજના લોકો માટે ઉજવણીના ભાગરૂપે સંયુક્ત રાષ્ટ્ર સંઘ UNO દ્રારા ઘોષિત કરવામાં આવી છે તે અંતર્ગત દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અને આ જિલ્લામાં આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે નીકળી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરતા હોય છે જેને લઈને શહેરમાં યોજાનારી વિશ્વ આદિવાસી દિવસની રેલી શાંતિ અને સોહાદપૂર્ણ માહોલમાં યોજાઈ રેલીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્તિથી જળવાઈ રહે તેમજ આદિવાસી સમાજને ઉજાગર કરતી અલગ અલગ પ્રકારની સાંસ્કૃતિક ઝાંખીઓનું પ્રદર્શન થાય અને આદિવાસી સમાજની પૌરાણિક પરંપરાઓ આ બદલાતા સમયના વેણમાં નીકળી ન જાય તે માટે પણ સમાજનારેલી આયોજકો વચ્ચે સમજણ આપવામાં આવી હતી રેલીમાં ડીજે નો ઉપયોગ ઓછો અને પરંપરાગત વેશભૂષા અને આદિવાસી સાંસ્કૃતિકની ઓળખને ઉજાગર કરવા રેલીમાં આદિવાસી સમાજના લોકો જોડાય તે માટેની સમજણ આપવામાં આવી હતી ત્યારે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી પોલીસ ભવન ખાતે શાંતિ સમિતિની બેઠકમાં આદિવાસી સમાજના લોકો સાથે અન્ય ધર્મના લોકોને પણ બોલાવી શાંતિ સમિતિની બેઠક પોલીસવડા ડૉ રાજદીપસિંહ ઝાલાની ઉપસ્તિથીમાં યોજવામાં આવી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે 9મી ઓગસ્ટના રોજ આદિવાસી સમાજના હજારો યુવકો યુવતીઓ અને વડીલો વિશ્વ આદિવાસી દિવસની રેલીનું આયોજન શિસ્તબધ્ધ અને શાંતિપૂર્ણ માહોલમાં યોજી સમાપન કરાઈ છે
Editor & Chief Naeem Munda Editor Faizan Khan
તમારા ધંધા રોજગારની જાહેરાત બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે સંપર્ક કરો સમાચારો માટે અમારો સંપર્ક કરો 9427846262…9879867333