બ્રેકીંગ ન્યુઝ
દાહોદ:નરાધમ હત્યારા આરોપીને પોલીસે સાથે રાખી બાળકીની હત્યા કેવી રીતે નીપજાવી હતી તેનું રીકન્ટ્રક્શન ... દાહોદ:પીડીત પરીવારને સાંત્વના પાઠવવા વિરોધ પક્ષના નેતાઓનો તાતો લાગ્યો દાહોદ:ચેતર વસાવા પીડીત પરીવારની મુલાકાત લેવા પહોંચ્યા દાહોદ:શાળાના આચાર્યએ ૬ વર્ષની દીકરી જોડે દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ,પ્રિન્સિપાલન... દાહોદ:હિટ એન્ડ રન અકસ્માતમાં મૃત્યુ પામનાર પરીવારોને 2 લાખના સહાય ચેક અર્પિત કરાયા દાહોદ:ઔધોગિક તાલીમ સંસ્થા કેન્દ્ર ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ દાહોદ:સ્વચ્છતાહી સેવા અભિયાન અંતર્ગત સફાઈ વિષયને લઈ ચીત્ર સ્પર્ધા યોજાઈ દાહોદ:મંત્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કબડ્ડીની સ્પર્ધા યોજાઈ દાહોદ:જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં કલેક્ટરનો આદેશ, પડતર અરજીઓ પ્રત્ય... દાહોદ:નમ આંખે બાપ્પાને વિદાય આપતા ભક્તો...

દાહોદ:જિલ્લાની તમામ શાળાઓમાં વિશ્વ આદિવાસી દિવસની રજા જાહેર, સમાજના વડીલોની મહેનતે બાળકો વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં ભાગ લઈ શકશે

રીપોર્ટ:-નઈમ મુન્ડા દાહોદ

વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે આદિવાસી સમાજના આગેવાનોની મહેનત રંગ લાવી,દાહોદ જિલ્લાની તમામ શાળાઓ ૯ ઓગસ્ટે રજા પાળશે

આગામી 08મી ઓગષ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ હોવાથી આદિવાસી સમાજમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે ત્યારે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતેથી ૯ ઓગષ્ટના રોજ દાહોદ જિલ્લાની તમામ સરકારી, તેમજ ખાનગી શાળાઓમાં જાહેર રજા જાહેર કરવાના નિર્ણય સાથે એક પરિપત્ર જાહેર કરાતાં આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ તેમજ સમાજના લોકો, આગેવાનોમાં એક પ્રકારનો ખુશીનું મોજુ ફરી વળ્યું હતું

દાહોદ જિલ્લો એ આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે ટ્રાયબલ વિસ્તાર તરીકે ઓળખાતા આ જિલ્લામાં પરંપરાગત આદિવાસી તહેરાવો ધામ ધુમથી ઉજવવાની સાથે સાથે સમાજના રિતી રિવાજ નિભાવવા માટે પણ આદિવાસી સમાજના લોકો મોખરે હોય છે. ત્યારે ૦૯ ઓગષ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ નિમિતે જિલ્લાના આદિવાસી સમાજના લોકો આ તહેવાર ઉજવવા માટે તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટે આદિવાસી સમાજમાં અનેરો થનગનાટ પણ જોવા મળી રહ્યો છે

દાહોદ જિલ્લાના આદિવાસી સમાજના આગેવાનો દ્વારા અવાર નવાર આ દિવસે જાહેર રજા જાહેર કરવા માટે સંબંધિત તંત્રને રજુઆત કરવામાં આવી હતી ત્યારે તેમાંની રજુઆતોને ધ્યાનમાં લઈ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, દાહોદ દ્વારા 09 ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસે જિલ્લામાં આવેલી તમામ સરકારી, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ માધ્યમ અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં જાહેર રજા રાખવાના નિર્ણય સાથે પરિપત્ર જાહેર કરી જિલ્લાની તમામ શાળાઓમાં મોકલી આપવામાં આવ્યો છે. આ પરિપત્રમાં જણાવ્યાં અનુસાર, 09ઓગષ્ટને સંયુક્ત રાષ્ટ્ર સંઘ ( UNO ) દ્વારા વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કરવામાં આવેલ છે. દાહોદ જિલ્લો એ આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અને વિશ્વ આદિવાસી દિવસને આદિવાસી સમાજ દ્વારા એક મુખ્ય પારંપારીક તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. જેથી જિલ્લાની સરકારી, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ વિશ્વ આદિવાસી દિવસ વિશે જાણે અને સમજે અને ગર્વ અનુભવી શકે અને માનભેર પોતાની આદિવાસી તરીકેની ઓળખ આપી શકે તથા આદિવાસી સમાજની આગવી ઓળખ ભાતીગળ સંસ્કૃતિ આદિવાસી બોલી ઉજાગર થાય અને તેની જાળવણી થાય તે હેતુસર જિલ્લાની તમામ શાળામાં તારીખ 05.08.2024થી તારીખ 08.08.2024 સુધી આદિવાસી અસ્મિતા અને સંસ્કૃતિને ઉજાગર કરતાં કાર્યક્રમો શાળા કક્ષાએ થાય તે સુનિશ્ચિત કરવા જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત વિશેષમાં શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં સંપુર્ણ રીતે સામેલ થઈ શકે તે માટે તારીખ 09.08.2024ના રોજની શાળાઓમાં સ્થાનીક રજા રાખવા માટે જિલ્લાની તમામ શાળાઓને જિલ્લા શિણાધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે

Editor & Chief Naeem Munda
Editor Faizan Khan

તમારા ધંધા રોજગારની જાહેરાત બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે સંપર્ક કરો સમાચારો માટે અમારો સંપર્ક કરો
9427846262…9879867333

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

पत्रकार बंधु भारत के किसी भी क्षेत्र से जुड़ने के लिए सम्पर्क करें