દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કમલમ કાર્યાલય ખાતે બજેટની વિસ્તૃત જાણકારી અને માહિતી આપતી પ્રેસ કોન્ફરન્સ વડોદરાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડીયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી
ભારત સરકારના કેન્દ્રીય મંત્રી નિર્મલા સિતારમણ દ્વારા સર્વાંગી વિકાસનું બજેટ NDA સરકાર દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું જેની માહિતી છેવાડાના માનવી સુધી પહોંચાડવાના હેતુથી પ્રેસકોન્ફરન્સ યોજાઈ હતી જેમાં દાહોદ જિલ્લા ભાજપ અધ્યક્ષ શંકર આમલિયાર, ધારાસભ્ય વડોદરા કેયુર રોકડીયા, ધારાસભ્ય દાહોદ કનૈયાલાલ કિશોરી , કાર્યક્રમના ઇન્ચાર્જ નેહલ શાહ તથા શહેરના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા જેમાં કેયુરભાઈએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ બજેટનો મુખ્ય ગોલ રાજ્યનું એસ્પિરેશન શું છે તે જરૂરિયાતને ધ્યાને રાખી બજેટ બનતું હોય છે ને રક્ષા બજેટ ત્રણ ઘણું વધાર્યું છે
આ વર્ષનું બજેટ 44 લાખ કરોડ છે દસ વર્ષમાં બજેટ ત્રણ ઘણું વધી ગયું છે બજેટ મોંઘવારી ઉપર આધારિત છે જે ગયા વખતે ઇન્ફ્લેશન ઓછું રહે એવું બજેટ બનાવમાં આવે છે આ વખતે ગરીબો, ખેડૂતો , મહિલાઓ અને યુવાઓને ધ્યાનમાં રાખી બજેટનું પ્રાવધાન કરવામાં આવ્યું છે
દેશમાં કોવિડ પછી 80 કરોડ લોકોને મફત અનાજ વધુ પાંચ વર્ષ માટે આપવાનું નક્કી કર્યું છે અને મધ્યમ વર્ગ માટે પણ આયુષ્માનનો લાભ 70 વર્ષથી વધુ ઉમરના લોકોને લાભ અપાશે તેવું જણાવાયું હતું
સાથેજ સૌથી મોટો ખેડૂતોના પ્રશ્નો જમીન માલિકીનો હોય છે તેના માટે પણ અલાયદી જોગવાઈ કરી છે અને તેઓ માટે “ભુ આધાર ” ની ખાસ જોગવાઈ કરવામાં આવી છે
500 ટોપ કંપનીમાં ઇન્ટરનશિપ સરકારે કમપ્લસરી કરી છે અને એનાથી એક કરોડ યુવાઓને લાભ થશે
NDA સરકારનું આ બજેટ દેશ માટે વિકાસલક્ષી અને દેશની સુરક્ષા માટે પણ હિતકારી છે અને એમાં આદિવાસીઓ માટે પણ વિકાસલક્ષી વિવિધ યોજનાઓનો સમાવેશ કરી આદિવાસીઓના વિકાસની ગાથાને પણ વધુ વેગ આપવામાં આવ્યો છે
તેમ જણાવતા પ્રેસ કોન્ફ્રન્સ યોજી સરકારના બજેટ માહિતી પુરી પાડવામાં આવી હતી
Editor & Chief Naeem Munda Editor Faizan Khan
તમારા ધંધા રોજગારની જાહેરાત બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે સંપર્ક કરો સમાચારો માટે અમારો સંપર્ક કરો 9427846262…9879867333