દાહોદ : ભારત સરકાર તથા ગુજરાત સરકારના અન્ન, જાહેર વિતરણ અને ગ્રાહક સુરક્ષા વિભાગ ધ્વારા ઘઉંની સંગ્રહખોરીને નિયંત્રિત કરવા માટે સ્ટોક લીમીટ દાખલ કરેલ છે. જે અનુસાર જિલ્લાના ઘઉના સ્ટોક હોલ્ડર્સ જેમ કે ટ્રેડર્સ, હોલસેલર્સ, રીટેલર્સ, બીગ ચેઈન રીટેઈલર્સ, પ્રોસેસર્સ કે અન્યને ભારત સરકારની વેબસાઈટ https://eyegoils.nic.in/wsp/login પર રજીસ્ટર કરવા અને તેમની પાસેના ઘઉના સ્ટોકને મે.ટનમાં (M.T.) અઠવાડિક (દર શુક્રવારે) ઉકત વેબસાઈટ પર જાહેર કરવા જણાવેલ છે. જે કોઈ સ્ટોક હોલ્ડરએ ઉપર મુજબનુ રજીસ્ટ્રેશન કરેલ ન હોય તો તાત્કાલીક ભારત સરકારના ઉકત પોર્ટલ પર તેનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ઘઉની આ સ્ટોક મર્યાદા ૩૧ માર્ચ ૨૦૨૫ સુધી અમલમાં રહેશે.
જો કોઈ સ્ટેક હોલ્ડર્સ પાસે નિર્ધારીત કરેલ ઘઉંના સ્ટોક લીમીટ કરતા વધુ સ્ટોક જણાય તો તેમણે ભારત સરકારની વેબસાઈટ https://evegoils.nic.in/wsp/login પોર્ટલ પર જથ્થો જાહેર કરવા તથા ભારત સરકારના જાહેરનામાં No.S.0.2428(E), તારીખ – ૨૪-૦૬-૨૦૨૪ ના મુજબ ૩૦ દિવસની સમયમર્યાદામાં વધારાનો સ્ટોક નિર્ધારીત મર્યાદામાં લાવવાનું નકકી થઈ આવેલ છે. જે મુજબ ઘઉંની સ્ટોક મર્યાદા વિવિધ સ્ટોક હોલ્ડરની મર્યાદા નક્કી કરવામાં આવેલ છે. જેને ધ્યાને લઈને દાહોદ જીલ્લાના અનાજના વેપાર સાથે સંકળાયેલ ટ્રેડર્સ, હોલસેલર્સ, રીટેલર્સ, પ્રોસેસર્સ ને જણાવેલ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરી સ્ટોક જાહેર કરવા જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દાહોદ દ્વારા જણાવાયું છે.
Editor & Chief Naeem Munda Editor Faizan Khan
તમારા ધંધા રોજગારની જાહેરાત બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે સંપર્ક કરો સમાચારો માટે અમારો સંપર્ક કરો 9427846262…9879867333
Post Views: 58 રીપોર્ટ:-નઈમ મુન્ડા દાહોદ દાહોદ જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને જિલ્લા પોલીસવડાએ પ્રશસ્તિપત્ર આપી સન્માનિત…