દાહોદના હિરોલામાં બે ડીપ નાળા ધોવાયા હોવા છતાંય કોઈપણ અધિકારી નિરીક્ષણ માટે આવ્યા નથી
દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે અનેક જગ્યાએ નુકશાન માટેના સમાચારો પ્રસિદ્ધ થયા હતા જોકે ગ્રામ્ય વિસ્તારોમાં થયેલી ભ્રસ્ટાચારની પોલ વરસાદી પાણીએ ઉઘાડી કરી નાખી છે હલકી ગુણવત્તાનું મટેરીયલ વાપરીને રોડ રસ્તા નાળાઓમાં નકરો ભ્રસ્ટાચાર ભરી દેવામાં આવે છે બીજી બાજુ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના હિરોલામાં બે ડીપ નાળા વરસાદી પાણીમાં તણાઈ ગયા છે આ સમસ્યાને લઈને ગામના લોકો એક ગામથી બીજા ગામના રસ્તાથી વિહોણા થતા હોય છે જોકે આ ડીપ નાળાનું ધોવાણ થયુંને ત્રણ દિવસ વીતવા આવ્યા પરંતુ હજુ સુધી સરકારના અધિકારીઓ તેનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા નથી બીજી બાજુ ગામના બાળકોના ભણતર ઉપર સીધી આની અસર પડી રહી છે ઘરેથી નીકળી બાળકો શાળા માટે જવા તો તૈયાર છે પરંતુ ભ્રસ્ટાચારથી ઉભા કરેલા ડીપ નાળાનું ધોવાણ થઈ જતા બાળકો જીવના જોખમે રસ્તો પસાર કરી સ્કુલે જતા જોવા મળી રહ્યા છે આ દ્રશ્યો દેખીને પણ તંત્રના અધિકારીઓને શરમ આવવી જોઈએ અને ગ્રામ્ય વિસ્તારમાં પડી રહેલી હાલકીને દૂર કરી કામ કરનાર એજન્સીઓને બ્લેક લિસ્ટ કરવી જોઈએ
Editor & Chief Naeem Munda Editor Faizan Khan
તમારા ધંધા રોજગારની જાહેરાત બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે સંપર્ક કરો સમાચારો માટે અમારો સંપર્ક કરો 9427846262…9879867333