બ્રેકીંગ ન્યુઝ
દાહોદ:નરાધમ હત્યારા આરોપીને પોલીસે સાથે રાખી બાળકીની હત્યા કેવી રીતે નીપજાવી હતી તેનું રીકન્ટ્રક્શન ... દાહોદ:પીડીત પરીવારને સાંત્વના પાઠવવા વિરોધ પક્ષના નેતાઓનો તાતો લાગ્યો દાહોદ:ચેતર વસાવા પીડીત પરીવારની મુલાકાત લેવા પહોંચ્યા દાહોદ:શાળાના આચાર્યએ ૬ વર્ષની દીકરી જોડે દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ,પ્રિન્સિપાલન... દાહોદ:હિટ એન્ડ રન અકસ્માતમાં મૃત્યુ પામનાર પરીવારોને 2 લાખના સહાય ચેક અર્પિત કરાયા દાહોદ:ઔધોગિક તાલીમ સંસ્થા કેન્દ્ર ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ દાહોદ:સ્વચ્છતાહી સેવા અભિયાન અંતર્ગત સફાઈ વિષયને લઈ ચીત્ર સ્પર્ધા યોજાઈ દાહોદ:મંત્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કબડ્ડીની સ્પર્ધા યોજાઈ દાહોદ:જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં કલેક્ટરનો આદેશ, પડતર અરજીઓ પ્રત્ય... દાહોદ:નમ આંખે બાપ્પાને વિદાય આપતા ભક્તો...

દાહોદમાં ખાડારાજ, કોંગ્રેસની ગાંધીગીરી, ભાજપના ઝંડા ખાડામાં ઉભા કરી વિરોધ કરાયો…

રીપોર્ટર નઈમ મુન્ડા દાહોદ

દાહોદ શહેર કોંગ્રેસ દ્વારા સ્માર્ટ રોડ ઉપર પડેલા ખાડાઓને લઈને ભાજપના ઝંડા ઊભા કરી વિરોધ દર્શાવાયો

દાહોદ શહેરને સ્માર્ટ સિટીનો દરજ્જો મળ્યો છે દાહોદ શહેરમાં ડિમોલેશન બાદ રોડ પોહલા કરવા માટેની કામગીરી યોજવામાં આવી હતી ત્યારે કેટલાક રસ્તાઓને સ્માર્ટ રોડ તરીકે વિકસાવી દેવામાં આવ્યા છે પરંતુ દાહોદ શહેરનો હાર્દ સમાં ગણાતો સ્ટેશન રોડ એ રોડમાં વોટર અને ભૂગર્ભની લાઈનોના અમુક કામો બાકી હતા તેને લઈને આ રોડ બનવાની કામગીરી ખોરંભે પડી હતી અને ચોમાસાની ઋતુ શરૂ થઈ જતા દાહોદ શહેરમાં વરસતા વરસાદની વચ્ચે જે પ્રમાણે રસ્તાઓ ઉપર પાણી ભરાઈ જવાની ઘટનાઓ બનતી હતી તેમજ સાથે સાથે તે દુકાનદારોની દુકાનોમાં પણ પાણી ભરાઈ જવાની ઘટનાઓ બનતી હતી તેને લઈને નગરપાલિકા દ્વારા જે ઓપન ગટરો છે તેને પાણીના નિકાલ માટે ખુલ્લી કરી દેવામાં આવી હતી જ્યારે તે ઓપન ગટોરોને ખુલ્લી કરવામાં આવી તો તેમાંથી નીકળતા જે લોખંડના સળિયા છે તે ઉપરના ભાગે આવી જતા વાહન ચાલકો માટે ભય સમાન હતા મોતને નોતરું આપે તે પ્રકારના રોડ ઉપર ખાડા ગટરોના ખુલ્લા પડેલા ભાગો તેમજ સ્ટેશન રોડ ઉપરનો ભંગાર હાલતમાં તૂટેલી તૂટેલી હાલતમાં રોડ હોવાના કારણે તેમાં નગરપાલિકા દ્વારા મેટલ નાખી અને પુરણ કરવામાં આવ્યું હતું પરંતુ દાહોદમાં જાગૃત નાગરિકો દ્વારા વિરોધ દર્શાવ્યા બાદ બપોરના સમયે દાહોદ શહેર કોંગ્રેસ દ્વારા દાહોદના સ્ટેશન રોડ વિવેકાનંદ ચોક સામે આવેલા ઓપન ગટરને ખુલ્લી કરેલા ભાગમાં વિરોધ દર્શાવી ત્યાં ભાજપના ઝંડાઓ ઊભા કરી અને નગરપાલિકા વિરોધી નગર પ્રમુખ વિરોધી તેમજ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ વિરોધી નારાઓ મારી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો તેમનું કહેવું હતું કે દાહોદને સ્માર્ટ સિટી તરીકેનું બિરુદ ન આપવું જોઈએ જો કે તેને ખાડા સીટી તરીકે જાહેર કરવી જોઈએ તેવો વિરોધ કરવામાં આવ્યો હતો સાથે જ દાહોદના પૂર્વ સાંસદ પ્રભાબેન તાવીયાડે જણાવ્યું હતું કે દાહોદની નગરપાલિકા કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે અને દાહોદ શહેરમાં લોકોને પડતી સમસ્યાઓ વિશેના નિરાકરણ લાવે જોકે દાહોદ શહેર કોંગ્રેસ દ્વારા મોટી સંખ્યામાં સ્ટેશન રોડ ઉપર ઉપસ્થિત રહી ભાજપના ઝંડાઓ ખાડાઓમાં તેમજ ગટરના ખુલ્લા ભાગમાં ઊભા કરી અને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો

Editor & Chief Naeem Munda
Editor Faizan Khan

તમારા ધંધા રોજગારની જાહેરાત બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે સંપર્ક કરો સમાચારો માટે અમારો સંપર્ક કરો
9427846262…9879867333

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

पत्रकार बंधु भारत के किसी भी क्षेत्र से जुड़ने के लिए सम्पर्क करें