બ્રેકીંગ ન્યુઝ
દાહોદ:નરાધમ હત્યારા આરોપીને પોલીસે સાથે રાખી બાળકીની હત્યા કેવી રીતે નીપજાવી હતી તેનું રીકન્ટ્રક્શન ... દાહોદ:પીડીત પરીવારને સાંત્વના પાઠવવા વિરોધ પક્ષના નેતાઓનો તાતો લાગ્યો દાહોદ:ચેતર વસાવા પીડીત પરીવારની મુલાકાત લેવા પહોંચ્યા દાહોદ:શાળાના આચાર્યએ ૬ વર્ષની દીકરી જોડે દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ,પ્રિન્સિપાલન... દાહોદ:હિટ એન્ડ રન અકસ્માતમાં મૃત્યુ પામનાર પરીવારોને 2 લાખના સહાય ચેક અર્પિત કરાયા દાહોદ:ઔધોગિક તાલીમ સંસ્થા કેન્દ્ર ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ દાહોદ:સ્વચ્છતાહી સેવા અભિયાન અંતર્ગત સફાઈ વિષયને લઈ ચીત્ર સ્પર્ધા યોજાઈ દાહોદ:મંત્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કબડ્ડીની સ્પર્ધા યોજાઈ દાહોદ:જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં કલેક્ટરનો આદેશ, પડતર અરજીઓ પ્રત્ય... દાહોદ:નમ આંખે બાપ્પાને વિદાય આપતા ભક્તો...

દાહોદ:શાળામાં બાળકો ઝગડ્યા, કોર્ટે આચાર્યને કર્યો અઢી લાખનો દંડ

રીપોર્ટર નઈમ મુન્ડા દાહોદ

દાહોદની ગઢોઈ રેલ ફળીયા પ્રાથમિક શાળાના આચાર્યને બાળકોના ઝગડામાં બેદરકારી બદલ નામદાર સિવિલ કોર્ટએ પ્રિન્સિપાલને અઢી લાખ રૂપિયાનો દંડ ફટકારતા શિક્ષણ આલમમાં સ્તબધાનો માહોલ છવાયો હતો

ઘરેથી બાળક શાળામાં અભ્યાસ લેવા જતા હોય છે ત્યારે બાળકોની સંપૂર્ણ જવાબદારી શાળાના પ્રિન્સિપાલની રહેતી હોય છે તેવો સમાજમાં દાખલો બેસાડવાના ભાગરૂપે દાહોદની નામદાર સિવિલ કોર્ટે સમાજમાં ઉત્તમ ઉદાહરણ માટે બાળકોના ઝગડા માટેના કેસમાં જજમેન્ટ આપ્યું છે

દાહોદ તાલુકાની ગઢોઈ ગામની રેલ ફળીયા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો વચ્ચે આજથી ત્રણેક વર્ષ અગાઉ રીશેષ ટાઈમમાં ઝગડવાનો કિસ્સો બન્યો હતો જેમાં તેજ શાળામાં અભ્યાસ કરતા બે બાળકો ઝગડી પડતા એક બાળકે તે બાળકને માર મારતા તે બાળક બેહોશ થઈને નીચે ઢળી પડ્યો હતો જોકે આવા ગંભીર પ્રકારના કિસ્સામાં હાજર શિક્ષકે તે ઈજાગ્રસ્ત બાળકને હોસ્પિટલ પહોંચાડવાના બદલે બાળકના ઘરે મુકી આવ્યા હતા જયારે દુઃખથી તપડતા બાળકના માતા પીતા ખેતરેથી કામ કરી ઘરે આવતા તેમના ઈજાગ્રસ્ત બાળકને દેખી તેઓ તુરંત દાહોદના ખાનગી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા જ્યાં બાળકના ઘૂંટણના ભાગે ફેક્ચર હોવાનું તબીબ દ્રારા જણાવવામાં આવ્યું હતું તેની સારવાર દરમિયાન પોલીસનો મેમો આપતા પરીવારના સભ્યો તાલુકા પોલીસ મથકે ફરિયાદ આપવા ગયા ત્યાં શાળાના શિક્ષકે મામલાને રફેદફે કરવા સમાધાનનો માર્ગ અપનાવયો હતો જેથી તાલુકા પોલીસે સ્ટેશન ડાયરીમાં ગુનાની નોંધ કરી તેમને જવા દેવામાં આવ્યા હતા અને આ મામલે 2020 ના સમયગાળા દરમિયાન તત્કાલીન પોલીસ અધિક્ષકની ઓફિસમાં રજુઆત કરતા ત્યાંથી પણ બાળક વિશે યોગ્ય કાર્યવાહી ન કરાતા ઈજાગ્રસ્ત બાળકના પિતાએ દાહોદના બુરહાનઉદ્દીન કાયદાવાલા વ્રજ શાહ અને રહિમા અંસારી જેવા વકીલોનો સંપર્ક કરતા વકીલોએ કેસ ફાઈલ કરી દાહોદની નામદાર જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટમાં પરીવારના સભ્યોએ ક્રિમિનલ ઈન્કવાયરી દાખલ કરાવી હતી અને જણાવ્યું હતુ કે આ કેસમાં એફ આઈ આર દાખલ થવી જોઈએ પરંતુ બાળકોની ઉંમર 8 કે 9 વર્ષની હોવાના કારણે ઇન્ડિયન પીનલ કોડની કલમ 83 પ્રમાણે નાના બાળકો ઉપર કેસ કરવાની મંજુરી નથી આ કલમ નથી આપી શકતી એટલે આ કેસને દફતરે કરવામાં આવ્યો અને ત્યાં જુવેનાઈલ બોર્ડ સમક્ષ એટલેકે બાળ અદાલતમાં આ કેસને મુકવામાં આવ્યો પરંતુ ત્યાં પણ નાની ઉંમરના બાળકો સામે કાર્યવાહી કરવા સામે નાની ઉંમરના બાળકો સામે કાનૂની કાર્યવાહી કરવા માટેની પ્રોટાઇટ એટલે કે પ્રતિબંધ ફરમાવે છે એટલે ત્યાં પણ બાળકોના ઝગડાને ન્યાય ના મળ્યો જયારે આ કેસને 28/04/2023 ના રોજ દાહોદની નામદાર સિવિલ કોર્ટમાં એડવોકેટ બુરહાનઉદ્દીન એમ કાયદાવાળા દ્રારા બાળકોના ઝગડાનો સિવિલ દાવો દાખલ કરાયો ત્યારે જે બાળકે જે બાળકને માર્યો હતો તેના પીતાને પક્ષકાર તરીકે દાખલ કરાયા તેમજ તે શાળાના પ્રિન્સિપાલ વિનોદભાઈ બદુભાઈ રાઠોડને પણ પક્ષકાર તરીકે દાખલ કરાયા જયારે આ રજુ કરાયેલો બાળકોના ઝગડાનો દાવો સિવિલ કોર્ટમાં 1 વર્ષ અને 2 મહિના સુધી ચાલયો હતો જેમાં આ કેસમાં લીગલ એસોસિએટ તરીકે રહીમાબેન અંસારી દ્રારા આ શાળાના પ્રિન્સિપાલ ઉપર લીગલ રિસર્ચ વર્ક કર્યું હતું જયારે જજમેન્ટ તરફ જતા બાળકોના ઝગડાના કેસમાં બુરહાનઉદ્દીન કાયદાવાળા વ્રજ શાહ અને રહીમાબેન અંસારી દ્રારા આર્ગ્યુમેન્ટ કરાયા ત્યારે અથાગ દલીલોને નામદાર કોર્ટના જજ દ્રારા તેમની દલીલોને ગ્રાહ્ય રાખી અને ગઢોઈ રેલ ફળીયા પ્રાથમિક શાળાના આચાર્યને અઢી લાખ રૂપિયાનો દંડ ફ્ટકાર્યો તેમજ માર મારનાર બાળકના પીતાને પણ અઢી લાખ રૂપિયાનો દંડ ફટકારી અને આ રકમ વળતરના ભાગરૂપે એક મહિનાના સમયગાળા દરમિયાન આપવાની રહેશે તેવો હુકમ ફરમાવતા શિક્ષણ જગતમાં ફફડાટ સાથે સ્તબધાનો માહોલ છવાયો હતો જયારે આ કેસનો ચુકાદો આવતા જિલ્લાભરમાં ચકચાર મચી હતી જોકે શાળાના આચાર્યએ આ ઘટનાની જાણ શાળાના સંચાલક મંડળને પણ કરવામાં આવી ન હતી જિલ્લા શિક્ષણ અધિકારીને પણ આ ઘટનાની જાણ નહોતી કરાઈ એટલુંજ નહી બન્ને બાળકોના પીતા જેમાંથી મારનાર બાળકના પીતા અને ઈજાગ્રસ્ત બાળકના પીતાને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી ન હતી એટલે આચાર્ય પોતાની ફરજ બજાવવા માટેની ચૂક કરતા તેમને આ સજા મળી છે જયારે નામદાર સિવિલ કોર્ટ દ્રારા દાહોદના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી છે તેમને લેખિતમાં કોર્ટે પત્ર લખી જાણ કરી ગઢોઈ રેલ ફળીયા પ્રાથમિક શાળાના આચાર્યની આવી ગંભીર બેદરકારી બદલનો જવાબ માંગવામાં આવ્યો છે ત્યારે નામદાર કોર્ટના આ એતિહાસિક જજમેન્ટને લઈને તેનો હેતુ એકજ છે કે સમાજમાં આ પ્રકારના દાખલા બેસાડવા માટે અને શાળાના બાળકો પ્રત્યે શાળાના આચાર્યશ્રીઓ ગંભીર બને શાળામાં બનતા બાળકો વચ્ચેના ઝગડાઓની આવી ઘટનાઓ અટકે તે માટે સમાજમાં દાખલો બેસાડતો નામદાર સિવિલ કોર્ટના જજ સાહેબે આ ચુકાદો આપ્યો છે

Editor & Chief Naeem Munda
Editor Faizan Khan

તમારા ધંધા રોજગારની જાહેરાત બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે સંપર્ક કરો સમાચારો માટે અમારો સંપર્ક કરો
9427846262…9879867333

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

पत्रकार बंधु भारत के किसी भी क्षेत्र से जुड़ने के लिए सम्पर्क करें