બ્રેકીંગ ન્યુઝ
દાહોદ:નરાધમ હત્યારા આરોપીને પોલીસે સાથે રાખી બાળકીની હત્યા કેવી રીતે નીપજાવી હતી તેનું રીકન્ટ્રક્શન ... દાહોદ:પીડીત પરીવારને સાંત્વના પાઠવવા વિરોધ પક્ષના નેતાઓનો તાતો લાગ્યો દાહોદ:ચેતર વસાવા પીડીત પરીવારની મુલાકાત લેવા પહોંચ્યા દાહોદ:શાળાના આચાર્યએ ૬ વર્ષની દીકરી જોડે દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ,પ્રિન્સિપાલન... દાહોદ:હિટ એન્ડ રન અકસ્માતમાં મૃત્યુ પામનાર પરીવારોને 2 લાખના સહાય ચેક અર્પિત કરાયા દાહોદ:ઔધોગિક તાલીમ સંસ્થા કેન્દ્ર ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ દાહોદ:સ્વચ્છતાહી સેવા અભિયાન અંતર્ગત સફાઈ વિષયને લઈ ચીત્ર સ્પર્ધા યોજાઈ દાહોદ:મંત્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કબડ્ડીની સ્પર્ધા યોજાઈ દાહોદ:જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં કલેક્ટરનો આદેશ, પડતર અરજીઓ પ્રત્ય... દાહોદ:નમ આંખે બાપ્પાને વિદાય આપતા ભક્તો...

દાહોદનો નેશનલ હાઈવે રાત્રીના સમયે મુસાફરો માટે બન્યો સુરક્ષિત,પોલીસે અપનાવી આધુનિક ટેક્નોલોજી

Analysis By :- Naeem Munda

દાહોદનો નેશનલ હાઈવે રાત્રીના સમયે મુસાફરો માટે બન્યો સુરક્ષિત,પોલીસે અપનાવી આધુનિક ટેક્નોલોજી

જે પ્રમાણે રાત્રીના સમયે નેશનલ હાઈવે ઉપર અને જંગલમાંથી પસાર થતા દેશના હાઈવેને વધુ સુરક્ષિત કરવા માટે પોલીસ અને નેશનલ હાઈવે વિભાગ દ્રારા સેનાના જવાનોનો સહારો લઈને મુસાફરોની સલામતીનું હીત જાળવાતું હોય છે આજ પ્રમાણે દાહોદમાંથી પસાર થતો ઇન્દોર અમદાવાદ 47 નેશનલ હાઈવે ઉપર પણ ભૂતકાળના સમયમાં રાત્રીના સમયે તેમજ ધોળા દિવસે પણ લુંટ વીથ મર્ડરની ઘટનાઓ અને હાઈવે રોબરીની ઘટનાઓ અઢળક બનતી હતી પરંતુ જે તે સમયે પોલીસ દ્રારા આરોપીઓને પકડવાની કાર્યવાહી દરમિયાન થોડા દિવસ શાંતિ રહેતી હતી અને ફરી પાછી એક અઠવાડિયા પછી હાઈવે રોબરીની ઘટનાઓ બનતી જતી હતી પોલીસ વિભાગ માટે પણ આ ઘટનાઓને રોકવા માટે મુશ્કેલી ભર્યું હતું પરંતુ થોડા વર્ષો અગાઉ રેન્જ આઇજી અને પોલીસવડા દ્રારા હાઇવેને મુસાફરોની સલામતીને સુરક્ષિત કરવા માટે ભથવાડા ટોલ નાકાથી મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલા ખંગેલા ગામ સુધી સુરક્ષિત કરી દેવામાં આવ્યો હતો જેમાં પોલીસ વિભાગે કાયમી કરવા માટે અને મુસાફરોની સલામતી માટે દર 10 કિલો મીટરની અંતરમાં પોલીસ સહાયતા કેન્દ્ર ઉભા કર્યા જેને 24 કલાક માટે મુસાફરોની સલામતી માટે ઉભા કરવામાં આવ્યા હતા જેમાં ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે જેમાંથી 70 કિલો મીટરની હદ દાહોદ જિલ્લાની હદમાંથી પસાર થતો હોવાને લઈને પોલીસ સહાયતા કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા હતા જેતે સમયે અલગ અલગ પોલીસ અધિકારીઓએ હાઈવે રોબરીના આરોપીઓને ઝડપી જેલ ભેગા પણ કર્યા હતા જોકે હવે નહિવત ગણાતી હાઈવે ઉપર રોબરીની ઘટનાઓ બને છે પરંતું આધુનિક ટેક્નોલોજી અને સાયબર માટેના નિષ્ણાંત મનાતા ડૉ રાજદીપસિંહ ઝાલાએ દાહોદ પોલીસ અધિક્ષકનો ચાર્જ લેતા તેમને થોડા મહિનાઓ અગાઉ આધુનિક અને ટેક્નોલોજીનો સહારો મેળવી હાઈવે ઉપર મુસાફરી કરતા મુસાફરોની સુરક્ષા માટે મહત્વનો ફાળો આપી અને હાઈવેની સુરક્ષા પુરી પાડી રહ્યા છે

દાહોદના હાઈવે ઉપર કયા પ્રકારની ટેક્નિક વાપરવામાં આવી રહી છે

ગુજરાતના આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાંથી પસાર થતા ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે ઉપરથી જયારે વાહન ચાલકો સાંજના અને રાત્રીના સમયે પસાર થવા માટે ભયના ઓથા હેઠળ કચવાટ કરતા રસ્તો પસાર કરતા હતા ત્યારે હવે દાહોદ પોલીસ દ્રારા નવતર પ્રયોગનો અભિગમ અપનાવી રાત્રીના સમયે મુસાફરોની સલામતી માટે હાય રીઝોલેશનથી સજ્જ ડ્રોન કેમેરાને અવકાશમાં ઉડાવી પીટોલ બોર્ડરથી ભથવાડા ટોલ નાકા સુધી વિડિઓ ગ્રાફી કરી નજર રાખવામાં આવે છે સાથેજ પોલીસની આખા હાઈવે દરમિયાન 13 જેટલી ગાડીઓ ક્રોસ કરીને પેટ્રોલિંગ કરતી પણ નજરે પડે છે જોકે આમતો પોલીસ અધિક્ષક તરીકે ડૉ રાજદીપસિંહ ઝાલાએ ચાર્જ લીધા બાદથી લઈને અત્યારસુધી હાઈવે રોબરીની ઘટના બની નથી પરંતુ તેમ છતાંય હાઈવે ઉપર રાત્રીના સમયે એકલ દોકલ દોડતા વાહનો ઉપર પોલીસનો ડ્રોન કેમેરો નજર બનાવીને રાખે છે

દાહોદના હાઇવેને જિલ્લા પોલીસવડા દ્રારા ત્રણ કેટેગરીમાં વિભાજીત કરાયો છે

દાહોદ જિલ્લા પોલીસવડા દ્રારા ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવેને ત્રણ કેટેગરીમાં વિભાજીત કરાયો છે જેમાં ક્રિટિકલ, નોન ક્રિટિકલ, અને સમ ક્રિટિકલ ઝોનમાં પરિવર્તિત કરાયો છે જયારે હાઈવે ઉપર ઉભા કરેલા પોલીસ સહાયતા કેન્દ્રોને પણ આધુનિક સુવિધા યુક્ત પ્રદાન કરવામાં આવ્યા છે પોલીસ સહાયતા કેન્દ્રોની સાથે સાથે એક પછી એક પોલીસના 13 વાહનો ક્રોસ પેટ્રોલિંગ કરતા પણ નજરે પડે છે પોલીસની બાજ નજર ગણાતા હાઈરિઝોલેશન ડ્રોન કેમેરાની ખાસિયત પર નજર કરીએ તો પોલીસનો ડ્રોન કેમેરો નાઈટ વિઝન ધરાવે છે હાઈવે તેમજ તેની આસપાસના જંગલ અને અવાવરું વિસ્તારો ખીણ અને માનવ સહિતના વિસ્તારોમાં કોઈપણ પ્રકારની ઘટના અથવા મુશ્કેલી ઉભી થાય તો તેને કેપચર કરી પોલીસને ગુનાઓ શોધવામાં સફળતા અપાવે છે

રાત્રીના સમયે ગાડી પંચર પડે અથવા ઉભી થાય તો પોલીસ તમારી પાસે તાત્કાલિક આવી પહોંચે છે

જો તમે દાહોદના ઇન્દોર અમદાવાદ 47 નેશનલ હાઈવે ઉપર રાત્રીના સમયે મુસાફરી કરો છો અને તમારી ગાડી પંચર પડે અથવા ટેક્નિકલ ખામી પહોંચે અને તમારી ગાડી આગળ ન જઈ શકે તેવા સમયે માત્ર 10 મિનિટના અરસામાં પોલીસ તમને સુરક્ષા પ્રદાન કરવા માટે આવી પહોંચશે ભથવાડા ટોલ નાકાથી પીટોલ બોર્ડરના ખંગેલા હાઇવેની 70 કિલો મીટરની રેન્જમાં ઉભી થયેલી ગાડીની લાઈટ દેખી પોલીસની બાજ નજર ગણાતો ડ્રોન કેમેરો પલક ઝપકતા ગાડીની ઉપર આવીને ઉભો થઈ જશે અને પાછળથી આવતા પોલીસના વાહનો તમને સહાયતા આપશે એટલુંજ નહી પોલીસ તમારી ગાડીને સહાયતા કેન્દ્ર ઉપર પણ લઈ જશે પોલીસના જવાનો પંચર કાઢવાના સાધનો સાથે તમારી પાસે હાજર થશે જેમાં પોલીસના હાઈવે ઉપર ઉભા કરેલા સહાયતા કેન્દ્રો પરથી તમને દરેક સલામતી માટેની સુવિધા પુરી પાડી વાહન ચાલકો અને મુસાફરોની સલામતીની સુરક્ષાને બખુબી રીતે પોલીસના જવાનો નિભાવી અને રાત્રીના ઉજાગરા કરી સલામતી આપતા જોવા મળતા હોય છે

દાહોદના ભૂતકાળના હાઇવેની સુરક્ષા અને વર્તમાન હાઇવેની સુરક્ષામાં સુધાર આવ્યો છે

ભૂતકાળમાં દાહોદના ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે ઉપરથી રાત્રિના અને સાંજના સમયે પસાર થતા વાહનચાલકો અને મુસાફરો ડરના માહોલ વચ્ચે મુસાફરી કરતા જોવા મળતા હતા પરંતુ હવે બદલાતા જમાનાના વેણમાં દાહોદ પોલીસે પણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને હાઇવેના મુસાફરોની સલામતીની સુરક્ષા પુરી પાડવામાં માટે સક્ષમ જોવાઈ રહી છે તો હવે રાત્રિના સમયે અને સાંજના સમયે તેમજ દિવસના 24 કલાક દરમિયાન તમે ગમે તેવી મુસાફરી કરી શકો છો કોઈપણ ડર અને ભય વિના

દાહોદના હાઇવે ઉપર બનતા અકસ્માતમાં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે

દાહોદના ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે ઉપર રાત્રિના સમયે તેમજ દિવસ દરમિયાન થતા અકસ્માતોની વણઝાર વચ્ચે નિર્દોષ વાહન ચાલકો મોતને ભેટતા હતા પરંતુ દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા દ્વારા તેમાં પણ સુધાર કરવામાં આવ્યો હાઈવે ઉપર ચાલતા વાહન ચાલકો જેમા ટુ વ્હીલર ફોરવીલર થ્રી વહીલર જેવા વાહન ચાલકો માટે નિયમો બનાવી અને દંડિત કરવામાં આવ્યા જેથી હાઇવે ઉપર થતા અકસ્માતોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે જેમાં રોંગ સાઈડ ઉપરથી આવતા વાહન ચાલકોને દંડિત કરવાનું કામ, હેલ્મેટ વગર હાઇવે ઉપર મુસાફરી કરતા વાહન ચાલકોને દંડિત કરાઈ રહ્યા છે, સાથે જ ટ્રાફિકના નિયમોને નેવે મૂકી વાહન હંકારતા વાહન ચાલકોને પણ દંડિત કરવામાં આવી રહ્યા છે, તેને લઈને જિલ્લા ટ્રાફિક પોલીસના અભિગમ પ્રયાસથી હાઈવે ઉપર થતા અકસ્માતોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે

Editor & Chief Naeem Munda
Editor Faizan Khan

તમારા ધંધા રોજગારની જાહેરાત આપવા માટે અમારો સંપર્ક કરો તેમજ સમાચારોની માહિતી આપવા માટે આપેલા મોબાઈલ નંબરો ઉપર અમારો સંપર્ક કરો
9427846262…9879867333

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

पत्रकार बंधु भारत के किसी भी क्षेत्र से जुड़ने के लिए सम्पर्क करें