Editor & Chief :- Naeem Munda
Editor :-Faizan Khan
દાહોદમાં સફાઈ કર્મીઓની અચોક્કસ મુદ્દતની હડતાલ બાદ મહદઅંશે માંગો સ્વીકારાતા સફાઈ કર્મીઓએ હડતાલ સમેટી
ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી સફાઈ કર્મચારીઓ પોતાની પડતર માંગોને લઈને વિરોધ પ્રદર્શનો કરી રહ્યા હતા છેલ્લે કેટલીય વખત તેમને મનાવી લઈ હડતાલ સમેટવા સુધીના સમાધાનો થતા આવી રહ્યા છે જેમાં સફાઈ કર્મચારીઓ પોતાની 14 જેટલી પડતર માંગોને લઈને અડગ હતા જેમાંથી સરકાર દ્રારા તેમને મહદઅંશે રાહતો અપાતા સફાઈ કર્મીઓ પોતાની માંગોને લઈને હડતાલ સમેટી લેતા હતા
જયારે છેલ્લા કેટલાય દિવસથી ગુજરાતની સાથે સાથે દાહોદમાં પણ વાલ્મિકી સમાજના સફાઈ કર્મચારીઓ સરકાર પાસે વિવિધ માંગીઓને લઈને ધરણા વિરોધ હડતાલ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરતા આવતા હતા આજથી થોડા દિવસો અગાઉ પણ સફાઈ કર્મચારીઓ જયારે પોતાની પડતર માંગોને લઈને રેલી સ્વરૂપે નીકળી મામલતદારને આવેદન આપી ચીમકી ઉચ્ચારી હતી કે આઠ દિવસમાં અમારી પડતર માંગણીઓ નહી સ્વીકારાય તો અમે અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરીશું
અને તેમની માંગો ન સ્વીકારાતા તારીખ 19 જુલાઈ શુક્રવારના દિવસે નગરપાલિકા સામે અચોક્કસ મુદ્દતની હડતાલને લઈને વિરોધ કરી રહ્યા હતા ત્યારે પાલિકામાં પ્રમુખ હાજર ન હતા તેમ છતાંય પાલિકાના મુખ્ય અધિકારી પાલિકાના પુર્વ કારોબારી સભ્ય અને ઉપપ્રમુખ દ્રારા સફાઈ કર્મીઓના સંગઠનના ગુજરાતમાંથી આવેલા આગેવાનો જોડે બેઠક યોજી યોગ્ય માંગો સ્વીકારવા ભાર અપાયો હતો જેમાંથી સફાઈ કર્મીઓની 14 જેટલી પડતર માંગણીઓમાંથી 6 જેટલી માંગો સ્વીકારાય હતી જેમાં (૧) દાહોદ પાલિકામાં મંજુર થયેલા સફાઈ કામદારોના મહેકમ પૈકીની ખાલી પડેલી જગ્યા ઉપર ભરતી પ્રક્રિયા માટે ટુંક સમયમાં દરખાસ્ત કરાશે (૨) કાયમી કર્મચારીઓને સરકારના નિયમો અનુસાર સ્ટીકરની કામગીરી સરકારમાં સાદર કરી કામગીરી ઝડપથી પૂર્ણ કરાશે (૩) જે કોઈપણ કર્મચારીઓના બાકી ગ્રેજ્યુએટી ક્ર્માનુસાર સત્વરે ચૂકવાશે (૪) રોજમદાર કર્મચારીઓને લઘુતમ વેતન અધિનિયમ લેબર કોર્ટના વખતો વખત પર્વતમાન દરો મુજબ ચૂકવવામાં આવે છે તેમજ આગામી સમયમાં પર્વતમાન દરોમાં વધારો હશે તો આગામી સમયમાં યોજાનારી સામાન્ય સભામાં મંજુર કરી ચુકવણું કરાશે (૫) દાહોદ નગરપાલિકાના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા તમામ સફાઈ કર્મચારીઓને દર માસે નિયમિત રીતે પગાર ચૂકવાશે છેલ્લી માંગ જે (૬) દાહોદ નગરપાલિકાના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા કાયમી કર્મચારીઓના ફરજ દરમિયાન મૃત્યુ થયેલ સંજોગોમાં તેમના આશ્રિતને સરકારના પરિપત્રને ધ્યાને લઈ રહેમરાહે નિમણુંક આપવા કાર્યવાહી કરાશે
આ છ માંગો સ્વીકારાય જતા દાહોદના સફાઈ કર્મચારીઓએ પોતાની અચોક્કસ મુદ્દતની હડતાલ સમેટી લીધી છે હવે જોવાનું એ છે કે 14 માંથી 6 માંગો પાલિકાના અધિકારી અને પદાધિકારીઓ દ્રારા સ્વીકારાય ગઈ છે ત્યારે આવનાર સમયમાં આ માંગો નહી સ્વીકારાય ત્યારે ફરીથી સફાઈ કર્મચારીઓ પોતાની પડતર માંગોને લઈને હડતાલ પર ઉતરી વિરોધ નોંધાવી શકે છે
ત્યારે અચોક્કસ મુદ્દતની હડતાલ સમેટવા માટે સફાઈ કર્મીઓના આગેવાનોની ઉપસ્તીથીમાં લેખિતમાં 6 માંગો સ્વીકારવા માટેની બાંહેધરી અપાતા અચોક્કસ મુદ્દતની હડતાલ પર ગયેલા સફાઈ કર્મીઓએ હડતાલ સમેટી કામ પર પરત ફર્યા હતા