દાહોદ જિલ્લાના સીંગવડ મુકામે બનેલી દીકરીની હત્યાની ઘટનાને લઈને રાજકારણીઓ પીડિત પરિવારની મુલાકાતે આવી સાંત્વનાઓ પાઠવી રહ્યા છે જેમાં આજના દિવસે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને હોદ્દેદારો સીંગવડ મુકામે પીડિત પરીવારના ઘરે પહોંચી પરિવારના દુઃખમાં સામેલ થઈ રહ્યા છે ત્યારે બીજી બાજુ સરકાર ઉપર પણ વિરોધ પક્ષના નેતાઓ દ્રારા આવી ઘટનાઓને લઈને આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે ત્યારે આજે કોંગ્રેસના મહિલા પ્રદેશ અધ્યક્ષ ઝૈનીબેન ઠુંમ્મર અને તેમની સાથે ચંદ્રિકાબેન બારીયા પ્રભાબેન તાવીયાડ નિરાલીબેન પરમાર તસ્નીમ નલાવાલા અને જિલ્લાના અને શહેરના કોંગ્રેસના નેતાઓ કાર્યક્રતાઓ તેમજ હોદ્દેદારો પીડિત પરિવારને સાંત્વના પાઠવવા પહોંચ્યા હતા ત્યાં દીકરી જોડે બનેલી ઘટના સાંભળી હતી અને ત્યારબાદ પીડિત પરિવારના સભ્યો સાથે ગળે મળી દુઃખ વ્યક્ત કરતા પણ નજરે ચડ્યા હતા
ત્યારે ઝૈનીબેન ઠુંમ્મરે જણાવ્યું હતુંકે અહીંયાના સ્થાનિક નેતાઓ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીના ફુરસત નઈ મળી હોય પણ તમારી ફુરસતના લીધે સલામત ગુજરાતની ફક્ત વાતો સાંભળવા માટે હવે અમને લાગે છે કે અમારા કાનને પ્રસરાવાની જરૂર નથી અને અમારી રક્ષા અમને પોતેજ કરવાદો પછી તમારે અમારૂ જે કરવું હોય તે કરો અને આવી ઘટનાઓને લઈને તમારા રુવાડા ઉભા નથી થતા તેવા આક્ષેપો મુકી ઝૈની બેન ઠુંમ્મર અને કોંગ્રેસની મહિલા હોદ્દેદારો દાહોદ જિલ્લા સેવા સદન ખાતે આવ્યા હતા ત્યાં તેમને જિલ્લા કલેકટરને આવેદન આપી રજુઆત કરવામાં આવી હતીકે કાળા કાચની ગાડીઓ ઉપર પ્રતિબંધ છે તેમ છતાંય કાળા કાચની ગાડીઓ કેમ ફરે છે જો એ ગાડી કાળા કાચની ના હોતતો તો કૃત્ય ના થયું હોત અને આ આરોપીને આજીવન કારાવાસ નહિ પરંતુ ફાંસી નિજ સજા મેળવી જોઈએ જેથી આ આરોપી ઉપલી અદાલતોમાં જઈને છુટકારો ના મેળવી શકે તેવી રજુઆતો બાદ અન્ય કોંગ્રેસના હોદ્દેદારો અને મહિલા હોદ્દેદારોએ પણ આ ઘટનાને લઈને રજુઆત કરવામાં આવી હતી જેમાં એક શુરે આરોપીને ફાંસીના માચંડે લટકાવવા માટેની માંગ કરાઈ હતી જયારે આવેદન પત્ર આપ્યા બાદ ઝૈનીબેન ઠુંમ્મર અને તેમનો કાફલો દાહોદના જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યો હતો જ્યાં પત્રકારો સાથે પ્રેસ વાર્તાલાપ યોજી કેન્દ્ર અને રાજ્ય સરકાર ઉપર ગંભીર આક્ષેપો મુકી ગુજરાત અને દેશમાં બનતી મહિલાઓ જોડેની ઘટનાઓએ લઈને વિરોધ દર્શાવાયો હતો
તમારા ધંધા રોજગારની જાહેરાત વિડિઓ અને ફોટોમાં ઇન્સ્ટાગ્રામ,ફેસબુક,યુટ્યૂબ,ટ્વીટ્ટર, અને વેબ સાઈટ જેવા સોશિયલ મીડિયાના ડિજિટલ પ્લેટફાર્મ ઉપર બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે નીચે આપેલા નંબરો ઉપર કોન્ટેક્ટ કરો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોટો અને વિડિઓની સ્ટોરી પણ મુકવામાં આવશે સાથેજ સમાચારોની જાણકારી આપવા માટે પણ અમારો સંપર્ક કરો
Editor in Chief:Naeem Munda, Mo, 9879867333,9427846262