બ્રેકીંગ ન્યુઝ
દાહોદ:નરાધમ હત્યારા આરોપીને પોલીસે સાથે રાખી બાળકીની હત્યા કેવી રીતે નીપજાવી હતી તેનું રીકન્ટ્રક્શન ... દાહોદ:પીડીત પરીવારને સાંત્વના પાઠવવા વિરોધ પક્ષના નેતાઓનો તાતો લાગ્યો દાહોદ:ચેતર વસાવા પીડીત પરીવારની મુલાકાત લેવા પહોંચ્યા દાહોદ:શાળાના આચાર્યએ ૬ વર્ષની દીકરી જોડે દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ,પ્રિન્સિપાલન... દાહોદ:હિટ એન્ડ રન અકસ્માતમાં મૃત્યુ પામનાર પરીવારોને 2 લાખના સહાય ચેક અર્પિત કરાયા દાહોદ:ઔધોગિક તાલીમ સંસ્થા કેન્દ્ર ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ દાહોદ:સ્વચ્છતાહી સેવા અભિયાન અંતર્ગત સફાઈ વિષયને લઈ ચીત્ર સ્પર્ધા યોજાઈ દાહોદ:મંત્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કબડ્ડીની સ્પર્ધા યોજાઈ દાહોદ:જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં કલેક્ટરનો આદેશ, પડતર અરજીઓ પ્રત્ય... દાહોદ:નમ આંખે બાપ્પાને વિદાય આપતા ભક્તો...

દાહોદ:શાળાના આચાર્યએ ૬ વર્ષની દીકરી જોડે દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ,પ્રિન્સિપાલની પોલીસે ધરપકડ કરી…

Crime Story By Naeem Munda Dahod

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળા ખાતે બાળકીના મોત મામલે પોલીસે ખુલાસો કરી હેવાનિયતથી ભરેલા હત્યારા આચાર્યને ઝડપી લીધો છે
દાહોદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં ચકચાર મચાવી મુકનાર ઘટના દાહોદના સીંગવડ મુકામેથી સામે આવી છે જેમાં ત્રણ દિવસ પહેલા સીંગવડના તોરણી ગામે આવેલ પ્રાથમીક શાળામાં ધોરણ ૦૧માં અભ્યાસ કરતી માસુમ ૦૬ વર્ષિય બાળકીનો મૃતદેહ પ્રાથમીક શાળામાંથી સાંજના ૦૬ વાગ્યાના આસપાસ મળી આવ્યો હતો. આ મામલે પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે બાળકીનું મોં દબાવી મોતને ઘાટ ઉતારી હોવાનું સામે આવતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ આરંભ કર્યાે હતો

ગુરૂ અને શિષ્યના સંબંધોને તાર તાર કરતો કિસ્સો સામે આવા પામ્યો છે જે સ્કુલનો હેડ માસ્ટર બાળકોના ઉજ્જવલ ભવિષ્ય માટે જાણીતો હોય છે તેજ હેડ માસ્ટર નાની 6 વર્ષીય દીકરી જોડે અડપલા કરતો હોવાથી દીકરી કોઈને કહી ના દે તે માટે દીકરીનું ગળુ દબાવી હેવાનિયતથી ભરેલા હત્યારા આચાર્યએ દીકરીની હત્યા કરી નાખી દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના તોરણી ગામમાં આવેલી માસી તોરણી પ્રાથમિક શાળા ખાતે ફરજ બજાવતો આચાર્ય ગોવિંદ નટ ગત તારીખ 19-9-2024 ના રોજ દીકરીના ઘરેથી દીકરીને પોતાની કારમાં બેસાડી અને સ્કુલે આવવા નીકળે છે

પરંતુ શાળા છૂટ્યા બાદ તમામ વિધાર્થીઓ પોત પોતાના ઘરે જતા હોય છે જયારે હેડ માસ્ટરની ગાડીમાં બેસીને ભણવા આવેલી દીકરી પરત શાળા છૂટ્યા બાદ પણ ઘરે ન આવતા પરિવારોજનો ચિંતિત બને છે અને દીકરીની શોધખોળ આદરે છે ત્યારે બંધ શાળાના કમ્પાઉન્ડમાં પરિવારના સભ્યો શોધવા નીકળે છે તો શાળાના પાછળના ભાગમાંથી દીકરીની ડેડબોડી મળી આવે છે

પરીવાર જનોને એમ લાગે છે કે દીકરી બે ભાન અવસ્થામાં છે પરંતુ દીકરીનું મોત થયેલું હતું જયારે દીકરીને સીંગવડ પીએચસી કેન્દ્ર ખાતે લઈ જવાઈ છે તો તબીબો દીકરીને લીમખેડા લઈ જવા સૂચના આપે છે અને લીમખેડા રેફરલ હોસ્પિટલના તબીબ દીકરીને મૃત જાહેર કરે છે

ત્યારે આ ઘટનાની જાણ પોલીસને કરાઈ છે ત્યારે જિલ્લા પોલીસવડા પ્રાંત અધિકારી મામલતદાર સહિતનો કાફલો લીમખેડા હોસ્પિટલ ખાતે દોડી આવી તપાસ આદરે છે તો જિલ્લા પોલીસવડા ડૉ રાજદીપસિંહ ઝાલા દીકરીના મોત મામલે રાતોરાત શાળા ખાતે ફોરેન્સિક ટીમ LCB SOG પોલીસની ટીમો સાથે દોડી આવે છે તો સાથેજ આ હેવાનિયતથી ભરેલા હત્યારા આચાર્યને પણ સાથે રાખી તપાસ હાથ ધરે છે તો પોલીસની ટીમો સાથે આ આચાર્ય પણ નિર્દોષ હોવાનો ઢોંગ રચી રહ્યો હોવાનું જણાઈ આવે છે

જયારે પોલીસ મરણ જનાર દીકરીના ઘરના સભ્યોની પુછપરછ હાથ ધરે છે ત્યારે પરીવાર જનો જણાવે છે કે શાળાના સમયે દીકરીને શાળાના આચાર્ય ગોવિંદ નટની ગાડીમાં બેસાડી ભણવા માટે મોકલી હતી અને શાળા છૂટ્યા બાદ પરત દીકરી ઘરે ન આવતા દીકરીની તપાસ હાથ ધરી ત્યારે અમારી દીકરી અમને શાળાના પાછળના ભાગેથી બે ભાન અવસ્થામાં મળી આવી હતી
ત્યારે પોલીસ આ હેવાનિયતથી ભરેલા આચાર્યની પુછપરછ હાથ ધરે છે ત્યારે તે પોલીસને જણાવે છે દીકરી મારી ગાડીમાં બેસીને તો આવી પરંતુ તે ઉતરીને ક્યાં ગઈ મને ખબર નથી અને હું મારા રોજિંદા કામ કાજમાં વ્યસ્થ હોવાથી મને આ દીકરીના મોત મામલે કોઈ જાણકારી નથી તેમ જણાવી પોતે નિર્દોષ હોવાનો ઢોંગ રચે છે
ગુનાની ગંભીરતા જોતા દાહોદ જિલ્લા પોલીસવડા ડૉ રાજદીપસિંહ ઝાલાએ દસ જેટલી ટિમોનું ગઠન કર્યું હતું અને તપાસ અર્થે દીકરીના ગામમાં શાળામાં અને અલગ અલગ જગ્યાઓ ઉપર તપાસ ટીમો મોકલવામાં આવી હતી જેમાંથી ગામમાં પુછપરછ હાથ ધરતા પોલીસની ટીમને જાણવા મળ્યું હતુંકે મરણ જનાર દીકરીની માતાએ સ્કુલે મોકલવા માટે પ્રિન્સિપાલની ગાડીમાં દીકરીને બેસાડી હતી

જયારે પોલીસની ટીમ શાળામાં પહોંચી તપાસ હાથ ધરે છે ત્યારે શાળામાં ભણતા 30 જેટલા બાળકો જોડે પોલીસે કુનેહપૂર્વક તેમની જોડે મીત્રતા કેળવી બાળકોને પૂછતા બાળકોને મરણ જનાર દીકરી વિશે પૂછતા કેટલાક બાળકોએ પોલીસ માટે હત્યારાને પકડવાનો માર્ગ મોકલો કરી નાખ્યો હતો જયારે પોલીસની પુછપરછમાં એક બાળકે એમ જણાવ્યું હતુંકે અમે શાળામાંથી છૂટ્યા બાદ ઘરે જતા સમયે આ બાળકીને આચાર્યની ગાડીમાં સુતેલી દેખી હતી ત્યારે બાળકીના હત્યારાને પકડવા માટેનો માર્ગ મોકલો થયો હતો
પોલીસની ટીમે શાળામાં ભણાવતા અલગ અલગ શિક્ષકોની પણ પુછપરછ હાથ ધરી હતી અને શાળાના આચાર્યની પુછપરછ હાથ ધરતા તેને જણાવ્યું હતુંકે બાળકીને ઘરેથી લાવી મેં શાળામાં ઉતારી દીધી હતી પછી દીકરી ક્યાં ગઈ મને ખબર નથી અને શાળા છૂટ્યા બાદ હું મારા ઘરે ચાલયો ગયો હતો અને બાળકીના વર્ગ શિક્ષકનો ફોન આવ્યો હતો જેમાં બાળકી ગુમ થઈ હોવાનું મને જણાવ્યું હતું પરંતુ પોલીસે આચાર્યના ફોનનું ટેક્નિકલ એનાલિસિસ કરતા પોલીસને જાણવા મળ્યું હતુંકે બાળકીને જે સ્થળેથી બેસાડી હતી ત્યાંથી શાળામાં આવવા માટે રોજિંદા સમય કરતા બનાવના દિવસે વધુ સમય કેમ લાગ્યો હતો તે અંગે હેવાનિયતથી ભરેલો આચાર્ય પોલીસ આગળ ભાંગી પડ્યો હતો અને પોપટની જેમ બોલવા લાગ્યો હતો જેમાં બાળકીને તેની ગાડીમાં બેસાડી બાળકી સાથે છેડછાડ તેમજ અડપલા કરતા બાળકી બુમાબુમ કરવા લાગી હતી ત્યારે બાળકીનું મોઢું દબાવી દેતા બાળકી બે ભાન થઈ ગઈ હતી અને બાળકીને પાછળની સીટમાં બેસાડી શાળાએ લઈ આવ્યો હતો અને બાળકીને ગાડીમાં લોક કરી મુકી રાખી હતી અને શાળા છૂટ્યા બાદ પરત જતી વખતે આચાર્ય ગોવિંદ નટ બાળકીની ડેડબોડીને ગાડીમાંથી બહાર કાઢી શાળાના ઓરડા અને કમ્પાઉન્ડ દીવાલની વચ્ચે મુકી આવ્યો હતો અને બાળકીની સ્કુલ બેગ તેના ચપ્પલ વર્ગ ખંડ બહાર મુકી દીધા હતા તેવી કબૂલાત પોલીસ સમક્ષ હેવાનિયતથી ભરેલા હત્યારા આચાર્યએ કરી હતી <span;>આમ, બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં અસફળ થયેલા આચાર્ય ગોવિંદ નટે માસુમ ૦૬ વર્ષિય બાળકીનું મોઢુ દબાવી મોતને ઘાટ ઉતારવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવતાં ગ્રામજનો તેમજ સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ મામલાની કહીકત સામે આવતાં મૃતક બાળકીના પરિવારજનોમાં ગમગીની છવાઈ હતી.

તમારા ધંધા રોજગારની જાહેરાત વિડિઓ અને ફોટોમાં ઇન્સ્ટાગ્રામ,ફેસબુક,યુટ્યૂબ,ટ્વીટ્ટર, અને વેબ સાઈટ જેવા સોશિયલ મીડિયાના ડિજિટલ પ્લેટફાર્મ ઉપર બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે નીચે આપેલા નંબરો ઉપર કોન્ટેક્ટ કરો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોટો અને વિડિઓની સ્ટોરી પણ મુકવામાં આવશે સાથેજ સમાચારોની જાણકારી આપવા માટે પણ અમારો સંપર્ક કરો

Editor in Chief:Naeem Munda, Mo, 9879867333,9427846262

Editor:Faizan Khan, Mo:8818888590

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

पत्रकार बंधु भारत के किसी भी क्षेत्र से जुड़ने के लिए सम्पर्क करें