બ્રેકીંગ ન્યુઝ
દાહોદ:નરાધમ હત્યારા આરોપીને પોલીસે સાથે રાખી બાળકીની હત્યા કેવી રીતે નીપજાવી હતી તેનું રીકન્ટ્રક્શન ... દાહોદ:પીડીત પરીવારને સાંત્વના પાઠવવા વિરોધ પક્ષના નેતાઓનો તાતો લાગ્યો દાહોદ:ચેતર વસાવા પીડીત પરીવારની મુલાકાત લેવા પહોંચ્યા દાહોદ:શાળાના આચાર્યએ ૬ વર્ષની દીકરી જોડે દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ,પ્રિન્સિપાલન... દાહોદ:હિટ એન્ડ રન અકસ્માતમાં મૃત્યુ પામનાર પરીવારોને 2 લાખના સહાય ચેક અર્પિત કરાયા દાહોદ:ઔધોગિક તાલીમ સંસ્થા કેન્દ્ર ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ દાહોદ:સ્વચ્છતાહી સેવા અભિયાન અંતર્ગત સફાઈ વિષયને લઈ ચીત્ર સ્પર્ધા યોજાઈ દાહોદ:મંત્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કબડ્ડીની સ્પર્ધા યોજાઈ દાહોદ:જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં કલેક્ટરનો આદેશ, પડતર અરજીઓ પ્રત્ય... દાહોદ:નમ આંખે બાપ્પાને વિદાય આપતા ભક્તો...

દાહોદ:હિટ એન્ડ રન અકસ્માતમાં મૃત્યુ પામનાર પરીવારોને 2 લાખના સહાય ચેક અર્પિત કરાયા

રીપોર્ટ:ફેઝાન ખાન દાહોદ

જિલ્લા કલેકટર યોગેશ નિરગુડે તેમજ અન્ય પદાધિકારીઓના વરદ હસ્તે હિટ એન્ડ રન કેસમાં મૃત્યુ પામેલ મૃતકના પરિવારજનને રું. ૨ લાખની સહાય અપાઈ

છેવાડાના લોકોનાં દુઃખમાં પણ સાથ આપી ભાગીદાર બનવા મક્કમ સરકાર

દાહોદ : દાહોદ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. આ નિમિતે જિલ્લા કલેકટર યોગેશ નિરગુડે અન્ય પદાધિકારીઓના વરદ હસ્તે દાહોદ જિલ્લામાં થયેલ હિટ એન્ડ રન દુર્ઘટના કેસમાં મૃત્યુ પામેલ મૃતકના પરિવારજનને રું. ૨ લાખની આર્થિક સહાય આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આપણી સરકાર છેવાડાના લોકોનાં દુઃખમાં પણ સાથ આપી રહી છે.

જે દરમ્યાન દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના ખાંડણીયા ગામના વેડ ફળીયાના રહેવાસી પરષોત્તમભાઈ બુધાભાઈ બારીયા, ભાટવાડા ગામના ટોલ ફળીયા ખાતે રહેતા ચંચીબેન પારસીંગભાઇ કોળી, સેવાનીયા ગામના ડુંગરી ફળીયાના વતની મધુબેન બારીયા તેમજ દાહોદ તાલુકાના રોઝમ ગામના નિશાળ ફળીયા ખાતે રહેતા લક્ષ્મીબેન સુરેશભાઇ નળવાયા, રોઝમ ગામના હોળી ફળીયા ખાતે રહેતા રમીલાબેન જવસીંગભાઈ રાઠોડ અને લીમખેડા તાલુકાના દુધિયા ગામના કેવલ ફળીયાના રહેવાસી દીપભાઈ ગણેશભાઈ સલાનીયા તેમજ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કોઠંબા ગામમાં સદગુરુ મંદિર પાછળ રહેતા રફીક સત્તારભાઈ શૈખને સરકાર દ્વારા તેઓના પરિવારજનના થયેલા મૃત્યુના વળતર રૂપે આ તમામને આર્થિક સહાય રૂપિયા ૨ લાખની સહાય આપવામાં આવી હતી.

આ નિમિતે જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, ધારાસભ્ય મહેન્દ્રભાઇ ભાભોર, ધારાસભ્ય રમેશભાઈ કટારા, પ્રાયોજના વહીવટદાર સ્મિત લોઢા, નિવાસી અધિક કલેક્ટર જે.એમ.રાવલ, જિલ્લા ગ્રામ વિકાસ એજંસીના નિયામક બી.એમ.પટેલ, સર્વે પ્રાંત અધિકારીઓ, નાયબ પોલીસ અધિક્ષક રાઠોડ, મામલતદારઓ તેમજ સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારા ધંધા રોજગારની જાહેરાત વિડિઓ અને ફોટોમાં ઇન્સ્ટાગ્રામ,ફેસબુક,યુટ્યૂબ,ટ્વીટ્ટર, અને વેબ સાઈટ જેવા સોશિયલ મીડિયાના ડિજિટલ પ્લેટફાર્મ ઉપર બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે નીચે આપેલા નંબરો ઉપર કોન્ટેક્ટ કરો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોટો અને વિડિઓની સ્ટોરી પણ મુકવામાં આવશે સાથેજ સમાચારોની જાણકારી આપવા માટે પણ અમારો સંપર્ક કરો

Editor in Chief:Naeem Munda, Mo, 9879867333,9427846262

Editor:Faizan Khan, Mo:8818888590

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

पत्रकार बंधु भारत के किसी भी क्षेत्र से जुड़ने के लिए सम्पर्क करें