Post Views: 40
રીપોર્ટ:નઈમ મુન્ડા દાહોદ
કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ
સંબંધિત અધિકારીઓને ઇ-કેવાયસી તેમજ આવેલ અરજીઓની કામગીરી મર્યાદિત સમયમા પુર્ણ કરવા તાકીદ કરાઈ
દાહોદ : જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક યોજવામા આવી હતી.
જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની આ બેઠકમાં પેન્શન કેસો, જમીનના પુરાવા, જમીન સર્વે, બિનખેતી પરવાનગી, બાંધકામ અંગેની મંજુરી, વરસાદના કારણે નુક્સાન થયેલ રસ્તાઓ, ખાનગી વાહનોમા નાગરીકો દ્વારા થતી જોખમી મુસાફરી અંગે તેમજ વિધ્યાર્થીઓને કરવી પડતી પ્રાઇવેટ વાહનોની મુસાફરી વિશેના રજૂ થયેલા પ્રશ્નો અને મુદ્દાઓ અંગે સંબંધિત અધિકારીઓને સત્વરે વિગતવાર અહેવાલ રજૂ કરવા સૂચના આપી હતી.
પી.એમ.આવાસ યોજના વિશે વાત કરતા જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમએ જણાવ્યુ હતુ કે, કાચી છત અને કાચી દિવાલ ધરાવતા તમામ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને પી.એમ.આવાસ યોજનાનો લાભ આપવામા આવશે. ઉપરાંત નિવાસી અધિક કલેક્ટર જે.એમ.રાવલએ બિનખેતી જમીન અંગેના પ્રશ્નો વિશે કહ્યુ હતુ કે, જમીનના પુરાવા માટે નિયમોનુસાર તેમજ સરકારના નિર્ણયાધીન રહી કામગીરી કરવામા આવશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, જિલ્લા પંચાયત કરણસિંહ ડામોર,ધારાસભ્ય મહેન્દ્રભાઇ ભાભોર, ધારાસભ્ય રમેશભાઈ કટારા, પ્રાયોજના વહીવટદાર સ્મિત લોઢા, નિવાસી અધિક કલેક્ટર જે.એમ.રાવલ, જિલ્લા ગ્રામ વિકાસ એજંસીના નિયામક બી.એમ.પટેલ, સર્વે પ્રાંત અધિકારીઓ, નાયબ પોલીસ અધિક્ષક સાજીદ રાઠોડ, મામલતદારો તેમજ સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા…
તમારા ધંધા રોજગારની જાહેરાત વિડિઓ અને ફોટોમાં ઇન્સ્ટાગ્રામ,ફેસબુક,યુટ્યૂબ,ટ્વીટ્ટર, અને વેબ સાઈટ જેવા સોશિયલ મીડિયાના ડિજિટલ પ્લેટફાર્મ ઉપર બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે નીચે આપેલા નંબરો ઉપર કોન્ટેક્ટ કરો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોટો અને વિડિઓની સ્ટોરી પણ મુકવામાં આવશે સાથેજ સમાચારોની જાણકારી આપવા માટે પણ અમારો સંપર્ક કરો
Editor in Chief:Naeem Munda, Mo, 9879867333,9427846262
Editor:Faizan Khan, Mo:8818888590