બ્રેકીંગ ન્યુઝ
દાહોદ:નરાધમ હત્યારા આરોપીને પોલીસે સાથે રાખી બાળકીની હત્યા કેવી રીતે નીપજાવી હતી તેનું રીકન્ટ્રક્શન ... દાહોદ:પીડીત પરીવારને સાંત્વના પાઠવવા વિરોધ પક્ષના નેતાઓનો તાતો લાગ્યો દાહોદ:ચેતર વસાવા પીડીત પરીવારની મુલાકાત લેવા પહોંચ્યા દાહોદ:શાળાના આચાર્યએ ૬ વર્ષની દીકરી જોડે દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ,પ્રિન્સિપાલન... દાહોદ:હિટ એન્ડ રન અકસ્માતમાં મૃત્યુ પામનાર પરીવારોને 2 લાખના સહાય ચેક અર્પિત કરાયા દાહોદ:ઔધોગિક તાલીમ સંસ્થા કેન્દ્ર ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ દાહોદ:સ્વચ્છતાહી સેવા અભિયાન અંતર્ગત સફાઈ વિષયને લઈ ચીત્ર સ્પર્ધા યોજાઈ દાહોદ:મંત્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કબડ્ડીની સ્પર્ધા યોજાઈ દાહોદ:જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં કલેક્ટરનો આદેશ, પડતર અરજીઓ પ્રત્ય... દાહોદ:નમ આંખે બાપ્પાને વિદાય આપતા ભક્તો...

દાહોદ:નમ આંખે બાપ્પાને વિદાય આપતા ભક્તો…

રીપોર્ટ:નઈમ મુન્ડા દાહોદ

દાહોદ શહેર સહીત જિલ્લા ભરમાં પરંપરાગત ઢોલ વાજીંત્રો અને ડીજેના તાલે નાચતા ઝૂમતા ભક્તોએ ગણેશજીને નમ આંખે વિદાય આપી

દાહોદ શહેર સહીત જિલ્લા ભરમાં છેલ્લા દસ દિવસથી આતિથ્ય માણ્યા બાદ ગણેશ વિસર્જન માટે શહેર માંથી તેમજ જિલ્લાભરમાંથી વિવિધ વિસ્તારોમાંથી શ્રીજીની પ્રતિમાઓની શોભાયાત્રાઓ રાજમાર્ગો પરથી નીકળી હતી. અબીલ ગુલાલની છોલો અને ગણપતી બાપ્પા મોરિયા અગલે બરસ તું જલ્દીઆ ના ગગન ભેદી નારાઓ વચ્ચે. અને પરંપરાગત ઢોલ વાજિંત્રો તેમજ ડીજેના તાલે નાચતા ઝૂમતા ભક્તોએ ગણેશજીને ભાવભીની વિદાય આપવામાં આવી હતી સવારથી લઈને રાતના બે વાગ્યા સુધી ચાલેલી વિસર્જન પ્રક્રિયામાં, શહેરમાંથી સવાસો ઉપરાંતની મહાકાય શ્રીજીની પ્રતિમાઓની શોભાયાત્રાઓ તેમજ નાની મોટી મળી કુલ 500, ઉપરાંત શ્રીજીની પ્રતિમાઓનું પાલિકા દ્રારા બનાવેલા કુત્રિમ તળાવ ખાતે આસ્થા અને ભક્તિમય માહોલ વચ્ચે શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. દાહોદના છાબ તળાવ પાછળ બનાવેલા કુત્રિમ તળાવ ખાતે વહીવટી તંત્ર અને ફાયરના જવાનો સાથે મળી વિસર્જનની પ્રક્રિયા યોજાઈ હતી જેમાં કુત્રિમ તળાવ ખાતે 50 જેટલા સ્થાનિક તરવૈયાઓ બે મોટા તરાપા બે મોટી ક્રેનોની મદદ વડે કુત્રિમ તળાવમાં શ્રીજીની વિવિધ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ભાવી ભક્તોની સુવિધા અર્થે વિસર્જન પ્રક્રિયા સુચારું રૂપે ચાલે તે માટે ફાયર બ્રિગ્રેડ નગરપાલિકા પ્રાંત મામલતદાર તેમજ પોલીસની ટીમો દ્વારા સુંદર કામગીરી યોજવામાં આવી હતી. રાત્રીના સમયે મોટાભાગની પ્રતિમાઓ વિસર્જન માટે આવતી હોવાથી તંત્ર દ્રારા સંપૂર્ણ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.ગણેશ વિસર્જન ટાણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્તિથી જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસવડા ડૉ રાજદીપસિંહ ઝાલા પોતે વિસર્જન સ્થળે અને ગણેશજીની શોભાયાત્રાઓમાં જોડાયેલા જોવા મળ્યા હતા. જેમાં બે DYSD, 12 પી આઈ, 10 થી વધુ પી એસ આઈ, પોલીસ કોન્સ્ટેબલો trb જવાનો, હોમગાર્ડ જવાનો સહીત 500 થી વધુ પોલીસ જવાનો ગણેશ વિસર્જન ટાણે ખડે પગે રહી ફરજ બજાવી રહ્યા હતા દાહોદ જિલ્લા પોલીસવડા ડૉ રાજદીપસિંહ ઝાલા ડિવિઝન્ના dysp જગદીશ ભંડારી અને પોલીસ ઇન્સ્પેક્ટરો સહિતના પોલીસ કર્મીઓ ગણપતી બાપ્પા મોરિયાના નાદ સાથે વિસર્જન માટે જતી પ્રતિમાં દોરતા નજરે પડ્યા હતા. તેમજ જિલ્લા પોલીસવડાએ કેટલીક પ્રતિમાઓની શોભાયાત્રાઓમાં ઢોલ નગારા વાજીંત્રો સાથે ભક્તિમય માહોલમાં લીન થયેલા ભક્તોનો ઉત્સાહ પણ વધાર્યો હતો. સાથે સાથે પોલીસ જનતાની સાથે છે તેવો મેસેજ પણ પોલીસ દ્રારા આપવામાં આવ્યો હતો.શહેર સહીત જિલ્લામાં ધામધૂમથી ઉજવાયેલા ગણેશ વિસર્જનના પર્વ દરમિયાન વહીવટી તંત્રની ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરીને દાહોદ વાસીઓએ બિરદાવી હતી. એટલું જ નહીં શહેરીજનો આનંદ અને ઉત્સાહ વચ્ચે ગણેશ જીનું ભક્તિમય માહોલ વચ્ચે વિસર્જન કરવામાં આવ્યું હતું

તમારા ધંધા રોજગારની જાહેરાત વિડિઓ અને ફોટોમાં ઇન્સ્ટાગ્રામ,ફેસબુક,યુટ્યૂબ,ટ્વીટ્ટર, અને વેબ સાઈટ જેવા સોશિયલ મીડિયાના ડિજિટલ પ્લેટફાર્મ ઉપર બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે નીચે આપેલા નંબરો ઉપર કોન્ટેક્ટ કરો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોટો અને વિડિઓની સ્ટોરી પણ મુકવામાં આવશે સાથેજ સમાચારોની જાણકારી આપવા માટે પણ અમારો સંપર્ક કરો

Editor in Chief:Naeem Munda, Mo, 9879867333,9427846262

Editor:Faizan Khan, Mo:8818888590

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

पत्रकार बंधु भारत के किसी भी क्षेत्र से जुड़ने के लिए सम्पर्क करें