બાળકી ઉપર દુષ્કર્મ કરાયું છે કે કેમ તે જાણવા માટે મેડિકલ રીપોર્ટની રાહ જોવાઈ રહી છે
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના એક ગામની 6 વર્ષીય બાળકી તોરણી પ્રાથમીક શાળામાં અભ્યાસ કરવા માટેતો નીકળે છે પરંતુ ૦૬ વર્ષીય માસુમ બાળકીનો મૃતદેહ મળી આવ્યો તે પ્રકરણમાં બાળકીના મતદેહનો પીએમ રિપોર્ટ આવતાં જાણવા મળ્યું છે કે બાળકીનું શ્વાસ રૂંધાવવાથી મોત નીપજ્યું છે અને મોતને ઘાટ ઉતારી હોવાનું સામે આવતાં જિલ્લાભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે બીજી તરફ માસુમ બાળા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હશે કે કેમ તે મામલાનો પણ પીએમ રિપોર્ટ સહિત જરૂર પુરાવા દસ્તાવેજોની પોલીસ રાહ જોઈ રહી છે. ત્યારે તે મામલે પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે. જેા ખરેખર બાળકી સાથે દષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારવામાં આવી હશે તો આ ઘટના દાહોદ જિલ્લામાં ધ્રણાષ્પદ તેમજ ચકચારી બનાવ કહી શકાય. તેમ છતાંય હાલ પણ બનાવને પગલે જિલ્લાભરમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે ત્યારે આ મામલે હાલતો પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના પીપળીયા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ ૧માં અભ્યાસ કરતી 6 વર્ષીય વિધાર્થીનીનું શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. શાળાએ ગયેલી વિધાર્થીની સમયસર ઘરે પરત ન આવતા પરિવારજનો શાળાએ તપાસ કરવા પહોંચ્યા તો શાળાને તાળા મારેલા જોવા મળ્યા હતા. ત્યારબાદ પરિવારજનોએ દિવાલ કુદીને શાળાના કમ્પાઉન્ડમાં તપાસ કરતા શાળાના ઓરડાની પાછળના ભાગેથી મૃતદેહ મળી આવતા પરિવારજનો ચોંકી ઊઠ્યા હતા. ધોરણ ૧માં અભ્યાસ કરતી માસુમ બાળકી સાથે શાળામાં જ એવું તો શું બન્યું હશે કે જેના કારણે તેનું મોત નિપજ્યું ? આ સવાલનો જવાબ મેળવવા માટે હાલ દાહોદ પોલીસની ટીમે તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે.રાત્રીના સમયે જ એસપી સહિતો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. બનાવ સ્થળને કોર્ડન કરી એફએસએલની મદદ લઈ બાળકીના મોત અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
ઘરેથી તોરણી શાળામાં અભ્યાસ મેળવવા ગયેલી ધોરણ 1 ની બાળકી ઘરે પરત ન ફરી
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના એક ગામમાં રહેતી વિદ્યાર્થિની પીપળીયા ગામ નજીક આવેલી તોરણી પ્રાથમિક શાળામાં ધોરણ-૧માં આજ વર્ષે અભ્યાસ અર્થે દાખલ કરવામા આવી હતી. વિદ્યાર્થિની દરરોજ શાળાએ અભ્યાસ માટે જતી હતી અને દરરોજ સાંજે શાળાનો સમય પૂરો થતા પરત ઘરે આવી જતી હતી. ૧૯મી સપ્ટેમ્બરના રોજ સવારે ૧૦ઃ૦૦ વાગ્યાના અરસામા ઘરેથી પોતાની સ્કૂલબેગ લઈને શાળાએ જવા બાળકી નીકળી હતી અને સમયસર શાળાએ પહોંચી હતી. પરંતુ, શાળાનો સમય પૂર્ણ થતા વિધાર્થીઓ પોતપોતાના ઘરે પહોંચી ગયા હતા. પરંતુ વિદ્યાર્થિની શાળા છુટ્યાના એક કલાક બાદ એટલે કે ૬ઃ૦૦ વાગ્યા સુધી ઘરે નહિ આવતા પરિવારજનો ચિંતામા મુકાયા હતા અને દીકરીની શોધખોળ શરુ કરી હતી.
શાળાએ પહોંચ્યા તો શાળાના ગેટ પર તાળું હતું
માસૂમ વિદ્યાર્થિની સમયસર ઘરે ન પહોંચતા પરિવારજનો તપાસ કરવા માટે તોરણી પ્રાથમિક શાળા ખાતે પહોંચ્યા હતા. જ્યાં શાળાના મુખ્ય ગેટ પર તાળું હોવાથી પરિવારજનો કમ્પાઉન્ડ વોલ કૂદીને શાળામાં પ્રવેશ્યાં હતાં અને તપાસ હાથ ધરી હતી. શાળામાં ચારેય તરફ દીકરીના નામની બૂમો પાડી હતી પરંતુ, કોઈ પ્રત્યુત્તર ન મળતાં શાળાના ઓરડા અને ઓરડાના પાછળના ભાગે શોધખોળ કરતા દીકરી શાળાના કમ્પાઉન્ડ અને ક્લાસરૂમની દીવાલ વચ્ચેના ખાચામાંથી મળી આવી હતી. બાદમાં પરિવારજનો તાત્કાલિક તેને સીંગવડ અને ત્યાંથી લીમખેડા હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ, ફરજ પરના હાજર તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી.
એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે રાત્રીના સમયે દોડી આવી શાળાના વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો હતો
ઘટનાની જાણ થતાં દાહોદ એસપી ડો.રાજદીપસિંહ ઝાલા તાત્કાલિક લીમખેડા સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટના મામલે ઝીણવટ ભરી તપાસ શરુ કરી હતી. એસ.પી. ફોરેન્સિક તપાસ ટીમ સાથે મોડી રાતે જ દાહોદ એલસીબીની ટીમ સાથે ઘટના સ્થળ તોરણી પ્રાથમિક શાળા ખાતે પહોચ્યા હતા અને શાળાના ઓરડાઓને કોર્ડન કરીને ઘટનાની ઝીણવટ ભરી તપાસ શરુ કરી હતી. ત્યારે આજરોજ માસુમ બાળકીના પીએમ રિપોર્ટ આવ્યો હતો જેમાં ફોરેન્સીક તબીબોથી પેનલ પીએમ કરવામાં આવ્યું હતું જેમાં શ્વાસ રૂંધાઈ જવાથી માસુમ બાળકીનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત માસુમ બાળકીના સ્ટમકમાંથી સેમ્પલો પણ કલેક્ટ કરવામાં આવ્યાં છે જે સેમ્પલો ફોરેન્સીકમાં મોકલવામાં આવશે અને તેના આધારે ફાઈનલ કોઝ ઓફ ડેથ જાણી શકાશે કોલમ વાઈઝ અલગ અલગ માસુમ બાળકીના અવયવો સ્થિતી અને ઈજા અંગેનો રિપોર્ટ આવશે અથવા તો તબીબોને પ્રશ્નોતરી કરી વિગત મેળવી તે મામલે ખુલાસો થનાર છે.
ત્યારે આ મામલે રણધીકપુર પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા હોવાનું પણ જાણવા મળે છે.
તમારા ધંધા રોજગારની જાહેરાત વિડિઓ અને ફોટોમાં ઇન્સ્ટાગ્રામ,ફેસબુક,યુટ્યૂબ,ટ્વીટ્ટર, અને વેબ સાઈટ જેવા સોશિયલ મીડિયાના ડિજિટલ પ્લેટફાર્મ ઉપર બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે નીચે આપેલા નંબરો ઉપર કોન્ટેક્ટ કરો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોટો અને વિડિઓની સ્ટોરી પણ મુકવામાં આવશે સાથેજ સમાચારોની જાણકારી આપવા માટે પણ અમારો સંપર્ક કરો
Editor in Chief:Naeem Munda, Mo, 9879867333,9427846262