રીપોર્ટ:નઈમ મુન્ડા દાહોદ
દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળાના પટાંગણમાંથી 6 વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના પીપળીયા ગામની 6 વર્ષીય બાળકી પહેલા ધોરણમાં તોરણી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે આજે સવારે તે શાળામાં ગઈ હતી અને પ્રાર્થના સભામાં જોવા મળી હતી પરંતુ પ્રાર્થના પછીથી તે બાળકી ગુમ થઈ હતી અને શાળા છૂટ્યા બાદ પણ મોડી સાંજ સુધી ઘરે ન ફરતા તેના પરીવારજનોએ શોધખોળ આદરી હતી અને સાંજના સમયે શાળામાં તપાસ આદરતા બાળકી બે ભાન અવસ્થામાં શાળાની પાછળના ભાગે જોવા મળી હતી ત્યારે તેને પીએચસી સેન્ટર ખાતે લાવતા તેને હાજર તબીબોએ મૃત જાહેર કરી હતી ત્યારે આ ઘટનાની જાણ જિલ્લા પોલીસવડાને થતા તેઓ LCB SOG ની ટીમ સાથે તોરણી પ્રાથમિક શાળા ખાતે પહોંચ્યા હતા અને ત્યાં શાળાના આચાર્યને બોલાવી પુછપરછ હાથ ધરવામાં આવી હતી ત્યારે શાળાને ક્રાઈમ સીન વડે પટ્ટીઓ મારી ઇન્વેસ્ટિગેશન પોલીસ દ્રારા શરૂ કરાયું હતું મોડી રાત્રે એસપી, એલસીબી એસઓજી સહિતની પોલીસ ટીમોએ શાળામાં પહોચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જોકે રેપ વિથ મર્ડરની આશંકા ઓ સાથે તપાસ તેજ કરાઈ હોવાનું જાણવા મળ્યું ત્યારે બાળકીના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે તજવીજ હાથ ધરાઇ હતી હાલ મૃતદેહ લીમખેડા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો અને પેનલ ડોક્ટરોની ટીમ દ્રારા દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે પીએમ કરાશે તેમ જાણવા મળ્યું હતું