ઝાલોદ નગરમાં ત્રણ વાગ્યા પછી મોટાભાગના વેપારીઓ પોતાનો વેપાર બંધ કરી વિસર્જન યાત્રામાં જોડાવા લાગ્યા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દરેક જગ્યાની શોભાયાત્રા નીકળી
દર વર્ષની જેમ આ વખતે પણ ઝાલોદ નગરપાલિકા દ્વારા રામસાગર તળાવ ખાતે ક્રેન, તરાપા અને લાઇટિંગ સાથે તરવૈયાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી
ઝાલોદ નગરમાં દસ દિવસની મહેમાનગતિ માણ્યા બાદ. વિઘ્નહર્તા દેવને ભક્તોએ વિદાય આપી હતી
ઝાલોદ નગરમાં તમામ પ્રતિમાઓનું ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શ્રી ગણેશજીની શોભાયાત્રા સોમનાથ મહાદેવ મંદિર પાસેથી પ્રસ્થાન કરવામાં આવી હતી ગણેશ વિસર્જન હોય ત્યારે શહેરના મોટાભાગના વેપારીઓ બપોર પછી પોતાનો વેપાર ધંધો બંધ રાખી શોભા યાત્રામાં જોડાયા હતા શ્રીજી ની પ્રતિમાઓ હાથલારી ,ટ્રેક્ટર ટેમ્પો,જેવા વાહનોમાં શણગારીને અને ગણેશજીને વિદાય આપવા સોમનાથ મહાદેવ પાસે એકત્રિત થયા હતા
ઝાલોદ તાલુકામાં વિધ્નહર્તા ગણેશજીની પ્રતિમાઓનું ભક્તો દ્વારા ભક્તિભાવ પૂર્વક સ્થાપના કરવામાં આવી હતી… નગરના દરેક વિસ્તારોમાં બાપાની દસ દિવસની સેવા પૂજાનો ઉત્સાહ દરેક ગણેશ મંડળોમા જોવા મળતો હતો. આજ રોજ અનંત ચતુર્થીના દિવસે દરેક ગણેશ મંડળો દ્વારા વિધ્નહર્તાને વિદાય આપવા માટે રથ તૈયાર કરવામાં આવેલ હતા. દરેક ગણેશ મંડળોના રથ ખૂબ નયનરમ્ય અને આકર્ષક લાગતા હતા. અલગ અલગ વિસ્તારોના ગણેશ મંડળો પોત પોતાના ડ્રેસ કોડમાં અલગ તરી આવતા હતા.
લુહારવાડા મિત્ર મંડળ દ્વારા નરેન્દ્ર મોદીના જન્મદિવસની શુભેચ્છા લેતા બોડીગાર્ડ સાથેની સુંદર ઝાંખી કાઢવામાં આવી હતી. નરેન્દ્ર મોદી બનેલ વ્યક્તિનું સ્વાગત અને જન્મ દિવસની શુભેચ્છાઓ આપવા માટે મોટા પ્રમાણમાં નગરજનો દરેક વિસ્તારમાં ઉમટી પડેલા હતા તેમજ નરેન્દ્ર મોદીની આ ઝાંખી એ નગરજનોમા અનેરું કુતૂહલ સર્જયું હતું તેમજ બસ સ્ટેશન વિસ્તારમાં દરેક ગણેશ યાત્રાઓ પર પુષ્પોની વર્ષા કરવામાં આવી હતી.
ગણપતિ બાપ્પાને વિદાય આપવા માટે ભાવિક ભક્તો દ્વારા ડીજે, ઢોલ નગારા, નાશિક બેંડ સાથે રાસ ગરબા તેમજ ભક્તિભાવ સાથે નગરમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. દરેક ભક્તો ભજન સાથે ગણપતિ બાપ્પા મોરિયા જેવા નારા લગાવી નગરને ભક્તિ ભર્યા માહોલમાં રંગી દીધેલ હતું. ભાવિક ભક્તો અબીલ ગુલાલ તેમજ ફૂલોની છોળો ઉડાવતા નાચતા ઝૂમતા જોવા મળતા હતા. નગરમાં વિધ્નહર્તાની ધાર્મિક શોભાયાત્રામાં મોટાં પ્રમાણમાં માનવ મહેરામણ ઉમટી પડેલ હતું. શોભાયાત્રામાં બાળકો, મહિલાઓ, વૃદ્ધો, યુવાનો વિવિધ ભજન મંડળીઓ જોડાયેલ હતી. દરેક ગણેશ મંડળો નગરમાં શોભાયાત્રા શાંતિ પૂર્વક કાઢી ભક્તિમાં લીન થઈ નગરના રામસાગર તળાવ ખાતે પહોંચી ગયેલ હતા. ગણપતિ બાપ્પાની વિદાયની વેળાને આંખોમાં વસાવી લેવાં માટે રામસાગરની ચારે બાજુ નગરના લોકો ગોઠવાઈ ગયેલ હતા. દરેક ભક્તો મોરિયા રે બાપા મોરિયા રે જેવા શબ્દો થી બાપ્પાને અગલે બરસ તું જલ્દી આના તેવા કોલ સાથે વિદાય આપતા જોવા મળી રહેલ હતા. વિધ્નહર્તાને વિદાય આપતા પહેલા દરેક ગણેશ મંડળો દ્વારા બાપ્પાની આરતી કરવામાં આવી હતી.
ઝાલોદ નગરપાલિકા દ્વારા નગરના રામસાગર તળાવ ખાતે સુંદર લાઇટિંગ અને તારાપા તેમજ ક્રેન સાથે તરવૈયાઓની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. ગણપતિ બાપ્પાના વિદાય સમયે ભક્તો ભાવુક જોવા મળતા હતા તેમજ આંખોમાં આંસુ સાથે ગણેશજીને ભારે હૈયે વિદાય આપી હતી. નગરમાં ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન શાંતિ પૂર્વક તેમજ કોઈ પણ અનિચ્છનીય બનાવ ન સર્જાતા પોલિસ તંત્રએ પણ રાહત અનુભવી હતી.
તમારા ધંધા રોજગારની જાહેરાત વિડિઓ અને ફોટોમાં ઇન્સ્ટાગ્રામ,ફેસબુક,યુટ્યૂબ,ટ્વીટ્ટર, અને વેબ સાઈટ જેવા સોશિયલ મીડિયાના ડિજિટલ પ્લેટફાર્મ ઉપર બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે નીચે આપેલા નંબરો ઉપર કોન્ટેક્ટ કરો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોટો અને વિડિઓની સ્ટોરી પણ મુકવામાં આવશે સાથેજ સમાચારોની જાણકારી આપવા માટે પણ અમારો સંપર્ક કરો
Editor in Chief:Naeem Munda, Mo, 9879867333,9427846262