રીપોર્ટ:નઈમ મુન્ડા દાહોદ
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના દેવીરામપુરા ગામે અંતયેષ્ટિ કરવા માટે નદીમાંથી પસાર થતા ગ્રામ્ય વિસ્તારના લોકો અંતરિયાલ વિસ્તારનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાઈરલ થતા અનેક સવાલો સુવિધાઓના નામ પર ઉભા થયા છે
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના દેવી રામપુરા ગામના ખુમલી ફળિયામાં રહેતા રાઠવા લુલીબેન વેલિયા ભાઈ નામની મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું અને તેમને અંતિમ સંસ્કાર માટે સ્મશાને લઈ જવાઈ રહ્યો હોવાનો વિડિઓ સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થયો હતો જેમાં આ મત વિસ્તાર ગુજરાત સરકારના મંત્રી બચુભાઈ ખાબડનો હોય અને તેમાં પણ સ્થાનિક લોકોને રોડ રસ્તા ન હોવાના કારણે નદી પસાર કરી જવું પડી રહ્યું છે
જેમાં તંત્રની બેદરકારીના કારણે પ્રજા ત્રસ્ત છે 21મી સદીમાં પણ અંતરિયાલ વિસ્તારોમાં સુવિધાઓના અભાવ જોવા મળી રહ્યા છે સ્મશાન જવામાં રસ્તાના અભાવે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે કોતરના ઘસમસતા પાણીના પ્રવાહમાંથી સ્મશાન સુધી જવા લોકો મજબુર બન્યા છે હાલાકી ભોગવી નનામી લઈ સ્મશાને જતો વિડિઓ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે દેવગઢ બારીયા તાલુકાના દેવીરામપુરા ગામનો વિડિઓ છે
તેમાં તંત્રની આવી બેદરકારી અને પ્રજાને હાલાકી ભોગવવી પડી રહી છે વિડિઓ વાયરલ થતા અને તેને જોતા તંત્રની બેદરકારીના કારણે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે 21મી સદીમાં પણ જે અંતરિયાલ વિસ્તારો છે ત્યાં હજુપણ સામાન્ય છે બેઝિક સુવિધાઓ હોવી જોઈએ હજુપણ તેનો અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે બેઝિક સુવિધાઓ અંતરિયાલ વિસ્તારોમાં પુરી પાડવામાં આવે તેવી ગ્રામ્ય વિસ્તારના લોકો તંત્ર પાસે માંગ કરી રહ્યા છે
તમારા ધંધા રોજગારની જાહેરાત વિડિઓ અને ફોટોમાં ઇન્સ્ટાગ્રામ,ફેસબુક,યુટ્યૂબ,ટ્વીટ્ટર, અને વેબ સાઈટ જેવા સોશિયલ મીડિયાના ડિજિટલ પ્લેટફાર્મ ઉપર બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે નીચે આપેલા નંબરો ઉપર કોન્ટેક્ટ કરો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોટો અને વિડિઓની સ્ટોરી પણ મુકવામાં આવશે સાથેજ સમાચારોની જાણકારી આપવા માટે પણ અમારો સંપર્ક કરો
Editor in Chief:Naeem Munda, Mo, 9879867333,9427846262
Editor:Faizan Khan, Mo:8818888590