બ્રેકીંગ ન્યુઝ
દાહોદ:નરાધમ હત્યારા આરોપીને પોલીસે સાથે રાખી બાળકીની હત્યા કેવી રીતે નીપજાવી હતી તેનું રીકન્ટ્રક્શન ... દાહોદ:પીડીત પરીવારને સાંત્વના પાઠવવા વિરોધ પક્ષના નેતાઓનો તાતો લાગ્યો દાહોદ:ચેતર વસાવા પીડીત પરીવારની મુલાકાત લેવા પહોંચ્યા દાહોદ:શાળાના આચાર્યએ ૬ વર્ષની દીકરી જોડે દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ,પ્રિન્સિપાલન... દાહોદ:હિટ એન્ડ રન અકસ્માતમાં મૃત્યુ પામનાર પરીવારોને 2 લાખના સહાય ચેક અર્પિત કરાયા દાહોદ:ઔધોગિક તાલીમ સંસ્થા કેન્દ્ર ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ દાહોદ:સ્વચ્છતાહી સેવા અભિયાન અંતર્ગત સફાઈ વિષયને લઈ ચીત્ર સ્પર્ધા યોજાઈ દાહોદ:મંત્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કબડ્ડીની સ્પર્ધા યોજાઈ દાહોદ:જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં કલેક્ટરનો આદેશ, પડતર અરજીઓ પ્રત્ય... દાહોદ:નમ આંખે બાપ્પાને વિદાય આપતા ભક્તો...

દાહોદ:જર્જરિત વર્ષો જુનુ મકાન ધરાશાય, પાલિકા તંત્રની બેરદરકારી…

રીપોર્ટ:નઈમ મુન્ડા દાહોદ

દાહોદના ગીચ વિસ્તારમાં જર્જરિત વર્ષો જૂનું મકાન ધરાશાય થતા પાછળના મકાન ઉપર કાટમાળ પડતા મકાનનો અર્ધો ભાગ ડેમેજ થયો,સદનશીબે જાનહાની ટળી, નગરપાલિકા કેમ આવા જર્જરિત મકાનોને નોટીશ આપી ઉતરાવતી નથી ત્યારે જાની અને માલી નુકશાનમાં જવાબદારમાં મકાન માલિક રહેશે તેવું સ્થાનિકોએ જણાવ્યું

દાહોદમાં વર્ષો જુના મકાનો જર્જરિત હાલતમાં છે કેટલાક મકાનો પડી જવાની કગાર પર છે તો કેટલાક મકાનો એક બીજા મકાનોના સહારે લટકી રહ્યા છે નગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે આવા જર્જરિત મકાનો પડી જતા હોય છે જેમાં કેટલીક ઘટનાઓમાં લોકોની જાનહાનીની પણ ઘટનાઓ બની છે અને માલહાનીની પણ ઘટનાઓ ભવિષ્યમાં બની છે તેમ છતાંય એ ઘટનાઓથી પાલિકાના અધિકારીઓએ પાઠ લીધો નથી અને તેના કારણે શહેરમાં વર્ષો જુની એક્સ્પાયરી ડેથ થયેલી કેટલીક જર્જરિત બિલ્ડીંગો મોતના મોહરાની જેમ ઝૂલી રહી છે તેની પાલિકાએ કાળજી લઈ અને લોકોની જાન બચાવવાની પેરવી લેવી જોઈએ તેમજ લોકોના ઘરોને નુકશાન પહોંચે તે પહેલા આ કાર્યવાહી કરવી જોઈએ ત્યારે દાહોદ શહેરના ગીચ ગણાતા કસ્બા વિસ્તારમાં આવેલા કાજીવાડ ખાતે આવેલી એક વર્ષો જુનું જર્જરિત 3 માળાનું પતરાના સેડ વાલુ મકાન વરસાદના કારણે ધરાશય થયું જેમાં કેટલાક લોકોની સદનશીબે જાન બચી હોવાનું માનવામાં આવી રહ્યું છે

જુની કચેરી વિસ્તારના નીચાણ વાળા ભાગમાં આવેલું એક વર્ષો જૂનું 3 માલના પતરાના સેડ વાલુ મકાનનો પાછળનો હિસ્સો એકા એક રાત્રીના સમયે ધરાશય થતા બાજુના મકાનના લોકોમાં ઘબરાહટની સાથે બુમાબુમ મચી હતી જોકે જે મકાન ધરાશય થતા પાછળના મકાનના રૂમોના બારી બારણાં તોડીને કાટમાળ અંદરના ભાગે પ્રવેશ્યો હતો અને ઘરમાં રહેલા લોકો બુમાબુમ કરી બહારના ભાગે દોડી આવ્યા હતા જોકે ઘરમાં રહેલા બાળકો અને મહિલાઓનો એકાએક જીવ બચ્યો હતો અને આ ઘટનાની જાણ સ્થાનિક કાઉન્સિલરને કરાતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા

અને ઘરમાં રહેલા બાળકો અને મહિલાઓને સુરક્ષિત રીતે ખસેડાય હતી અને આ ઘટનાની જાણ પાલિકામાં કરતા પાલિકાનું ફાયર વિભાગ દોડી આવ્યું હતું અને મકાન માલિકને જાન કરતા મકાન માલિક પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મકાન સવારના સમયે ઉતારી લેવાની ધારણા ડેમેજ થયેલા મકાન માલિકને આપી હતી પરંતુ રાત વીતી ગઈ સવાર વીતી ગઈ અને દિવસ આખો પસાર થયો તેમ છતાંય મકાન ઉતારવામાં ન આવતા આજુબાજુના લોકોમાં ભયનો માહોલ પેદા થયો છે પાછળના ભાગના કેટલાક મકાન માલિકોએ પોતાના ઘરોમાંથી નીકળી અને સગા સંબંધીઓને ત્યાં વસવાટ કરવા મજબુર બન્યા છે ત્યારે પાલિકાના અધિકારીઓએ આની તસ્દી લેવી જોઈએ આવી ઘટનામાં કેટલાક લોકોના મોત પણ નીપજી શકે છે પહેલાના જુના માટીના બનેલા મકાનો હજુપણ જેમની તેમ પરિસ્તિથીમાં છે અને વરસાદના સમયે આવા કાચા મકાનો ધરાશય થતા હોય છે તો પાલિકાના અધિકારીઓને સ્થાનિક બાજુના મકાન માલિકોએ લેખિતમાં અને મૌખિકમાં ફરિયાદ કરવા છતાંય પાલિકાના અધિકારીઓના પેટનું પાણી હલતું નથી આવા જર્જરિત મકાન માલિકોને નોટીશ આપી અને ઉતારવાનું કામ પણ નથી કરાતુ ત્યારે આવા જર્જરિત મકાન માલિકો અન્ય જગ્યાઓ ઉપર આલીશાન મકાનો બનાવી અને વસવાટ કરતા હોય છે અને પાડોશીઓની છાતી પર આવા જર્જરિત મકાનો મુકી અન્ય લોકોને મરવા માટે મજબુર કરતા હોય છે ત્યારે પાલિકાના અધિકારીઓ ઘોર નિંદ્રામાંથી જાગે અને આ જર્જરિત મકાન માલિકોને નોટીશ આપે અન્ય નિર્દોષ લોકોને મરવાથી બચાવે તેવું રટન પણ સ્થાનિકો કરી રહ્યા છે જોકે પાલિકાની આવી ગંભીર બેદરકારીના કારણે હજુપણ આ જર્જરિત મકાન લટકી રહ્યું છે પાલિકાએ હજુસુધી આ મકાન માલિકને નોટીશ પાઠવી નથી અને મકાન માલિકે ગંભીરતા નથી સમજી અને મકાન જેમની તેમ પરિસ્તિથીમાં મુકી રાખ્યું છે સ્થાનિકોમાં ભયનો માહોલ છે નાના નાના બાળકો અને મહિલાઓ ઘરમાં છે તેમની જાનની ચિંતા પણ તેમને સતાવી રહી છે ત્યારે પાલિકાના અધિકારીઓ અને મકાન માલિક કોઈ મોટી જાનહાની થાય તેની રાહ જોઈને બેઠા છે

તમારા ધંધા રોજગારની જાહેરાત વિડિઓ અને ફોટોમાં ઇન્સ્ટાગ્રામ,ફેસબુક,યુટ્યૂબ,ટ્વીટ્ટર, અને વેબ સાઈટ જેવા સોશિયલ મીડિયાના ડિજિટલ પ્લેટફાર્મ ઉપર બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે નીચે આપેલા નંબરો ઉપર કોન્ટેક્ટ કરો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોટો અને વિડિઓની સ્ટોરી પણ મુકવામાં આવશે સાથેજ સમાચારોની જાણકારી આપવા માટે પણ અમારો સંપર્ક કરો

Editor in Chief:Naeem Munda, Mo, 9879867333,9427846262

Editor:Faizan Khan, Mo:8818888590

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

पत्रकार बंधु भारत के किसी भी क्षेत्र से जुड़ने के लिए सम्पर्क करें