બ્રેકીંગ ન્યુઝ
દાહોદ:નરાધમ હત્યારા આરોપીને પોલીસે સાથે રાખી બાળકીની હત્યા કેવી રીતે નીપજાવી હતી તેનું રીકન્ટ્રક્શન ... દાહોદ:પીડીત પરીવારને સાંત્વના પાઠવવા વિરોધ પક્ષના નેતાઓનો તાતો લાગ્યો દાહોદ:ચેતર વસાવા પીડીત પરીવારની મુલાકાત લેવા પહોંચ્યા દાહોદ:શાળાના આચાર્યએ ૬ વર્ષની દીકરી જોડે દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ,પ્રિન્સિપાલન... દાહોદ:હિટ એન્ડ રન અકસ્માતમાં મૃત્યુ પામનાર પરીવારોને 2 લાખના સહાય ચેક અર્પિત કરાયા દાહોદ:ઔધોગિક તાલીમ સંસ્થા કેન્દ્ર ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ દાહોદ:સ્વચ્છતાહી સેવા અભિયાન અંતર્ગત સફાઈ વિષયને લઈ ચીત્ર સ્પર્ધા યોજાઈ દાહોદ:મંત્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કબડ્ડીની સ્પર્ધા યોજાઈ દાહોદ:જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં કલેક્ટરનો આદેશ, પડતર અરજીઓ પ્રત્ય... દાહોદ:નમ આંખે બાપ્પાને વિદાય આપતા ભક્તો...

દાહોદ:ધર્મગુરુના આગમન બાદ મુસ્લિમ સમાજે ભવ્ય સ્વાગત કર્યું

રીપોર્ટ:-નઈમ મુન્ડા દાહોદ

દાહોદ:ધર્મગુરુને આવકારવા માનવ મહેરામણ ઉમટી પડ્યું, મુસ્લિમ સમાજે ભવ્ય સ્વાગત કર્યું..

દાહોદ:પિતાના વારસામાં ખિલાફત મળતા સુફી સૈયદ મુહમ્મદ હસીબુલ હશન મિયાંનું આગમન બાદ ભવ્ય સ્વાગત કરાયું…

દાહોદમાં મુસ્લિમ સમાજના સૂફી સૈયદ નવાબી મુહમમદ હસીબુલ હસન મિયાનું આગમન થતા ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરાયા

દાહોદમાં વસવાટ કરતા મુસ્લિમ સમાજના સૂફી સૈયદ નવાબી મુહમ્મદ હસીબુલ હસન મિયાં કે જેઓ પ્રથમવાર તેમના પિતાની જગ્યા ઉપર ગાદી નશીન થયા છે તેમને તેમના પિતાના ઇન્તેકાલ પછી સૂફી મિયાંનો રૂતબો પ્રાપ્ત થયો છે તેઓના કબીલામાંથી ચાલતી આવતી પરંપરા મુજબ તેમને ખિલાફત પ્રાપ્ત થઈ છે તેમના પીતા મર્હુમ હાજી સૂફી મુહમ્મદ અઝીઝજુલ હસન મિયા આ ચાલુ વર્ષે સાઉદી અરબના મક્કા તેમજ મદીના શરીફ ખાતે હજ કરવા માટે ગયા હતા અને હજના અરકાન પુરા થયા ના છેલ્લા દિવસોમાં હાજી સૂફી અજીજુલ હસન મિયાં દુનિયાથી પરદો કરી ગયા હતા એટલે તેમનું મૃત્યુ નીપજ્યું હતું અને તેમની દફનવિધિ મદીના શરીફ ખાતેના કબ્રસ્તાનમાં કરવામાં આવી હતી ત્યારે તેમના ચાહકો અને મુરીદોમાં ગમનો માહોલ છવાયો હતો અને હવે મર્હુમ હાજી સૂફી સૈયદ મુહમ્મદ અજીઝુલ હસન શાહ મિયાંના પુત્ર સૂફી સૈયદ મુહમ્મદ હસીબુલ હસન શાહ સાહેબને આ ખિલાફત મળતા તેઓનો પહેલો કાર્યક્રમ દાહોદ ખાતે નક્કી કરવામાં આવ્યો હતો અને તેને લઈને દાહોદમાં મુસ્લિમ સમાજના સૂફી સૈયદ નવાબી મુહમ્મદ હસીબુલ હસન શાહ સાહેબનું દાહોદના રેલ્વે સ્ટેશન ખાતે આગમન થતા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું

મુળ ઉત્તરપ્રદેશના કાજીપુર ગામના અને મુસ્લિમ સમાજના ધર્મગુરુ સૂફી સૈયદ નવાબઅલીના ખાનદાનમાંથી ચાલતી પરંપરા મુજબ તેમનો દુનિયાથી પરદો થયા પછી તેમના પુત્ર સૂફી સૈયદ મર્હુમ હાજી અજીઝુલ હસન શાહ મિયાં ગાદી નસીન હતા અને હવે ચાલુ વર્ષમાં તેઓ પણ દુનિયાથી પરદો કરી અને હજના સમયે સઉદી અરબના મદીના શહેર ખાતે તેમની દફન વિધિ કરાતા સૂફી સૈયદ મુહમ્મદ અજીઝુલ મિયાની ખાલી પડેલી જગ્યા ઉપર મર્હુમ સૂફી સૈયદ હાજી અજીઝુલ હસન શાહ સાહેબના પુત્રો માંથી સૂફી સૈયદ મુહમ્મદ હસીબુલ સહન શાહ સાહેબને આ મિયાની ખિલાફત મળતા તેઓ હવે તેમના પિતાની જગ્યા સંભાળશે અને હવે તેઓ ગાદી નસીન થતા તેમનો પહેલો ઈદે મિલાદુન્નબીનો પોગ્રામ દાહોદ ખાતે નક્કી કરવામાં આવ્યો છે તારીખ 8 થી 12 તારીખ સુધી તેઓ દાહોદ ખાતે રહેવાના છે અને અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો તેમની ઉપસ્તિથીમાં યોજાશે ત્યારે આ કાર્યક્રમમાં તેઓ ઉત્તર પ્રદેશથી ટ્રેન મારફતે દાહોદ આવ્યા હતા અને દાહોદના રેલ્વે સ્ટેશન ખાતે તેમના ચાહકો અને મુરીદોનો જમાવડો જોવા મળ્યો હતો જયારે તેઓનું દાહોદ ખાતે આગમન થતા સૌથી પહેલા તેમનો કાફલો ઠક્કર ફળીયા ખાતે પહોંચ્યો હતો અને ત્યાં તેમનું ભવ્ય સ્વાગત મુસ્લિમ સમાજ દ્રારા કરવામાં આવ્યું હતું જ્યાં ઠક્કર ફળીયા ખાતે તેમજ રેલ્વે સ્ટેશન ખાતે મુસ્લિમ સમાજનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને તેમને ભવ્ય આવકાર અપાયો હતો ઠક્કર ફળીયાથી 10 મિનિટના સ્વાગત પછી તેમનો કાફલો બસ સ્ટેશન થઈ સ્વામીવિવેકાનંદ સર્કલ ચાર થાંબલા થઈ સરસ્વતી સર્કલ પહોંચ્યો હતો ત્યાં બાજુમાં આવેલાં વાસફોડીયા સોસાયટી ખાતે પણ તેમના ચાહકો અને મુરીદોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને ત્યાંથી તેમનો કાફલો યાદગાર ચોક ખાતે આવ્યો હતો ત્યાં તેમનું મુસ્લિમ સમાજ દ્રારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ખાસ વાતતો એ છે કે યાદગાર ચોક ઉપરથી સૂફી સૈયદ મુહમમદ હસીબુલ સહન સાહેબનું ભવ્ય સ્વાગત પછી તેમને બગીમાં બેસાડી અને તેમનો કાફલો કસ્બા જવા રવાના થયો હતો યાદગાર ચોક ખાતે પણ મોટી સંખ્યામાં તેમના ચાહકો અને મુરીદોએ તેમના સ્વાગત માટેનું અલાયદુ આયોજન કર્યું હતું જેમાં સૂફી સૈયદ મુહમમદ હસીબુલ હસન શાહ મિયાનો કાફલો યાદગાર ખાતેથી રવાના થયો અને નગરપાલિકા ચોક થઈ ગાંધી ચોક થઈ નેતાજી બજાર થઈ કથીરિયા બજાર થઈ લુહારવાડા ખાતે પહોંચ્યો હતો ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાંથી પીંજારવાડ ખાતે પણ ભવ્ય સ્વાગત કરાયું હતું અને ત્યારબાદ પટરી ચોખ ખાતે અને હુસેની ચોક ખાતે પણ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમનો બગીચા તેનો કાફલો અલમદાર ચોક ખાતે પહોંચ્યો હતો અને ત્યાં તેમના સ્વાગત કાર્યક્રમને સમાપ્ત કરવામાં આવ્યું હતું અને આવતીકાલથી યોજાનારા અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોમાં તેમની ઉપસ્થિતિમાં ઈદે મિલાદુન નબીના કાર્યક્રમો યોજાશે

તમારા ધંધા રોજગારની જાહેરાત વિડિઓ અને ફોટોમાં ઇન્સ્ટાગ્રામ,ફેસબુક,યુટ્યૂબ,ટ્વીટ્ટર, અને વેબ સાઈટ જેવા સોશિયલ મીડિયાના ડિજિટલ પ્લેટફાર્મ ઉપર બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે નીચે આપેલા નંબરો ઉપર કોન્ટેક્ટ કરો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોટો અને વિડિઓની સ્ટોરી પણ મુકવામાં આવશે સાથેજ સમાચારોની જાણકારી આપવા માટે પણ અમારો સંપર્ક કરો

Editor in Chief:Naeem Munda, Mo, 9879867333,9427846262

Editor:Faizan Khan, Mo:8818888590

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

पत्रकार बंधु भारत के किसी भी क्षेत्र से जुड़ने के लिए सम्पर्क करें