રીપોર્ટ:નઈમ મુન્ડા દાહોદ
દાહોદ જિલ્લામાં ખાનગી અને સરકારી શાળાઓના શિક્ષકોની સમસ્યાઓનું સમાધાન કરી સાચા અર્થમાં શિક્ષકોનું સન્માન કરવા માટે શિક્ષક દિનના દિવસે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી માંગણી કરવામાં આવી
શિક્ષક દિન નિમિત્તે દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા દાહોદ જિલ્લા કલેકટર યોગેશ નિર્ગુડેને આવેદનપત્ર પાઠવી જણાવવામાં આવ્યું છે કે ભારતનું ભવિષ્ય ભારતના વર્ગખંડોમાં ઘડાય છે અને શિક્ષક એ ભાવિનો ઘડવૈયો ગણાય છે. વળી, આપણી ભારતીય સભ્યતા અને સંસ્કૃતિ એ ગુરુનો ખુબ જ મહિમા ગયો છે. આવા ગુરુજનો-શિક્ષકોનું સન્માન કરવું અને જાળવવું એ આપણું પરમ કર્તવ્ય છે પણ બહુ દુઃખદ બાબત એ છે કે આજે આ જ શિક્ષકોની હાલત ખુબ જ દયનીય છે, શિક્ષકોના અનેક પડતર પ્રશ્નો અને સમસ્યાઓ છે જેનું નિરાકરણ થતું જ નથી શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે અને એ થકી રાષ્ટ્રનિર્માણ માટે ગુજરાતના તમામ સરકારી તેમજ પ્રાઈવેટ શાળાના શિક્ષકો વતી દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા સરકારને સંબોધતું આવેદન પત્ર શિક્ષક દિનના દિવસે દાહોદ જિલ્લા કલેકટરને આપવામાં આવ્યું હતુ તેમાં આમ આદમી પાર્ટી દ્વારા શિક્ષકોના સન્માન અને સમસ્યાઓ વતી શું માંગ કરવામાં આવી છે તેના વિશે નરેશભાઈ બારીયા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી