દાહોદ જિલ્લાના 4 પોલીસ મથકો હજુપણ પીએસઆઈ કક્ષામાં છે
4 પોલીસ મથકોના ઇન્સ્પેકટરોની પણ આંતરિક બદલીઓ કરાઈ
4 પોલીસ મથકોમાં નવા પોલીસ ઇન્સ્પેકટરો મુકાયા
દાહોદને દસ નવા પોલીસ ઇન્સ્પેકટરો ફાળવાયા હતા
ગુજરાતમાં થોડા દિવસો અગાઉ PSI કક્ષાના અધિકારીઓને PI કક્ષામાં પ્રમોશન અપાયા હતા જે બાદ ગુજરાતના તમામ નવા પોલીસ ઇન્સ્પેકટરોની આંતરિક જિલ્લાઓમાં બદલીઓ કરાઈ હતી જેમાંથી PSI કક્ષામાંથી PI બનેલા 10 જેટલા પોલીસ અધિકારીઓની દાહોદ ખાતે બદલીઓ કરવામાં આવી હતી એટલે 10 જેટલા નવા પોલીસ ઇન્સ્પેકટરો દાહોદને ફાળવાયા હતા અને દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના 12 માંથી 9 પોલીસ મથકોને PSI કક્ષામાંથી પીઆઈ કક્ષામાં અપગ્રેડ કરાયા હતા તો હવે પીઆઈ કક્ષામાં અપગ્રેડ થયેલા 8 પોલીસ મથકોમાં નવા પોલીસ ઇન્સ્પેકટરોને મુકવામાં આવ્યા છે
દાહોદ જીલ્લા પોલીસ વડા ડૉ.રાજદીપસિંહ ઝાલા દ્વારા દાહોદ જીલ્લામાં અલગ અલગ પોલીસ મથકોમાં ફરજ બજાવતાં તેમજ અન્ય જીલ્લા માંથી દાહોદ ખાતે બદલી થઈને આવેલા પોલીસ ઈન્સ્પેક્ટરોની જીલ્લામાં જ આંતરીક બદલીઓ કરવામાં આવી છે. જેમાં S.O.G શાખામાં ફરજ બજાવતા સંજય ગામેતીને LCB શાખામાં મુકવામા આવ્યા છે, દાહોદ A ડિવીઝન પોલીસ સ્ટેશનના દિગ્વિજયસિંહ પઢીયારને સાયબર ક્રાઈમ બ્રાંચમાં, નિમણુંક અપાઈ છે ત્યારે લીવ રીઝર્વ તરીકેના અનિરુદ્ધ. કામળીયાને દાહોદ A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નિમણુંક અપાઈ છે, પ્રદીપસિંહ.જાડેજાને બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નિમણુંક અપાઈ છે, વલ્લભ.કનારાને દાહોદ રુરલ પોલીસ સ્ટેશનમાં નિમણુંક અપાઈ છે, દાહોદ બી ડિવીઝનના પીઆઈ કે.આર.રાવતને ગરબાડા , પોલીસ સ્ટેશનમાં બદલી કરાઈ છે, ઉમેશ.ગાવિતને કતવારા પોલીસ સ્ટેશનમાં નિમણુંક અપાઈ છે, ભુપેન્દ્રસિંહ.ઝાલાને ધાનપુર પોલીસ સ્ટેશનમાં નિમણુંક અપાઈ છે, સી.પી.આઈ દાહોદ એસ.વી.વસાવા ને લીમખેડા પોલીસ સ્ટેશનમાં બદલી કરાઈ છે, નરેન્દ્રકુમાર.ચૌધરીને રણધીકપુર પોલીસ સ્ટેશનમાં નિમણુંક અપાઈ છે, સંદીપકુમાર.રાદડીયાને સંજેલી પોલીસ સ્ટેશનમાં નિમણુંક અપાઈ છે, દાહોદ રુરલ પોલીસ સ્ટેશન ના કે.સી.વાઘેલાની ફતેપુરા પોલીસ સ્ટેશનમાં બદલી કરાઈ છે, સી.પી.આઈ ઝાલોદના એસ.સી.રાઠવાને ઝાલોદ, પોલીસ સ્ટેશનમાં બદલી કરાઈ છે, સી.પી.આઈ દેવગઢ બારીઆ કે.કે.રાજપુતની લીમડી પોલીસ સ્ટેશનમાં બદલી કરાઈ છે, લીમખેડા પોલીસ મથકના જે.એમ.ખાંટની ચાકલીયા પોલીસ સ્ટેશનમાં બદલી કરાઈ છે જ્યારે સંજયકુમાર.વરુને દેવગઢ બારીઆ સી.પી.આઈ તરીકે નિમણુંક આપવામાં આવી છે.જયારે PIS કક્ષામાંથી માંથી PI કક્ષામાં અપગ્રેડ થયેલા 9 પોલીસ મથકો માંથી 8 પોલીસ મથકોમાં PI કક્ષાના અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે, જેમાથી રણધીકપુર. ધાનપુર, ફતેપુરા, ઝાલોદ, લીમડી, ચાકલીયા, કતવારા, ગરબાડા પોલીસ મથકોનો સમાવેશ થાય છે, જ્યારે દેવગઢ બારીઆ પોલીસ મથકમાં હજુ સુધી PI કક્ષાના અધિકારીની નિમણુંક બાકી રાખવામાં આવી છે
દાહોદ જીલ્લાના મોટા ભાગના પોલીસ મથકોને PSI કક્ષામાંથી PI કક્ષામાં અપગ્રેડ કરી દેવામાં આવ્યા છે હવે માત્ર દાહોદ જિલ્લાના જેસાવાડા, પીપલોદ, સાગટાળા અને સુખસર પોલીસ મથકો જ PSI કક્ષાના બાકી રહ્યા છે.
તમારા ધંધા રોજગારની જાહેરાત વિડિઓ અને ફોટોમાં ઇન્સ્ટાગ્રામ,ફેસબુક,યુટ્યૂબ,ટ્વીટ્ટર, અને વેબ સાઈટ જેવા સોશિયલ મીડિયાના ડિજિટલ પ્લેટફાર્મ ઉપર બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે નીચે આપેલા નંબરો ઉપર કોન્ટેક્ટ કરો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોટો અને વિડિઓની સ્ટોરી પણ મુકવામાં આવશે સાથેજ સમાચારોની જાણકારી આપવા માટે પણ અમારો સંપર્ક કરો
Editor in Chief:Naeem Munda, Mo, 9879867333,9427846262
Post Views: 33 રીપોર્ટ:-નઈમ મુન્ડા દાહોદ ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ-ગાંધીનગર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ ચોમાસા દરમિયાન સર્જાતી પરિસ્થિતિને પહોંચી…