Post Views: 33
રીપોર્ટ:નઈમ મુન્ડા દાહોદ
પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડએ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના અસરગ્રસ્તોને અંશત:નુકસાન માટે સહાય વિતરિત કરી
ધાનપુર તાલુકાના અલગ અલગ ગામોના કુલ ૩૧ કાચા ઘરોના નુકશાનની રુ.૧.૨૪ લાખની સહાયના ચેક અર્પણ કરતા મંત્રી બચુભાઈ ખાબડ
દાહોદ:- તાજેતરમાં થયેલા અતિ ભારે વરસાદને પગલે સમગ્ર દાહોદ જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું છે. વરસાદ બંધ થતાં સાફ સફાઈ, દવાનો છંટકાવ, રસ્તા તેમજ વીજ પુરવઠો પૂર્વવત કરવાની કામગીરી ટોચ અગ્રતાથી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે, રાજ્યના પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા વરસાદથી થયેલ નુકસાની માટે અસરગ્રસ્તોને સહાય વિતરિત કરવામાં આવી હતી.
મંત્રીએ ધાનપુર તાલુકાના કુલ ૩૧ કાચા મકાનો/પશુની ૧,૨૪,૦૦૦ જેટલી સહાયનું મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. સહાય વિતરણ દરમ્યાન ટી.ડી.ઓ.રાઠવા, ગામોના સરપંચ, તલાટી તેમજ ગામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા. અલગ અલગ ગામના સહાય મેળવનાર અસરગ્રસ્ત નાગરિકોએ સહાય સમયસર પહોંચાડવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
મંત્રીએ સરપંચઓ તેમજ ગામ અગ્રણીઓ સાથે વરસાદથી થયેલ નુકસાન તેમજ ગામના વિકાસકાર્યો વિશે ચર્ચા કરી હતી તેમજ અસરગ્રસ્તોને સહાય વિતરણ કર્યું હતું.
નોંધનીય છે કે, જિલ્લામા વરસાદ બંધ થતાં ગણતરીના દિવસોમાં જ વહીવટી તંત્ર દ્વારા ઘટનાસ્થળ મુલાકાત, પશુઓના મૃતદેહનું પી.એમ. વગેરે નિયમાનુસારની પ્રક્રિયાઓ પૂર્ણ કરીને ગાઇડલાઈન અનુસારની પૂર્વનિર્ધારિત રકમની પશુમૃત્યુ સહાય અસરગ્રસ્ત પશુપાલકો સુધી પહોંચાડવામાં આવી રહી છે.
Editor & Chief Naeem Munda
Editor Faizan Khan
તમારા ધંધા રોજગારની જાહેરાત બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે સંપર્ક કરો સમાચારો માટે અમારો સંપર્ક કરો
9427846262…9879867333