રીપોર્ટ:-ફેઝાન ખાન દાહોદ
વરસાદે લીધેલા વિરામ બાદ જિલ્લા વહીવટી તંત્રએ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી
ધાનપુરમાં વરસાદ થકી રસ્તાઓને થયેલ નુકસાનીને પગલે રસ્તા મરામત કરવાની કામગીરી કરતી માર્ગ અને મકાન વિભાગની ટીમ
દાહોદ : દાહોદ જિલ્લામાં વરસાદ બાદ જિલ્લા તંત્ર દ્વારા જનજીવનને ફરીથી પૂર્વવત કરવા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ભારે વરસાદના કારણે જે ગંભીર પરિસ્થિતિ ઊભી થઇ હતી જેને પગલે સામાન્ય લોકોના ઘરો તેમજ મુખ્ય માર્ગોની સાથોસાથ અંતરિયાળ ગામોના રસ્તાઓનું પણ ધોવાણ થતા બિસ્માર થયેલા રસ્તાઓને મરામત કરવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.