દાહોદ જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓના રિપેરિંગની યુદ્ધના ધોરણે થતી કામગીરી
દાહોદ શહેર સહિત અન્ય તાલુકાઓના મેઈન અને અંતરિયાળ રસ્તાઓનું પેચવર્ક કરાયું
સમગ્ર દાહોદ જિલ્લામાં ભારે વરસાદની બેટિંગ બાદ દાહોદ શહેર સહિત જિલ્લાના તમામ તાલુકાઓ અને ગામોને જોડતા નાના-મોટા રોડ/રસ્તાઓ ઉપર પાણી ભરાવાના કારણે રસ્તાઓને ઘણું નુકસાન થયું હતું. જેની ગંભીરતાને ધ્યાને લઇ વહીવટી તંત્ર દ્વારા જાહેર નાગરિકોને અવર – જવર માટે મુશ્કેલી ભોગવવી ના પડે તે માટે સરકાર દ્વારા મળેલ સૂચના અનુસાર રિપેરિંગની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી છે.
અત્યારે દાહોદ જિલ્લામાં ક્ષતિગ્રસ્ત થયેલા તમામ નાના-મોટા રોડ, રસ્તાઓ રિપેરિંગ, રિસરફેસિંગ, મેટલવર્ક કરી મોટરેબલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. દાહોદ શહેર સહિત ગરબાડા તેમજ સીંગવડ તાલુકામાં પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં માતવા – બાવકા રોડ, વડવા એપ્રોચ રોડ, ગરાડા, વડવા વિલેજ લીંબડીયા ફળીયાથી ચીલાકોટા મેઈન રોડ તેમજ ખરેડી જેવા દાહોદ શહેરની આસપાસના ગામોમાં પણ રસ્તા રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
Editor & Chief Naeem Munda Editor Faizan Khan
તમારા ધંધા રોજગારની જાહેરાત બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે સંપર્ક કરો સમાચારો માટે અમારો સંપર્ક કરો 9427846262…9879867333