રીપોર્ટ:ફેઝાન ખાન દાહોદ
દાહોદ જિલ્લામાં પાણી ઓસરતા દવા છંટકાવ અને સાફ સફાઇની કામગીરી હાથ ધરાઇ
દેવગઢબારિયા નગરપાલીકા દ્વારા વિવિધ સ્થળોએ સઘન સાફસફાઇને પ્રક્રિયા શરૂ
પાણી ઓસરતા હાશકારો લેવાની જગ્યાએ દાહોદ જિલ્લા વહીવટી તંત્ર નાગરિકોની સલામતીને પ્રાથમિકતા આપી વધારે સતર્કતાથી કામગીરી કરી રહ્યું છે
દાહોદ:- ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદના પગલે અનેક જિલ્લાઓએ પુરના સંકટનો સામનો કરવો પડયો હતો. દાહોદ જિલ્લામાં તેમજ ઉપરવાસમાં પણ ભારે વરસાદ થતાં જિલ્લાના તમામ તળાવો નદીઓ અને ડેમો ઓવરફ્લો થતાં આવતાં અનેક સ્થળોએ પાણી ભરાયા હતા જેમાં જિલ્લા વહીવટીતંત્ર સતર્ક બની કામગીરી કરી હતી.વરસાદનો જોર ઓછો થતા નદીઓને સપાટી નીચે ઉતરી છે. જેથી અનેક સ્થળોએ પાણી ઓસરી ગયા છે.આ પરિસ્થિતીમાં હાશકારો લેવાની જગ્યાએ દાહોદ જિલ્લા વહીવટી તંત્ર નાગરિકોની સલામતીને પ્રાથમિકતા આપી વધારે સતર્કતાથી કામગીરી કરી રહ્યું છે. પાણી ઓસરતા વિવિધ જગ્યાઓ ઉપર રોગચાળો ન ફાટે તેની તકેદારી રાખી દેવગઢબારિયા નગરપાલીકા દ્વારા સઘન સફાઇ અભિયાન અને દવા છંટકાવની કામગીરીમાં અને આરોગ્ય વિભાગ રોગચાળા નિયંત્રણની કામગીરીમાં વ્યસ્ત થઇ ગયા છે. દેવગઢ બારિયા નગરપાલિકા સહિત વિવિધ જગ્યાઓ ઉપર સાફસફાઇ હાથ ધરાઇ હતી. દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રજાને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે તાત્કાલીક ધોરણે સતર્કતા રાખી તમામ કામગીરી કરવામાં આવી રહી છે. જે સરાહનાને પાત્ર છે.