રીપોર્ટ:-નઈમ મુન્ડા દાહોદ
આદિજાતિ પશુપાલકોના પશુઓ માટે નિ શુલ્ક એનિમલ ટ્રેવીસ આપવાની યોજના
પહેલાં જે પશુની સારવાર,રસીકરણ તેમજ કૃત્રિમ બીજદાનની કામગીરી તેમજ પશુઓના કેમ્પ દરમિયાન પશુ બાંધવામાં તકલીફ પડતી હતી તેનાથી છુટકારો મળ્યો છે – લાભાર્થી રમણભાઈ બબેરીયા
દાહોદ : દાહોદ તાલુકાના વિવિધ ગામો ખાતે આવેલ ગ્રામ પંચાયતો / દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ ખાતે જરૂરિયાત મુજબ ગામના લોકોને પશુઓની સારવાર, રસીકરણ, કૃત્રિમ બીજદાન તેમજ પશુ કેમ્પના આયોજનમાં સરળતા રહે તે માટે પશુઓ માટેની કુલ ૮૬ જેટલી ટ્રેવિસ એનિમલ ટ્રેવીસ આપવાની યોજના હેઠળ ફાળવવામાં આવી છે.
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના બાંડીબાર ખાતે રહેતા રમણભાઈ જીથરાભાઈ બબેરીયાને જેઓ તેમના ગામમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીનું સંચાલન કરી રહ્યા છે
લાભાર્થી રમણભાઈ બબેરીયા જણાવે છે, પશુ દવાખાના દાહોદથી આ યોજના વિષે અમને જાણકારી મળી હતી. પશુ આરોગ્ય ને લગતા પ્રશ્નો પશુ ડોક્ટર આગળ રજૂ કરતાં તેમણે અમને વિસ્તારપૂર્વક યોજના અંગેની જાણકારી આપી હતી.
આ યોજના થકી અમને આ ઘોડી(ટ્રેવીસ) મળી છે જેના દ્વારા અમને હવે જે પહેલાં તકલીફ પડતી હતી એ હવે નથી પડતી અને હવે અમારી અને પશુઓની પણ સલામતી જળવાઈ રહે છે. અમારા જેવા લોકો માટે સરકાર જે કઈ યોજના અમલમાં મૂકી મદદ કરે છે એ બદલ સરકારનો હું ખુબ ખુબ આભાર માનું છું.