Post Views: 21
રીપોર્ટ:-નઈમ મુન્ડા દાહોદ
દાહોદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે વહીવટી તંત્ર એલર્ટ
તમામ અધિકારીઓ અને તલાટીઓને ફરજિયાત હેડકવાર્ટર પર હાજર રહેવા તાકીદ
કલેકટર યોગેશ નિરગુડેએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તાલુકા તંત્ર વાહકોને સાવચેતી અને તકેદારીના પગલાં લેવા જરૂરી સૂચનાઓ આપી
દાહોદ:-હવામાન વિભાગ દ્વારા દાહોદ જિલ્લામાં આગામી દિવસો દરમ્યાન ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા વહીવટી તંત્ર સાબદુ થયું છે. કલેકટર યોગેશ નિરગુડેએ તમામ અધિકારીઓ કર્મચારીઓ અને તલાટીઓને ફરજિયાત હેડકવાર્ટર પર હાજર રહી સંભવિત પરિસ્થિતિમાં સાવચેતી અને તકેદારીના તમામ પગલાં લેવા જણાવ્યું છે.
કલેકટર યોગેશ નિરગુડે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તાલુકા તંત્ર વાહકોને દાહોદ જિલ્લામાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પગલે સાવચેતી અને તકેદારીના પુરતા પગલાં લેવા જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. ડેમમાંથી વધુ પાણી આવકના સંજોગોમાં ડેમો સાઈડના અને નદી કિનારાના અને નીચાણવાળા વિસ્તારોમાં અસરગ્રસ્ત વિસ્તારના લોકોને સાવચેત કરવા સાથે જરૂર જણાય તો સલામત સ્થળે સ્થળાંતર કરવા તથા બચાવની કામગીરી કરવા તેમણે જણાવ્યું છે. તદુપરાંત ભારે વરસાદના કારણે જો કોઈ નુકસાની જણાય તો તાત્કાલિક જિલ્લા કંટ્રોલ રૂમમા જાણ કરવા જણાવાયું છે.
વધુમાં જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને આંગણવાડી કેન્દ્રો મંગળવારે અને બુધવારે બંધ રહેશે.
આ સાથે જિલ્લા કલેકટર યોગેશ નિરગુડે એ ડિઝાસ્ટર કચેરી ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અને ૧૦૮ ઇમરજન્સી વાનની પણ મુલાકાત લીધી હતી તેમજ વાયરલેસ ટેલિફોન તથા વિવિધ રીપોર્ટ ચકાસણી કરી અને જરૂરી સુચનો કર્યા હતા.
આ વીડિયો કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ,પ્રાંત અધિકારીઓ,વનવિભાગના અધિકારીઓ,નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકઓ, મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ સહિત સંકલનના અધિકારીઓ જોડાયા હતા.
Editor & Chief Naeem Munda
Editor Faizan Khan
તમારા ધંધા રોજગારની જાહેરાત બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે સંપર્ક કરો સમાચારો માટે અમારો સંપર્ક કરો
9427846262…9879867333