રીપોર્ટ:-નઈમ મુન્ડા દાહોદ
દાહોદ જિલ્લામાં ભારે વરસાદથી લોકોને કોઈ તકલીફ ન પડે તે માટે વરસતા વરસાદ વચ્ચે કાર્યરત જિલ્લા વહીવટી તંત્ર ટીમ
ભારે વરસાદના કારણે ધરાશાયી થયેલા વૃક્ષોને યુદ્ધના ધોરણે હટાવી વાહન વ્યવહાર પૂર્વરત કરાયો
દાહોદ:- જિલ્લામાં ભારે વરસાદને પગલે જિલ્લા કલેકટર યોગેશ નિરગુડે દ્વારા સતત મોનીટરીંગ કરીને તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લામાં આજ રોજ અલગ અલગ રોડ પર વૃક્ષો ધરાશયી થયા હતા જેને તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે હટાવીને વાહનવ્યવહારને પૂર્વરત કરાયો છે.