રીપોર્ટ:-નઈમ મુન્ડા દાહોદ
દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના ચુંદડી ગામે ૨૩ નાગરિકોને સ્થળાંતરિત કરાયા
દાહોદ:- સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદના પગલે અનેક નદીઓના અને ડેમોના જળસ્તરમાં વધારો થયો છે. જેના પગલે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર સતત ખડેપગે જાહેર જનતાને કોઇ પણ અગવડ ન પડે તેની તકેદારી સાથે કામગીરી કરી રહ્યું છે. છેલ્લા બે દિવસથી ભારે વરસાદના પગલે દાહોદ જિલ્લાના કબૂતરી ડેમ ઓવરફ્લો થતાં હેઠવાસ હેઠળના વિસ્તારોના ૯ પરિવારોના ૨૩ સભ્યોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
સિંગવડ તાલુકાના કબૂતરી ડેમ ઓવરફ્લો થતાં ચુંદડી ગામના ૯ પરિવારના ૨૩ સભ્યોને સુરક્ષિત સ્થળે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખસેડવામાં આવ્યા હતા. નાગરિકો પોતાના સગાસંબંધીને ત્યાં સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.