બ્રેકીંગ ન્યુઝ
દાહોદ:નરાધમ હત્યારા આરોપીને પોલીસે સાથે રાખી બાળકીની હત્યા કેવી રીતે નીપજાવી હતી તેનું રીકન્ટ્રક્શન ... દાહોદ:પીડીત પરીવારને સાંત્વના પાઠવવા વિરોધ પક્ષના નેતાઓનો તાતો લાગ્યો દાહોદ:ચેતર વસાવા પીડીત પરીવારની મુલાકાત લેવા પહોંચ્યા દાહોદ:શાળાના આચાર્યએ ૬ વર્ષની દીકરી જોડે દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ,પ્રિન્સિપાલન... દાહોદ:હિટ એન્ડ રન અકસ્માતમાં મૃત્યુ પામનાર પરીવારોને 2 લાખના સહાય ચેક અર્પિત કરાયા દાહોદ:ઔધોગિક તાલીમ સંસ્થા કેન્દ્ર ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ દાહોદ:સ્વચ્છતાહી સેવા અભિયાન અંતર્ગત સફાઈ વિષયને લઈ ચીત્ર સ્પર્ધા યોજાઈ દાહોદ:મંત્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કબડ્ડીની સ્પર્ધા યોજાઈ દાહોદ:જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં કલેક્ટરનો આદેશ, પડતર અરજીઓ પ્રત્ય... દાહોદ:નમ આંખે બાપ્પાને વિદાય આપતા ભક્તો...

દાહોદ:બોગસ બીન ખેતીના હુકમો બાદ રડારમાં છે હજુ 178 સર્વે નંબરોની જમીનો…

રીપોર્ટ:નઈમ મુન્ડા દાહોદ

દાહોદમાં બીન ખેતીના બોગસ હુકમો બાદ હજુ પણ રડારમાં છે 178 સર્વે નંબરોની જમીનો શંકાસ્પદ દિશામાં

તાજેતરમાં બોગસ બીન ખેતી પ્રકરણમાં વહીવટી તંત્ર દ્રારા જમીનોમાં નોંધો અને હુકમો અંગેના ક્રોસ વેરિફિકેશન દરમિયાન કોઈપણ ભેજાબાજ અથવા કોઈપણ પ્રોપર્ટી કાર્ડ ધારક તેની જમીન વિવાદમાં હોવા છતાંય અને ખબર હોયકે આ જમીન બીન ખેતીના બોગસ તપાસની રડારમાં હોય તેવા સમયે કોઈપણ ભોલા ભાળા વ્યક્તિ કે આ વ્યકતી આ મહેસુલની પ્રક્રિયા જાણતો ન હોય અને અજાણ હોય તેવા વ્યક્તિને તે વિવાદિત જમીન પહેરાવી ન દે તે માટે તે જમીન લેનાર વ્યક્તિ છેતરાઈ ન જાય અને સર્વે નંબર દુષિત ન થાય અને લીટીગેશન ઉપસ્તિથ ન થાય જે સર્વે નંબરો દસ્તાવેજી ખરાઈ માટે વેરિફિકેશનમાં હોય તેવા સમયે સર્વે નંબરોમાં દાહોદનો કોઈ ભોળો ભાળો બોનોફાઇટ પરચેઝર ફસાઈ નઈ તે માટે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ જેમાંથી જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી પ્રાંત અધિકારી દાહોદ મામલતદાર નાયબ મામલતદાર ઇ-ધરા જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ટીમો દ્રારા આ તમામ પાસાઓને ધ્યાને લઈ દાહોદની જનતાને જાગૃત કરવા માટે પ્રજાલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે

દાહોદમાં ખેતી લાયક જમીનોમાં બીન ખેતીના નકલી એન એ ના હુકમોનો બહુચર્ચિત ભાંડા ફોડ થતા હવે આ રેલો વધીને અન્ય જમીનોમાં પણ ક્રોસ વેરિફિકેશનના સર્વે દરમિયાન દાહોદ કસ્બાના વિસ્તારમાં આવેલા 5 કિલો મીટરના વિસ્તારમાં 1005 જેટલા સર્વે નંબરો આવેલા છે જેમાં વહીવટી તંત્ર દ્રારા 9500 જેટલા પ્રોપર્ટી કાર્ડમાંથી 924 પ્રોપર્ટી કાર્ડની નોંધો અને એન એ ના હુકમો તેમજ અન્ય જરૂરી દસ્તાવેજો કે જે દસ્તાવેજો સરકાર દ્રારા જે તે અધિકારીઓએ કર્યા હોય તે પ્રમાણે પ્રોપર્ટી કાર્ડમાં નોંધો થઇ હોય તેને લઈને તમામ હુકમો અને નોંધોની ક્રોસ વેરિફિકેશન માટે વહીવટી તંત્રની ટીમો કામે લાગી હતી જેમાં કચેરીના હુકમો પ્રોપર્ટી કાર્ડમાં જોડવામાં આવ્યા છે કે નહી તે હુકમોની નોંધ સ્લગન કચેરીની વર્ક સીટમાં નોંધ છે કે નથી તેનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવ્યું હતું જેમાં નોંધ છે તો તે સાચી નોંધ છે કે પછી ખોટી નોંધ છે તેવા તમામ પ્રકારના પ્રોપર્ટી કાર્ડના આધારે હુકમો તપાસવામાં આવ્યા છે જેમાં નોંધોની તપાસ કરતા 176 જેટલા સર્વે નંબરો ના હુકમો અને નોંધના આધારે જમીનમાં એન્ટ્રી પડી હોય તે તમામ નોંધો સ્લગન કચેરીમાં રેકર્ડ પર ન હોવાનું પણ સામે આવવા પામ્યું છે કેટલાક હુકમો તો પોટલાંમાંથી મળી આવ્યા હોવાનું પણ બહાર આવવા પામ્યું છે જેમાં સમગ્ર પ્રોપર્ટી કાર્ડના હુકમો અને નોંધોની ક્રોસ વેરિફિકેશનની કામગીરી ચાલી રહી છે તેની વચ્ચે વહીવટી તંત્રને ધ્યાને આવેલી ખાસ બાબત જેમાં પ્રજાલક્ષી અને દાહોદ જિલ્લાવાસીઓના હીત માટે એક જરૂરી હુકમ બહાર પાડવામાં આવ્યો છે જેમાં જિલ્લા વાસીઓને કોઈપણ પ્રકારની જમીન બાબતની લેવડ દેવડમાં હેરાનગતી ઉભી ન થાય અને કાયદાની ગૂંચમા ન ફસાઈ તેને લઈને દાહોદના પ્રાંત અધિકારી એનબી રાજપુતએ લેખિતમાં જિલ્લા સબ રજીસ્ટારને જણાવાયું છે જેમાં 176 જેટલા સર્વે નંબરોની યાદી જેમાં આ નંબરો શંકાસ્પદ જમીનની યાદીમાં સામેલ કરાયા છે તેમાના ગરબાડા રોડ સાકરદા દેલ્સર બોરવાની ઉકરડી હિમાલા દાહોદ કસ્બા અને વણભોરી ચંદવાના જાલત બોરવાની રળીયાતી ટાંડા રામપુરા મંડાવાવ સબરાળા નસીરપુર છાપરી લીલર નગરાળા કતવારા અને ગમલા જેવા ગામોના આસપાસના વિસ્તારોના સર્વે નંબરોમાં પણ ખોટી નોંધો અને ખોટા હુકમો થયા હોવાનું માલુમ પડતા આ સર્વે નંબરોમાં કોઈપણ પ્રકારના દસ્તાવેજ રેકર્ડ ઉપર ન ચડે તે માટે પ્રાંત અધિકારીના લેખિત હુકમ બાદ જિલ્લા સબ રજીસ્ટારને કરાતા જિલ્લા સબ રજીસ્ટારએ વકીલ બાર એસોસીએસન તેમજ દસ્તાવેજ લખી આપનાર આવા તમામ લોકોને પણ લેખિતમાં જાણ કરવામાં આવી છે કે યાદીમાં આપેલા સર્વે નંબરોમાં મિલકત કે પ્રોપર્ટીમાં દસ્તાવેજ તૈયાર ના કરો આનો હેતુ એ છે કે જમીન લેવડ દેવડમાં લાખો રૂપિયાના સ્ટેપમ ખરીદી થયા બાદ આ જમીનોમાં કોઈપણ પ્રકારની રુકાવટ ઉભી થાય તેવા સમયે લાખો રૂપિયાના સ્ટેમ્પ રદ અથવા કેન્સલ થાય તેવા સમયે વહીવટી પ્રક્રિયામાં અસર ઉભી થાય છે અને લાખો રૂપિયાના સ્ટેમ્પ ખરીદનારને તેઓને 10% ના કપાત સાથે પરત રૂપીયા મેળવવા માટે વહીવટી પ્રક્રિયામાંથી ત્રણ મહિનાથી વધુ સમયથી પસાર થવું પડતું હોય છે

જો તમે દસ્તાવેજી પુરાવા આપવામાં ખરા સાબીત થાવ છો તેમજ સરકારના નિયમો અને રેકર્ડ સાથે કોઈપણ પ્રકારના ચેડા નથી કર્યા અને હા તમે બોનોફાઇટ પરચેઝર છો તો ઘબરાયા વગર તમે માની લો કે સરકાર અને સિસ્ટમ તમારી સાથે છે એટલે ફિકર ના કરશો વહીવટી તંત્ર તેની પ્રોસેસ પૂર્ણ કરી અને નવા આદેશો બહાર પાડશે એટલે ચિંતા કર્યા વગર વહીવટી તંત્રના આગળના આદેશની રાહ જુઓ પ્રજાજનોને તકલીફ ન પડે અને પ્રજાજનોને લાભ થાય તે માટે તમારા હિતોને ધ્યાને લઈ વહીવટી તંત્ર દ્રારા આ નિર્ણય લેવામાં આવ્યો છે

Editor & Chief Naeem Munda
Editor Faizan Khan

તમારા ધંધા રોજગારની જાહેરાત બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે સંપર્ક કરો સમાચારો માટે અમારો સંપર્ક કરો
9427846262…9879867333

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

पत्रकार बंधु भारत के किसी भी क्षेत्र से जुड़ने के लिए सम्पर्क करें