દાહોદ જિલ્લાના ઝાલોદ મુસ્લિમ સમાજ દ્વારા મહારાષ્ટ્ર ખાતે મહંત રામગીરી મહારાજ દ્વારા મુસ્લિમ સમાજની લાગણી દુભાય તેવા પ્રવચન આપતા તેના વિરુદ્ધમાં ઝાલોદ પ્રાંત અધિકારીને તેમની ધરપકડ કરવામાં આવે તેવી માંગ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું
દુનિયાનો સૌથી મોટો લોકશાહી ધરાવતો આપણો ભારત દેશમાં વિવિધતામાં એકતાની ખૂબી સાથે દેશમાં દરેક ધર્મ સમાજના લોકોને બંધારણીય હકકો અને અધિકારો મુજબ પોતાના ધાર્મિક અધિકારોની રક્ષા સાથે દરેકને પોતપોતાના ધર્મનું અનુસરણ કરવાના અને તેની રક્ષા કરવાના બંધારણીય હકક અધિકારો પ્રાપ્ત થયેલા છે અને તે મુજબ દરેક ધર્મના લોકો પોતે પોતાના ધર્મનું અનુસરણ કરતા આવે છે જેમાં કેટલાક નફરતી માનસિકતા વાળા લોકો તેમના નફરતી વાણી વિલાસ દ્વારા કાયદાની અવગણના કરી દેશની એકતા અને અખંડિતતાને નુકસાન પહોંચાડવાનું અવારનવાર ઈરાદાપૂર્વકનું હિન કૃત્ય કરી રહ્યા છે ઇરાદાપૂર્વક દેશની એકતા અને અખંડિતતાને નુકસાન પહોંચાડનાર અને કોમી વૈયમનસ્ય ધરાવતા નફરતી લોકોના હીન કૃત્યના ભાગરૂપે મહારાષ્ટ્ર ખાતે મહંત રામગીરી મહારાજ દ્વારા તેમના પ્રવચનમાં ઈરાદાપૂર્વક ઇસ્લામ ધર્મ અને પયગમ્બર હજરત મોહમ્મદ સાહેબ ઉપર હેટ સ્પીચ દ્વારા સમગ્ર દેશ અને દુનિયાના મુસ્લિમ સમુદાયની લાગણી દુભાવવા માટે ઇરાદાપૂર્વકની નફરત અને ગંદી માનસિકતાનું હિન કૃત્ય કરેલ હોય જે આવા નફરતી હેટ સ્પીચના કૃત્યો દેશની એકતાને નુકશાન પહોંચાડે છે જેથી રામગીરી મહારાજના આવા ઈરાદાપૂર્વક નફરતથી કૃત્ય બદલ તેમની સામે કાયદાની જોગવાઈ મુજબ ગુનો નોંધાવા આદેશ થવા અને આવી માનસિકતાવાળા લોકો ઈરાદાપૂર્વક તેમના વારંવાર ગંદા મનસુબામાં સફળ ન થાય તે માટે કાયદાની લગામ લગાવી જરૂરી છે અને પૂરતા તમામ પગલાં લેવા સમસ્ત ઝાલોદ મુસ્લિમ સમાજ દ્વારા આવેદન આપતા સમયે જણાવાયું હતું અને આ રજૂઆતને ઉચ્ચ સ્તરે પહોંચાડી અને તેમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરે તેવી તમામ મુસ્લિમ સમાજ વતી માંગ પણ કરવામાં આવી હતી
Editor & Chief Naeem Munda Editor Faizan Khan
તમારા ધંધા રોજગારની જાહેરાત બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે સંપર્ક કરો સમાચારો માટે અમારો સંપર્ક કરો 9427846262…9879867333