દાહોદના એસટી ડેપોમાં રિઝર્વેશન કાઉન્ટર ઉપર મુસાફરો પાસે ટિકિટ ભાડા કરતાં વધુ નાણાં લેવામાં આવતા હોવાનું ખુલાસામાં બહાર આવ્યું
કેટલીક સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર જોવા મળતો હોય તેવી બુમો ઉઠવા પામતી હોય છે અને ACB દ્રારા ભ્રસ્ટાચારીઓને ઝડપી જેલ ભેગા પણ કરવામાં આવતા હોય છે ત્યારે દાહોદના એસટી ડેપો ખાતે ઓનલાઈન ટિકિટ બુકિંગના કાઉન્ટર ઉપર કર્મચારીઓ દ્રારા મુસાફરોની ટીકીટમાં પણ કટકી કરતાં હોવાનું પત્રકારોની ટીમની તપાસમાં સામે આવવા પામ્યું છે
જેમાં આ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અને સમાજમાં કેટલાક લોકો અ શિક્ષિત હોવાના લીધે તેમજ શિક્ષિત હોય તો પણ તેમના શિક્ષણની કોઈ વેલ્યુ ન હોય કોઈ સાંભળનારુ ન હોય તેના માટે ગરીબ આદિવાસી પરીવારો રૂપિયાના મામલે લૂંટાતા હોય છે દાહોદ જિલ્લાના આદિવાસી પરિવારો સૌરાસ્ટ્ર તેમજ ગુજરાતનાં અલગ અલગ જિલ્લાઓ તરફ મજૂરી કામ માટે જવા એસટીનો સહારો લેતા હોય છે ત્યારે ટીકીટ બુકિંગના કર્મચારીઓ દ્રારા ભાડાની રકમ કરતાં પણ વધુ નાણાં લેવાઈ રહ્યા છે 10 થી માંડીને 150 રૂપિયા સુધી મુસાફરો પાસેથી વધારે લીધા હોવાનો ઘટસ્ફોટ થયો છે
આ બાબતની બૂમો ઉઠવા પામી હતી જેના કારણે આજે ગુપ્ત રીતે બસ સ્ટેશનમાં મુસાફરોની ટીકીટ ચેક કરી કેટલા રૂપિયા લીધા તેવું પૂછતા અનેક મુસાફરો મળી આવ્યા હતા જેમાં જેમની પાસેથી ટિકિટ બુકીંગ વિન્ડો ખાતેથી વધારાના રૂપિયા લેવામાં આવ્યા હતા ઉલ્લ્ખેનીય છે કે આ રીતે ગરીબ પ્રજા પાસેથી કટકી કરી કાઉન્ટર ઉપરના કર્મચારીઓ દરરોજના હજારો રૂપિયા પોતાના ખિસ્સામાં સેરવી રહ્યા હોવાનું સામે આવ્યું છે સાથે બુકિંગ ઓફિસમાં સીંગ ચણાના પેકેટ પણ મળી આવ્યા એટ્લે ઉપરના ગમે તેટલા રૂપિયા આપવાના થતાં હોય પરંતુ બે પેકેટ સીંગ ચણા આપીને મુસાફરોને રવાના પણ કરી દેવામાં આવતા હોય છે સમગ્ર કટકી પ્રથાનો આજે અમારા કેમેરા સામે ઘટસ્ફોટ થતાં જવાબદાર કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ ઉઠવા પામી છે ત્યારે આ મામલે સ્લગન વિભાગના અધિકારીઓ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે અથવા તો આમને આમજ ચાલ્યા કરે છે તે જોવું રહ્યું
Editor & Chief Naeem Munda Editor Faizan Khan
તમારા ધંધા રોજગારની જાહેરાત બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે સંપર્ક કરો સમાચારો માટે અમારો સંપર્ક કરો 9427846262…9879867333