બ્રેકીંગ ન્યુઝ
દાહોદ:નરાધમ હત્યારા આરોપીને પોલીસે સાથે રાખી બાળકીની હત્યા કેવી રીતે નીપજાવી હતી તેનું રીકન્ટ્રક્શન ... દાહોદ:પીડીત પરીવારને સાંત્વના પાઠવવા વિરોધ પક્ષના નેતાઓનો તાતો લાગ્યો દાહોદ:ચેતર વસાવા પીડીત પરીવારની મુલાકાત લેવા પહોંચ્યા દાહોદ:શાળાના આચાર્યએ ૬ વર્ષની દીકરી જોડે દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ,પ્રિન્સિપાલન... દાહોદ:હિટ એન્ડ રન અકસ્માતમાં મૃત્યુ પામનાર પરીવારોને 2 લાખના સહાય ચેક અર્પિત કરાયા દાહોદ:ઔધોગિક તાલીમ સંસ્થા કેન્દ્ર ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ દાહોદ:સ્વચ્છતાહી સેવા અભિયાન અંતર્ગત સફાઈ વિષયને લઈ ચીત્ર સ્પર્ધા યોજાઈ દાહોદ:મંત્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કબડ્ડીની સ્પર્ધા યોજાઈ દાહોદ:જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં કલેક્ટરનો આદેશ, પડતર અરજીઓ પ્રત્ય... દાહોદ:નમ આંખે બાપ્પાને વિદાય આપતા ભક્તો...

દાહોદમાં ૬૦ ઉમેદવારોને સંરક્ષણ ક્ષેત્રની ભરતી પૂર્વેની ફ્રી નિવાસી તાલીમ આપવામા આવશે

રીપોર્ટ:નઈમ મુન્ડા દાહોદ

દાહોદમાં ૬૦ ઉમેદવારોને સંરક્ષણ ક્ષેત્રની ભરતી પૂર્વેની ફ્રી નિવાસી તાલીમ આપવામા આવશે

તાલીમાં ઉમેદવારોને ૩૦ દિવસની ફ્રી રહેવા, જમવા અને સ્ટાઈપેન્ડ સાથેની તાલીમ તજજ્ઞ વકતા ફેકલ્ટી દ્વારા આપવામા આવશે.

અગ્નિવીર લેખિત પરીક્ષામા પાસ થયેલા ઉમેદવારોને તાલીમ માટે અગ્રતા આપવામાં આવશે

દાહોદ : દર વર્ષની જેમ વર્ષ ૨૦૨૪-૨૫ માટેની ફ્રી નિવાસી તાલીમમા જોડાવવા માટે ઉમેદવારોએ તા. ૩૧/૦૮/૨૦૨૪ સુધીમાં જિલ્લા રોજગાર કચેરી, દાહોદને જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરવાની રહેશે. ૩૦ દિવસના લશ્કરી ભરતી નિવાસી તાલીમ વર્ગમાં જોડાવા માટે જરૂરી દસ્તાવેજો જેવા કે,
(૧) ઉમેદવારનું નિયત નમુનામા અરજીફોર્મ, સંમતિ પત્રક અને બાંહેધરી પત્રક.
(૨) આધારકાર્ડની ઝેરોક્ષ.
(૩) બેંક પાસબુકની ઝેરોક્ષ.
(૪) જાતિનું પ્રમાણપત્ર.
(૫) ધોરણ-૧૦ ની માર્કશીટ
(૬) અન્ય ઉચ્ચ અભ્યાસની માર્કશીટ
(૭) શાળા છોડયાનું પ્રમાણપત્ર (લીવિંગ સર્ટિ)
(૮) ડોમિસાઈલ સર્ટિફિકેટ (જો હોય તો અન્યથા કઢાવીને જમા કરાવવું).
(૯) સ્પોર્ટ/NCC સર્ટિફિકેટ. (જો હોય તો)
આ તાલીમાં ઉમેદવારોને ૩૦ દિવસની ફ્રી રહેવા, જમવા અને સ્ટાઈપેન્ડ સાથેની તાલીમ તજજ્ઞ વકતા ફેકલ્ટી દ્વારા આપવામા આવશે.

ફ્રી નિવાસી તાલીમમાં જોડાવા માટે ૮ પાસ,૧૦ પાસ, આઈટીઆઈ, ડિપ્લોમા પાસ કે ઉચ્ચ અભ્યાસ પાસ થયેલા ૧૭.૫ થી ૨૧ વર્ષની ઉંમર, ૧૬૮ સેમીથી વધુ ઉંચાઈ (એસ. ટી. ઉમેદવાર માટે ૧૬૨ સેમી થી વધુ ) અને ૫૦ કિ.ગ્રા વજન અને ૭૭ સેમીથી વધુ છાતી ધરાવતા અપરિણીત પુરુષ ઉમેદવારોએ કચેરીનો રુબરુ સંપર્ક કરીને નિયત અરજી સાથે ફોર્મ ભરવાનું રહેશે. અરજી કરેલા ઉમેદવારોમાંથી સ્ક્રુટીની કરીને તમામ કેટેગરીના ૩૦ ઉમેદવારોને અને ૩૦ અનુસુચિત જનજાતિ (એસ.ટી.) ઉમેદવારોને એમ દાહોદ જીલ્લાના કુલ ૬૦ ઉમેદવારોને આગામી સમયમાં ૩૦ દિવસની ૨૪૦ કલાકની તજજ્ઞ વકતા અને ટ્રેનર દ્વારા શારીરિક અને બૌદ્ધિક લેખિત પરીક્ષાની ફ્રી નિવાસી તાલીમ આપવામાં આવશે. તેમજ ઉકત ફીઝીકલ અને લેખિત તાલીમ આપવા માંગતી અનુભવી સંસ્થા, શિક્ષકો તેમજ ફેકલ્ટી, કો-ઓર્ડીનેટર પણ આ ફ્રી નિવાસી તાલીમમાં જોડાવા માંગતા હોય તો તેઓની પાસેથી પણ અરજીઓ મંગાવવામાં આવે છે. વધુ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરી ,ત્રીજો માળ, જીલ્લા સેવા સદન, છાપરી, દાહોદનો ડોકયુમેન્ટ સાથે સંપર્ક કરવા રોજગાર અધિકારી, દાહોદની યાદીમાં જણાવાયું છે.

Editor & Chief Naeem Munda
Editor Faizan Khan

તમારા ધંધા રોજગારની જાહેરાત બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે સંપર્ક કરો સમાચારો માટે અમારો સંપર્ક કરો
9427846262…9879867333

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

पत्रकार बंधु भारत के किसी भी क्षेत्र से जुड़ने के लिए सम्पर्क करें