રીપોર્ટ:નઈમ મુન્ડા દાહોદ
સરકારના આઈસીડીએસ દ્વારા પૂર્ણા કિશોરી યોજનાનો લાભ લેનાર કિશોરીઓને પૂર્ણાકિશોરી તરીકે ઓળખવામાં આવે છે
દાહોદ:- “સુપોષિત કિશોરી, સશક્ત ગુજરાત”ની નેમને પુરી કરવા માટે દાહોદ જિલ્લા આઈ.સી.ડી.એસ વિભાગ દ્વારા પાયારૂપ કામગીરી કરવામાં આવી રહી છે. આઈસીડીએસ વિભાગ અંતર્ગત દાહોદ જિલ્લાના ઘાંચીવાડ આંગણવાડી કેન્દ્રમાં પૂર્ણા કિશોરી એવી કિશોરી મલેક શનાફાતેમાં ઇકબાલભાઈ આ યોજનાનો લાભ લીધો. તેમને દર મહિનાના ૪ મંગળવારે પૂર્ણાશક્તિ પ્રી-મિક્સ પેકેટ ફ્રીમાં આપવામાં આવે છે. આંગળવાડી કાર્યકર્તાના માર્ગદર્શન હેઠળ તેમણે પૂર્ણાશક્તિ પ્રીમિક્સમાંથી થેપલા, શીરો, મુઠીયા વગેરે વાનગી બનાવી ભોજનમાં લેવાનું શરૂ કર્યું છે. જેનાથી તેમનો શારીરિક વિકાસ થયો. તેમનામાં નબળા શરીરમાં બળ આવ્યું. પહેલા તેઓ કોઈપણ કામ કરતા થાકી જતા પૂર્ણા શક્તિનો ભોજનમાં ઉપયોગ કરતા તેઓ સ્ફુરતીનો અનુભવ કરી રહ્યા છે. લાભાર્થીએ ગામની અન્ય કિશોરીઓને પણ આ યોજનાને લાભ લેવા માટે અનુરોધ કર્યો છે સાથે જ સરકારનો આભાર માન્યો હતો.
Editor & Chief Naeem Munda
Editor Faizan Khan
તમારા ધંધા રોજગારની જાહેરાત બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે સંપર્ક કરો સમાચારો માટે અમારો સંપર્ક કરો
9427846262…9879867333