દાહોદમાં સુપ્રીમ કોર્ટના આપેલા st sc અનામતમાં પેટા અનામતના ચુકાદાને લઈને ભારત બંધને લઈ દાહોદ બંધનું સમર્થન દલિતો અને આદિવાસી સમાજના અલગ અલગ સંગઠનો દ્રારા આપવામાં આવ્યું હતું
જેને લઈને વહેલી સવારથીજ દાહોદના કેટલાક વેપારીઓએ દુકાનો ખોલી તો હતી પરંતુ આદિવાસી અને દલિત સમાજના અલગ અલગ સંગઠનો દ્રારા બાઈક ઉપર નીકળી વેપારીઓને અપીલ ભારત બંધમાં જોડાઈ અને દાહોદ બંધ રાખવા અપીલ કરવામાં આવી હતી જોકે કેટલાક યુવકો જબરદસ્તીથી દુકાનો બંધ કરાવવા ઉતરતા શહેર પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી અને તેમને જણાવવામાં આવ્યું હતુંકે કોઈ પણ વેપારીને દુકાનો બંધ કરવા જોર જબરદસ્તી નથી કરી શકતા શાંતિથી અને સ્વૈચ્છિક રીતે દુકાનદારોને અપીલ કરવા જણાવાયું હતું ત્યારે બંધ કરાવવા નીકળેલા લોકોને દેખી કેટલાક દુકાનદારો ખુલ્લી દુકાનને બંધ પણ કરી દેતા હતા જેમાં દાહોદના એમજીરોડ પડાવ ગાંધી ચોક તળાવ જનતા ચોક ગોધરા રોડ સ્ટેશન રોડ યાદગાર ચોક એસવી પટેલ રોડ બિરસા મુંડા ચોક બાબા સાહેબ આંબેડકર ચોક ગોદીરોડ ચાકલીયા રોડ જેવા વિસ્તારોમાં દુકાનો બંધ કરાવવા માટે નીકળ્યા હતા જેમાં કેટલાક વેપારીઓએ તો બંધને લઈને પોતાના ધંધા રોજગારથી અળગા રહ્યા હતા જયારે દુકાન બંધ કરાવ્યા બાદ આદિવાસી અને દલિત સમાજના અલગ અલગ સંગઠનોના આગેવાનો બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે બાબા સાહેબની પ્રતિમા આગળ ભેગા થયા હતા જ્યાં પ્લે કાર્ડ બતાવી સુપ્રીમ કોર્ટના ચુકાદાનો વિરોધ કરાવતા પ્લે કાર્ડ દર્શાવ્યા હતા અને કેન્દ્ર સરકાર વિરોધી નારા મારી કેન્દ્ર સરકાર ઉપર આક્ષેપ લગાવાયા હતા જેમાં જણાવાયું હતુંકે કેન્દ્ર સરકાર બંધ બારણે સુપ્રીમ કોર્ટનો સહારો લઈ અને અમારા આરક્ષણ ઉપર તરાપ મારી રહી છે તેને અમે st sc સમાજના લોકો ચલાવી લેશું નહિ અને કેન્દ્ર સરકારને અનામત વિરોધી સરકાર ગણાવી સુત્રોચાર કરી ભારે વિરોધ દર્શાવાયો હતો અને દલિત અને આદિવાસી સમાજના લોકોએ બાબા સાહેબને ફુલહાર કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી ત્યાંથી રેલી સ્વરૂપે ભેગા મળી અને યાદગાર ચોક એસવી પટેલ રોડ થઈને બિરસા મુંડા ચોક ખાતે ભેગા થયા હતા અને ત્યાં પણ કેન્દ્ર સરકારના આપેલા પેટા અનામતનો વિરોધ કરી ભારે સૂત્રોચ્ચાર કરાયા હતા જ્યાં હાજર દલિત અને આદિવાસી સમાજના લોકોએ બંધના આહવાનમાં જોડાયેલા વેપારી બંધુઓ st sc અને ઓબીસી તેમજ માઇનોરિટી સમાજના લોકો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો પોલીસ પ્રસાસણનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ઉપસ્તિથ પત્રકાર મિત્રોનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો જ્યાર બાદ બિરસા મુંડાજીની પ્રતિમાને ફુલહાર કરી તેમને યાદ કરી તેમને પણ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી
એટલે કહી શકાય કે ભારત બંધની અસર દાહોદ જિલ્લામાં આંસિક રીતે જોવા મળી હતી કેટલીક જગ્યાઓ ઉપર મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો જેમાં ફતેપુરા ઝાલોદ લીમડી સુખસર સંજેલી જેવા ગ્રામ્ય વિસ્તારો મહદ અંશે બંધ જોવા મળ્યા હતા અને ગરબાડા લીમખેડા સીંગવડ દેવગઢ બારીયા ધાનપુર પીપલોદ જેવા ગ્રામ્ય વિસ્તારો ખુલ્લા જોવા મળ્યા હતા એટલે કહી શકાય કે ભારત બંધના આહવાનને લઈને દાહોદ જિલ્લામાં બંધની અસર મિશ્ર પ્રતિસાદમાં જોવા મળી હતી
Editor & Chief Naeem Munda Editor Faizan Khan
તમારા ધંધા રોજગારની જાહેરાત બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે સંપર્ક કરો સમાચારો માટે અમારો સંપર્ક કરો 9427846262…9879867333