સ્પેશ્યલ સ્ટોરી:નઈમ મુન્ડા દાહોદ
ક્રિમી લેયર એટલે કે સમાજનો એ વંચિત વર્ગ કે જે આર્થિક અને સામાજિક રીતે સમૃદ્ધ થઇ ચૂક્યા છે. ક્રિમી લેયર હેઠળ આવતા લોકોને અનામતનો લાભ આપવામાં આવતો નથી. હાલમાં ઓબીસી અનામતમાં ક્રિમી લેયરની જોગવાઈ લાગુ છે. આ સિવાય અનુસૂચિત જાતિ અને જનજાતિના પ્રમોશનના મામલામાં ક્રિમી લેયરની જોગવાઈ લાગુ પડે છે. અન્ય પછાત વર્ગ(ઓબીસી) ને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં 27% અનામત મળે છે. ક્રિમી લેયરની જોગવાઈ અનુસાર જો કોઈ ઓબીસી પરિવારની વાર્ષિક આવક 8 લાખ રૂપિયાથી વધુ હોય તો તે પરિવારના છોકરા કે છોકરીને અનામતનો લાભ મળતો નથી. તેને બિન-અનામત ક્વોટા દ્વારા નોકરી અથવા પ્રવેશ મળે છે. તેને લઈને
સુપ્રીમ કોર્ટે ગયા અઠવાડિયે અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) અનામતમાં બંને સમુદાયની જ્ઞાતિઓને પેટા અનામત આપી શકાય એવો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. ૭ જજોની બંધારણીય બેંચે ૪ વિરુદ્ધ ૩ જજની બહુમતી સાથેના ચુકાદામાં કહ્યું હતું કે, અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી)માં ક્રીમી લેયરને અલગ કરવાં જોઈએ.
સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહયુ કે, દેશની રાજ્ય સરકારોને લાગે કે, એસસી કે એસટી વર્ગની કોઇ જ્ઞાતિ હજી પણ પછાત છે તો તેને ગણતરીમાં લઈને અનામતમાંથી અલગ અનામત આપી શકાય છે. આ ઉપરાંત અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) બંને સમુદાયમાં ક્રીમી લેયરમાં આવનારા લોકોને અનામતનો લાભ ન મળવો જોઇએ. તેના બદલે અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) સમાજના ગરીબોને પ્રાધાન્ય મળવું જોઇએ અને તેમને જ અનામતનો લાભ મળવો જોઈએ.
અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી)નાં લોકોમાં જ એક વર્ગે સુપ્રીમ કોર્ટના આ ચુકાદાનું સ્વાગત કર્યું હતું પણ મોટા ભાગના રાજકારણીઓને આ ચુકાદો માફક આવ્યો નથી તેથી તેમણે તેનો વિરોધ કરવા માટે કમર કસી અને ભારત બંધનું એલાન સોશિયલ મીડિયા ઉપર આપી દેવાયું. અને તેના ભાગરૂપે છેલ્લા કેટલાક દિવસોથી એસસી-એસટી અનામતમાં પેટા અનામત આપવા સામે સોશિયલ મીડિયા ઉપર ઝુંબેશ પણ ચાલી હતી. સુપ્રીમ કોર્ટનો ચુકાદો અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) સમાજને અપાતી અનામત બંધ કરી દેવાની દિશામાં પહેલું પગલું છે એવો પ્રચાર પણ ચાલી રહ્યો હતો. અને ૨૧ ઓગસ્ટે ભારત બંધનું એલાન પણ અનેક દલિત અને આદિવાસી સંગઠનો દ્વારા આપવામાં આવ્યું હતું. અને તેને લઈને આજે ભારત બંધનું એલાન દલિતો અને આદિવાસી સમુદાયના સંગઠનો દ્રારા આપવામાં આવ્યું હતું જેમાં દરેક ભારત બંધની માફક આ વખતે પણ દાહોદ શહેરના અને જિલ્લાના વેપારીઓ આંસિક રીતે બંધમાં જોડાયા હતા અને બપોર પડતા પડતા તો ધંધા રોજગાર રાબેતા મુજબ ચાલુ થતા જોવા પણ મળ્યા હતા