આંગણવાડી એક લાભ અનેક” સગર્ભા, માતા, બાળકો, કિશોરીઓને મળી રહ્યો છે વિવિધ યોજનાઓનો લાભ એક જ સ્થળેથી
દાહોદ:- રાજ્યની સગર્ભા મહિલાઓ અને બાળકોને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે આરોગ્ય સ્તરમાં સુધારા થઈ શકે તે માટે મહિલા અને બાળ વિકાસ વિભાગના આઈ.સી.ડી.એસ પ્રભાગ દ્વારા મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અમલી કરવામાં આવી છે. આ યોજનાનો લાભ લેનાર લાભાર્થી પુજાબેન પરમાર કહી રહ્યા છે કે, આઈસીડીએસ વિભાગ અંતર્ગત દાહોદ જિલ્લાના ઘાંચીવાડ આંગણવાડી કેન્દ્રમાં દર મહિને માતૃશક્તિના ૪ પેકેટ મળે છે. જેમાં ૦૨ કીલો ચણા, ૦૧ કિલો તુવેર દાળ અને ૦૧ લીટર સીંગતેલ આપવામાં આવે છે.આ યોજના હેઠળ મહિલાઓને ૧,૦૦૦ દિવસ સુધી ગુજરાત સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. લાભાર્થી પુજાબેન પરમાર ગામની બીજી મહિલાઓ પણ માતૃશક્તિ યોજનાનો લાભ લઈને પોતાનું અને પોતાના બાળકનું આરોગ્ય સ્વસ્થ રહે છે. મહિલાઓ માટે અડીખમ્મ સરકારનો આભાર વ્યકત કર્યો હતો.
આ આંગણવાડીઓમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે પણ અનેક સુવિધાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. બાળકોનું પાયાનું શિક્ષણ તેને વિશિષ્ટ રીતે મળી રહે તે માટે આંગણવાડીમાં ખાનગી નર્સરી શાળા કરતાં પણ વધુ સારી સુવિધાઓ આપવામાં આવી રહી છે.
બાળકોને રમત દ્વારા શિક્ષણ, ગાયન અને વાંચન માટે વિવિધ રમકડા દ્રારા પ્રવૃત્તિઓ, કિચન ગાર્ડન દ્વારા સ્વાસ્થ્યપ્રદ આહાર અને રંગબેરંગી ચિત્રો સાથે નિર્મિત આ આંગણવાડીઓમાં ભૂલકાઓને તેમના જન્મદિનની વિશિષ્ટ ઉજવણીથી માંડી દરેક તહેવારોની ઉમંગભેર ઉજવણી કરવામાં આવે છે. રોજબરોજના શિક્ષણમાં પણ નવતર અભિગમ રાખી ગમ્મત સાથે જ્ઞાન આપવામાં આવી રહ્યા છે. પોષણયુક્ત આહાર અને કેળવણી સાથે જ બાળકને સ્વચ્છતાની આદતો તેમજ સુઘડ રહેવાની કેળવણી પણ અપાય છે. આવી અનેક યોજનાઓનો લાભ આપતી રાજ્ય સરકારની આ આંગણવાડીઓ “આંગણવાડી એક, લાભ અનેક”નું સર્વોત્તમ દ્રષ્ટાંત પૂરું પાડે છે.
Editor & Chief Naeem Munda Editor Faizan Khan
તમારા ધંધા રોજગારની જાહેરાત બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે સંપર્ક કરો સમાચારો માટે અમારો સંપર્ક કરો 9427846262…9879867333