બ્રેકીંગ ન્યુઝ
દાહોદ:નરાધમ હત્યારા આરોપીને પોલીસે સાથે રાખી બાળકીની હત્યા કેવી રીતે નીપજાવી હતી તેનું રીકન્ટ્રક્શન ... દાહોદ:પીડીત પરીવારને સાંત્વના પાઠવવા વિરોધ પક્ષના નેતાઓનો તાતો લાગ્યો દાહોદ:ચેતર વસાવા પીડીત પરીવારની મુલાકાત લેવા પહોંચ્યા દાહોદ:શાળાના આચાર્યએ ૬ વર્ષની દીકરી જોડે દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ,પ્રિન્સિપાલન... દાહોદ:હિટ એન્ડ રન અકસ્માતમાં મૃત્યુ પામનાર પરીવારોને 2 લાખના સહાય ચેક અર્પિત કરાયા દાહોદ:ઔધોગિક તાલીમ સંસ્થા કેન્દ્ર ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ દાહોદ:સ્વચ્છતાહી સેવા અભિયાન અંતર્ગત સફાઈ વિષયને લઈ ચીત્ર સ્પર્ધા યોજાઈ દાહોદ:મંત્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કબડ્ડીની સ્પર્ધા યોજાઈ દાહોદ:જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં કલેક્ટરનો આદેશ, પડતર અરજીઓ પ્રત્ય... દાહોદ:નમ આંખે બાપ્પાને વિદાય આપતા ભક્તો...

દાહોદ:રાસાયણીક ખેતીને બદલે પ્રાકૃતિક ખેતી પદ્ધતિને અપનાવવાનો

રીપોર્ટ:નઈમ મુન્ડા દાહોદ

રાસાયણિક ખેતી પદ્ધતિને જાકારો એટલે તંદુરસ્ત સમાજ અને સ્વસ્થ ભાવિને આવકાર

પ્રાકૃતિક કૃષિ અપનાવીએ અને ગુણવત્તાયુક પાકની સાથે ટકાઉ કૃષિ અને લાંબા ગાળાની ઉત્પાદકતા સુનિશ્ચિત કરીએ

દાહોદ : હરિત ક્રાંતિ બાદ પરંપરાગત બની બેઠેલી રાસાયણિક ખેતી પદ્ધતિને બદલે વર્ષોથી ચાલી આવતી પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે સરકાર દ્વારા ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. માનવીના સ્વાસ્થ્યની સાથે જમીન સંરક્ષણ અને પર્યાવરણની જાળવણી માટે પણ પ્રાકૃતિક ખેતી એટલી જ જરૂરી છે.

રાસાયણિક ખેતી પદ્ધતિઓના વ્યાપક ઉપયોગને કારણે પર્યાવરણ, માનવ સ્વાસ્થ્ય પર તેની હાનિકારક અસરો પડી છે. માટે હવે સમય આવી ગયો છે તંદુરસ્ત ભવિષ્યના નિર્માણ માટે રાસાયણીક ખેતીને બદલે પ્રાકૃતિક ખેતી પદ્ધતિને અપનાવવાનો.
રાસાયણિક ખાતરો અને જંતુનાશકો જમીનનું ધોવાણ કરે છે. જેથી જમીનની કુદરતી રચનામાં વિક્ષેપ પડે છે, કાર્બનિક પદાર્થોને ઘટાડે છે અને જમીનની ફળદ્રુપતા માટે જરૂરી એવા મહત્વપૂર્ણ સુક્ષ્મ સજીવોનો નાશ કરી નુકસાન તરફ દોરી જાય છે. આ સુક્ષ્મજીવો જમીનની તંદુરસ્તી અને ફળદ્રુપતા જાળવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

રાસાયણિક ખાતરોનો વધુ પડતો ઉપયોગ જમીનમાં જરૂરી પોષક તત્વોની ઉણપ તરફ દોરી જાય છે, પરિણામે અસંતુલન થાય છે જે પાકના આરોગ્ય અને ઉપજને અસર કરે છે. રાસાયણિક કૃષિમાં વપરાતા રસાયણો માનવ સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરી શકે છે. આ ઝેર જેવા રાસાયણિક પદાર્થોના સંપર્કમાં લાંબા સમય સુધી રહેવાથી વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે, જેમાં શ્વસન સમસ્યાઓ, ત્વચાની સમસ્યા સહિતના રોગ પણ સામેલ છે.

રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઉત્પાદનોના સ્વાદ, સુગંધ, રંગ અને મીઠાશને ઘટાડે છે. જેના લીધે વપરાશકારોને જે ફાયદો થવો જોઈએ તે નથી થતો, ઉપરાંત નુકસાન થાય છે.

હવે જાણીએ રાસાયણિક કૃષિની સરખામણીએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ કેવી રીતે પ્રભાવશાળી અને વધુ ફાયદાકારક છે. રાસાયણિક કૃષિને બદલે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવાનો અર્થ છે તંદુરસ્ત સમાજ નિર્માણની સાથે સ્વસ્થ ભવિષ્યનું સર્જન કરવું. પ્રાકૃતિક ખેતી અસંખ્ય ફાયદાઓ આપે છે જે પર્યાવરણની સાથેસાથે ખેડૂતો અને ગ્રાહકો માટે લાભદાયી છે. પ્રાકૃતિક ખેતી ટકાઉ કૃષિ પદ્ધતિઓ સુનિશ્ચિત કરે છે જે ઉત્પાદકતા જાળવી રાખે છે અને પાકની ગુણવત્તામાં વધારો કરે છે. પ્રાકૃતિક ખેતી મોંઘા રાસાયણિક ખાતરો પર નિર્ભરતા શૂન્ય કરે છે. ખેડૂતો પોતાના જ ખેતરમાંથી ઉત્પન્ન થતાં કુદરતી જીવામૃતનો ઉપયોગ કરી નોંધપાત્ર રીતે ખર્ચ ઘટાડે છે.

પ્રાકૃતિક રીતે ઉગાડવામાં આવતા પાક વધુ સારા સ્વાદ, પોષણ મૂલ્ય સાથે ઉચ્ચ ગુણવત્તાવાળા હોય છે. તેનાથી ખેડૂતોને વધુ સારી આવક અને બજાર ભાવ વધારે મળે છે. પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતાને જાળવી રાખે છે અને તેમાં વધારો પણ કરે છે. જે લાંબા ગાળાની કૃષિ સદ્ધરતા સુનિશ્ચિત કરે છે. સજીવ ખેતી જમીન, પાણી અને સમગ્ર પર્યાવરણ પર થતી નકારાત્મક અસરને ઘટાડે છે. જે પર્યાવરણની જાળવણીમાં ફાળો આપે છે.

પ્રાકૃતિક ખેતીના આવા અઢળક ફાયદાઓ છે જે ખૂબ જ આવકારદાયી છે. પ્રાકૃતિક ખેતી પરંપરાગત રાસાયણિક ખેતી દ્વારા ઊભા થતા પડકારોનો ઉકેલ પૂરો પાડે છે. તે ઉચ્ચ-ગુણવત્તાવાળા પાકનું ઉત્પાદન સુનિશ્ચિત કરે છે, જમીનની તંદુરસ્તી જાળવી રાખે છે, પર્યાવરણને થતા નુકસાનને ઘટાડે છે અને ખેડૂતોને આર્થિક લાભ આપે છે. પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ અપનાવીને, ખેડૂતો લાંબા ગાળાની ઉત્પાદકતા હાંસલ કરી શકે છે, સારી બજાર કિંમતો મેળવી શકે છે અને તંદુરસ્ત વાતાવરણ અને તંદુરસ્ત સમાજમાં યોગદાન આપે છે.

Editor & Chief Naeem Munda
Editor Faizan Khan

તમારા ધંધા રોજગારની જાહેરાત બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે સંપર્ક કરો સમાચારો માટે અમારો સંપર્ક કરો
9427846262…9879867333

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

पत्रकार बंधु भारत के किसी भी क्षेत्र से जुड़ने के लिए सम्पर्क करें