રીપોર્ટ:-નઈમ મુન્ડા દાહોદ
દાહોદમાં કોલેરાના શંકાસ્પદ કેસ, નવ બાળકો દવાખાનામાં સારવાર હેઠળ, એક બાળકીને સારવાર મળે તે પહેલાજ મોત નીપજતા ડરનો માહોલ
દાહોદ જિલ્લાના નાની લછેલી ગામે કોલેરાના શંકાસ્પદ કેસો સામે આવ્યા છે. 10 જેટલા બાળકોને તાવ, ઝાડા, ઉલ્ટી થતાં તમામ બાળકોને દાહોદના ખાનગી દવાખાને સારવાર માટે લઈ જવાયા હતા જેમાંથી એક બાળકીનું અધ રસ્તે મોત નીપજ્યું હતું
નાની લછેલી ગામમાં બાળકોને ઝાડા ઉલ્ટી થતાજ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જેમાંથી. એક બાળકીને હોસ્પિટલ લઈ જતા અર્ધે રસ્તે બાળકીનું મોત નીપજ્યુ હતું. દાહોદ જિલ્લામાં તેમજ શહેરમાં ઝાડા, ઉલ્ટી, તાવ વગેરે જેવી બિમારીઓના કેસ વધી રહ્યા છે. દાહોદ જિલ્લાની ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે.
દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગને જાણ થતાં જ આરોગ્ય વિભાગની ટીમો દોડતી થઈ છે. આરોગ્ય વિભાગની ટીમો દ્વારા નાની લછેલીની સાથે દાહોદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં દર્દીઓની હિસ્ટ્રી સહિતનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે.